Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સોશિયલ મીડિયા ફેમ રાજુ કલાકારે ગૌ સેવામાં મન પરોવ્યું

VADODARA : રાજુ કલાકારનું ગર્વથી કહેવું છે કે, ગૌ માતા-નંદીજી મહારાજ આશિર્વાદથી જે મેં મેળવ્યું, તે તેમની સાથે ખુશી વહેંચવા આવ્યો છું
vadodara   સોશિયલ મીડિયા ફેમ રાજુ કલાકારે ગૌ સેવામાં મન પરોવ્યું
Advertisement
  • એક વીડિયોથી રાજુ કલાકારનું જીવન બદલાયું
  • વીડિયો વાયરલ થતા સોનું નિગમના સોંગના ટ્રેન્ડીંગ વર્ઝનમાં પહોંચ્યો કલાકાર
  • સડકથી લઇને સફળતા મળતા સુધી કલાકારે ગૌ માતાને વંદના કરી આભાર વ્યક્ત કર્યો

VADODARA : 'મારા સડકથી લઇને સોનું નિગમ સુધી પહોંચવાના સફરમાં સતત ગૌ માતા-નંદીજી મહારાજના આશિર્વાદ મારી સાથે રહ્યા છે', સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સડકથી લઇને સોનું નિગમ સુધી પહોંચનાર રાજુ કલાકાર (SINGER - RAJU KALAKAR) ના આ શબ્દો છે. હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે રાજુ કલાકારે શ્રવણ સેવા (SHRAVAN SEVA - VADODARA) ફાઉન્ડેશન સાથે મળીને 2001 કિલો ડ્રાયફ્રુટ ઘૂઘરી, 3 હજાર રોટલીઓ, તથા લીલુ ઘાસ ગૌ માતા અને નંદીજીને અર્પણ કર્યું છે. આ તકે સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કરે કહ્યું કે, આ આપણું ભારતીય હોવાનું અનોખું લક્ષણ છે, આપણે ગમે તેટલી ટોચ ઉપર હોઇએ પરંતુ આપણે આપણા સંસ્કારો નથી ભૂલતા. રાજુ કલાકારે પોતાના ઉદાહરણ થકી આ વાતને વધુ દ્રઢ બનાવી છે. આ કાર્ય સ્વર્ગીય દિલીપ-પરેશ અશોકચંદ શાહ પાંજરાપોળ (કરજણ-મિયાગામ) ખાતે કરવામાં આવ્યું છે.

RAJU KALAKAR

Advertisement

આશિર્વાદને પોતાના માથે ચઢાવતા હતા

શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કરે જણાવ્યું કે, શ્રવણ સેવા ફાઉન્ડેશન ગરીબ અને ગૌ માતા-નંદીજી મહારાજના સેવા અર્થે વિતેલા સાડા ચાર વર્ષોથી નિયમીત સેવા આપી રહ્યું છે. આ વખતે અમારી જોડે અમારી જોડે હાલના સમયમાં જેમનો સિતારો સોશિયલ મીડિયાથી લઇને માયાનગરી સુધી ચમક્યો છે, તેવા રાજુ કલાકાર જોડાયા છે. તેમનું કહેવું છે કે, સડકથી લઇને સોનું નિગમ સુધી પહોંચવામાં ગૌ માતા-નંદીજી મહારાજના આશિર્વાદ સતત તેમની સાથે રહ્યા છે. જ્યાં ગૌ માતા-નંદીજી મહારાજ જોવા મળે ત્યાં, તેઓ તેમના માથે હાથ ફેરવીને આશિર્વાદ લેતા હતા. અને તે આશિર્વાદને પોતાના માથે ચઢાવતા હતા. હવે તેઓ સફળ થયા છે, ત્યારે તેમની સફળતાનો હિસ્સો બનાવવા માટે ગૌ માતા અને નંદીજી મહારાજને શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને 2001 કિલો ડ્રાયફ્રુટ ઘૂઘરી, 3 હજાર રોટલીઓ, તથા લીલુ ઘાસ જમાડ્યું છે.

Advertisement

RAJU KALAKAR

સંસ્કારોનું આવનારી પેઢીમાં સિંચન કરી શકીએ

વધુમાં રાજુભાઇનું કહેવું છે કે, ગૌ માતા-નંદીજી મહારાજ આશિર્વાદથી જે મેં મેળવ્યું, તે તેમની સાથે ખુશી વહેંચવા આવ્યો છું. નીરવ ઠક્કરે વધુમાં જણાવ્યું કે, હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. અમારૂ સ્પષ્ટ માનવું છે કે, આપણે ત્યાં પેઢીઓથી ગૌ માતા માટે પહેલી રોટલી-ભાખરી બનાવવામાં આવતી હતી. સમયજતા આપણે સેવાના સંસ્કારો ભૂલી રહ્યા છે, જેથી ગૌ માતા-નંદીજી કચરો ખાવા મજબૂર બન્યા છે. જો આપણી પેઢી સંકલ્પ લે, તો આવનાર અનેક પેઢીઓ સુધી સારામાં સારી ગૌ સેવા કરી શકીએ છીએ, અને આપણા સંસ્કારોનું આવનારી પેઢીમાં સિંચન કરી શકીએ છીએ

આ પણ વાંચો ---- Gir ની દંતકથા સમાન સિંહ જોડી 'જય અને વીરુ' ભલે વિખૂટી પડી પરંતુ, તેમના આત્માનો અવાજ જંગલમાં સદાય ગૂંજતો રહેશે

Tags :
Advertisement

.

×