Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પેવર બ્લોકની ચોરીની અરજી અંગે અધિકારીને અંધારામાં રાખતા કાર્યવાહી

VADODARA : મહિલા એન્જિનિયરની અરજીનો દુરઉપયોગ વિવાદીત જગ્યાએથી ભાગીદારીનો હક જતો કરવા માટે થયાનો આરોપ સામે આવ્યો છે
vadodara   પેવર બ્લોકની ચોરીની અરજી અંગે અધિકારીને અંધારામાં રાખતા કાર્યવાહી
Advertisement
  • પાલિકાના મહિલા એન્જિનિયર વિરૂદ્ધ ગંભીર આરોપ
  • મ્યુનિસિપલ કમિશનરને અંધારામાં રાખીને કોકનો હાથો બન્યા
  • પેવર ચોરી મામલે પોલીસ મથકમાં અરજી કરી પરત ખેંચી લીધી
  • મ્યુનિસિપલ કમિશનર અરૂણ બાબુએ આકરી કાર્યવાહી કરી

VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) ના મહિલા એન્જિનિયર દ્વારા ઉચ્ચ અધિકારીને વિશ્વાસમાં લીધા વગર પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. અને બાદમાં તેને પરત ખેંચી લેવામાં આવી હતી. આ મામલો સપાટી પર આવ્યા બાદ, મ્યુનિસિપલ કમિશનર (VMC - MUNICIPAL COMMISSIONER) દ્વારા મહિલા એન્જિનિયર વિરૂદ્ધ ખાતાકીય તપાસ (DEPARTMENTAL INQUIRY) નો નિર્ણય લીધો છે. જેને પગલે પાલિકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલો પેવર પ્લોકની ચોરી સાથે સંકળાયેલો હતો. જેમાં અરજી કર્યા બાદ એક પક્ષને દબાવવીને બીજી રીતે ફાયદો કાઢી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગણતરીના સમયમાં આ અરજીને પરત ખેંચી લેવામાં આવી

સમગ્ર મામલો પ્રાપ્ત વિગતો અનુસાર, અકોટાના ટાગોરનગર સોસાયટીમાં અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા પેવર બ્લોકની ચોરી કરવામાં આવી હોવાની અરજી ત્રણ મહિના પહેલા રોડ પ્રોજેક્ટ શાખાના ઇન્ચાર્જ મહિલા કાર્યપાલક એન્જિનિયર હેતલ રૂપાપરે દ્વારા આપવામાં આવી હતી. આ અરજીનો દુરઉપયોગ વિવાદીત જગ્યાએથી ભાગીદારીનો હક જતો કરવા માટે કરાયો હોવાનો આરોપ લસામે આવ્યો છે. જો કે, ગણતરીના સમયમાં આ અરજીને પરત ખેંચી લેવામાં આવી હતી. રાજનેતાઓ દ્વારા સરકારી મશીનરીનો દુરઉપયોગ કરીને પોતાનું લક્ષ્ય પાર પાડ્યું હોવાનું લોકમુખે પ્રબળ રીતે ચર્ચાઇ રહ્યું છે.

Advertisement

આકરો નિર્ણય લેવામાં આવ્યો

આ સમગ્ર કાર્યવાહી અંગે પાલિકાના એન્જિનિયર દ્વારા ઉચ્ચ અધિકારીને અંધારામાં રાખવામાં આવ્યા હતા. અગાઉના મ્યુિનિસિપલ કમિશનર દિલીપ રાણા અને હાલના કમિશનર અરૂણ બાબુ બંને અજાણ હોવાથી આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલના કમિશનર દ્વારા અરૂણ બાબુ દ્વારા મહિલા એન્જિનિયર વિરૂદ્ધ ખાતાકીય તપાસ મુકવાનો નિર્ણય લીધો છે. આ સાથે જમીન પર ફેન્સીંગના અન્ય મામલામાં પણ મહિલા એન્જિનિયરની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. જે જોતા આવનાર સમયમાં તેમની મુશ્કેલીઓ વધી શકે છે. સુત્રોએ જણાવ્યું કે, એક પછી એક વિવાદ સામે આવતા મહિલા એન્જિનિયર લાંબી રજા પર ઉતરી ગયા છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : મિત્ર સુધી ચિઠ્ઠી પહોંચાડી લાપતા બનેલો કોન્સ્ટેબલ હરિદ્રારથી મળ્યો

Tags :
Advertisement

.

×