VADODARA : નેતાઓ-અધિકારીઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ માટે પાલિકા 10 વર્ષ જુની ભૂલ સુધારશે
- વડોદરા પાલિકાના નવા કમિશનર દ્વારા આદેશ અપાયો
- 10 વર્ષ પહેલા દુર કરાયેલા શિવજીની પ્રતિમા તેના સ્થાને મુકવા જણાવ્યું
- વિતેલા કેટલાક સમયથી પાલિકા કમિશનર અને ચૂંટાયેલા નેતા વચ્ચે ખટરાગ સામે આવી રહ્યો છે
VADODARA : વડોદરા (VADODARA) માં વિતેલા લેટલાક વર્ષોથી પાલિકાના ચૂંટાયેલા નેતાઓ અને અધિકારીઓ વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી રહ્યો છે. અવાર-નવાર બંને વચ્ચેનો ખટરાગ ખુલીને બહાર આવી રહ્યો છે. જેની અસર સીધી કે આડકતરી રીતે પ્રજાલક્ષી વહીવટ પર પડી રહી છે. આ વચ્ચે પાલિકાના કમિશનર દ્વારા 10 વર્ષ પહેલા તંત્ર દ્વારા કરવામાં આવેલી ભૂલ સુધારવાનો પ્રયાસ કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. પાલિકા દ્વારા શિવજીની મૂર્તિને પુન સ્થાપિત કરવાના આદેશ આપવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
એક પાલિકા કમિશનર કસામે તો ઉચ્ચ સ્તરીય તપાસ પણ ચાલી રહી હતી
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષ 2015 માં પાલિકાની કચેરીમાં કમિશનર ગેટ તરફ એક તરફ વૃક્ષ પર મહાદેવનું નાનું મંદિર હતું. તે સમયે પાલિકામાં અવર-જવર કરતા અરજદારો અને અધિકારીઓ ત્યાં શીશ ઝૂકાવતા હતા. તે સમયે તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર દ્વારા મંદિર હટાવી લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ મહાદેવની પ્રતિમાને સિક્યોરીટીના કેબિન પાછળ ખૂણામાં મુકી દેવામાં આવી છે. પાલિકાની લોબીમાં પ્રબળ ચર્ચા છે કે, આ ઘટના બાદ પાલિકાના કમિશનર અને ચૂંટાયેલી પાંખ વચ્ચે ખટરાગની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. તે પૈકી એક પાલિકા કમિશનર કસામે તો ઉચ્ચ સ્તરીય તપાસ પણ ચાલી રહી હતી.
મૂર્તિને પુન તેની જગ્યાએ મુકવાની સૂચના આપી
સમગ્ર ઘટના અંગે કોઇ વિશ્વાસુએ હાલના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુનું ધ્યાન દોરતા તેણે મૂર્તિને પુન તેની જગ્યાએ મુકવાની સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ, પાલિકા પોતે કરેલી 10 વર્ષ જુની ભૂલ સમજાતા હવે તેને સુધારવા જઇ રહી હોવાનું પાલિકાની લોબીમાં ચર્ચાઇ રહ્યું છે.
ત્યાર બાદ પોલીસ અધિકારીઓની દશા બેઠી હતી
આજ રીતે અગાઉ વર્ષ 2002 માં ફતેગંજ પોલીસ દ્વારા દબાણો દુર કરવાની કામગીરી દરમિયાન હનુમાનજીની મૂર્તિ કબ્જે લઇને તેને રેકોર્ડ રૂમમાં મુકવામાં આવી હતી. આ રેકોર્ડ રૂમમાં દુષકર્મ, હત્યા, દારૂ જેવા કેસનો મુદ્દામાલ રાખવામાં આવતો હતો. ત્યાર બાદ પોલીસ અધિકારીઓની દશા બેઠી હતી. અને એક પછી એક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા હતા. અંતે હનુમાનજીની મૂર્તિને બહાર કાઢીને તેની પૂજા અર્ચના કરતા વિપરીત પરિસ્થિતીઓ શાંત થઇ હતી.
આ પણ વાંચો --- VADODARA : વાવાઝોડા સાથે વરસાદમાં અંધાધૂંધી, 3 ના મોત, 100 જેટલા વૃક્ષો ધરાશાયી


