VADODARA : વિશ્વામિત્રી નદીમાં બનાવાયેલા કોઝ-વેથી તંત્ર ચિંતિત
- વડોદરામાં કમોસમી વરસાદ બાદ તંત્ર સફાળું જાગ્યું
- વિશ્વામિત્રી નદીમાં બનાવાયેલા કોઝવેની પાલિકા કમિશનરે મુલાકાત લીધી
- સાથે જ જાણીતા પર્યાવરણવિદ પણ હાજર રહ્યા
VADODARA : શહેર (VADODARA) માં ભારે વાવાઝોડા સહિત ધોધમાર તૂટી પડેલા વરસાદના કારણે ઠેર પાણી ભરાઈ ગયા હતા જ્યારે બીજી બાજુ હાલ ચાલતા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ (VISHWAMITRI PROJECT) ની કામગીરી પર આ કમોસમી વરસાદની થયેલી અસર અંગે પાલિકા મ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુ અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. હાઇવે પર વિશ્વામિત્રી ચાલતી રીવાઇવલની કામગીરી નિહાળવા સાથે પર્યાવરણ વિદ રોહિત પ્રજાપતિ અને નેહા સરાવતે પણ સાથે રહ્યા હતા. આગામી ચોમાસામાં જળબંબાકાર સ્થિતિ શહેરમાં ન સર્જાય એ માટેનો વિશ્વામિત્રી પ્રોજેક્ટ શરૂ કરાયો છે.
તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે ધ્યાન પણ દોર્યું હતું
જ્યારે બીજી બાજુ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વિશ્વામિત્રીમાં બનાવાયેલ કોઝ વે ચિંતા નો વિષય બન્યો છે.આ અંગે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જવાબદાર લોકોનું ધ્યાન પણ દોર્યું હતું અને વિશ્વામિત્રીના ચાલી રહેલા પ્રોજેક્ટના પરિણામ પર પણ અસર થઈ શકે છે.
બુલેટ ટ્રેનઅને હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે મીટીંગ
મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સાથે જવાબદાર અધિકારીઓ તથા અન્ય અધિકારીઓએ પણ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અંગે ચર્ચા વિચારણા કરી હતી. વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ પાછળ માતબર ખર્ચ કરીને ઊંડી તથા પહોળી કરાઈ રહી છે ત્યારે આગામી ૧૦૦ દિવસમાં કાર્ય પૂર્ણ કરવાનો ભગીરથ લક્ષ્યાંક છે. જોકે ક મોસમી ભારે વરસાદ અને વાવાઝોડા ના કારણે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ પર ખાસ અસર થઈ નથી પરંતુ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવાયેલા કોઝ વે બાબતે ચર્ચા વિચારણા કરવા આજે બપોરે બુલેટ ટ્રેન ના અધિકારીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે મીટીંગ કરવાનું નક્કી કરાયું છે.
આ પણ વાંચો --- VADODARA : નેતાઓ-અધિકારીઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ માટે પાલિકા 10 વર્ષ જુની ભૂલ સુધારશે


