Vadodara : જેતલપુરમાં આવેલા ગેસ્ટહાઉસમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર
- વડોદરાના નિલમ ગેસ્ટ હાઉસમાં રહેતા યુવકનો મૃતદેહ મળ્યો
- સંચાલકોએ પોલીસને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા
- ઘટનાની જાણ થતા પરિજનો સુરતથી દોડી આવ્યા
Vadodara : વડોદરા (Vadodara) ના જેતલપુર વિસ્તારમાં આવેલા ખાનગી ગેસ્ટ હાઉસમાં (Guest House - Vadodara) થી યુવકનો મૃતદેહ (Body Found) મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ છે. યુવક 1, ઓગસ્ટથી ગેસ્ટ હાઉસમાં રહેતો હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવક મુળ સુરતના ઓલપાડનો છે. અને અમદાવાદમાં નોકરી અર્થે આવ્યો હતો. ત્યાં રહેવાની વ્યવસ્થા ના થતા તે વડોદરાના ખાનગી ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. યુવકના મૃત્યુના સમાચાર સાંભળીને તેનો પરિવાર દોડી આવ્યો છે. બીજી બાજુ પોલીસ દ્વારા આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મૃતદેહને ગોત્રી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો
વડોદરાના જેતલપુર વિસ્તારમાં નીલમ ગેસ્ટ હાઉસ (Guest House - Vadodara) આવેલું છે. તાજેતરમાં 1, ઓગસ્ટના દિવસે એક યુવકે આ ગેસ્ટ હાઉસમાં ચેકઇન કર્યું હતું. યુવકનું નામ આશિષ દક્ષેસભાઇ પટેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવક મુળ સુરતના ઓલપાડનો હતો, અને તે નોકરી અર્થે અમદાવાદ ગયો હતો. પરંતુ ત્યાં રહેવાની કોઇ વ્યવસ્થા નહીં થતા તે વડોદરાના ખાનગી ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. ગત રાત્રે યુવકનો મૃતદેહ ગેસ્ટ હાઉસના રૂમમાંથી મળી આવ્યો છે. જેને પગલે સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા છે. અને યુવકના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવા માટે તેને ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે.
યુવક રૂમમાંથી બહાર નીકળતો ન્હતો
પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, યુવક પોતાના રૂમમાંથી (Guest House - Vadodara) બહાર નહીં નીકળતો હોવાના કારણે સંચાલકે પોલીસને જાણ કરી હતી. યુવકના મોત પાછળનું ચોક્કસ કારણ હજીસુધી જાણી શકાયું નથી. પોલીસે વધુ માહિતી એકત્ર કરવાની દિશામાં વધુ તપાસની તજવીજ હાથ ધરી છે. યુવકના મોતના સમાચાર મળતા પરિજનો દોડીને આવ્યા છે. યુવક પોતાના રૂમમાંથી બહાર નીકળતો નહીં હોવાનું સંચાલકે મીડિયા સમક્ષ વર્ણવ્યું હતું. હવે આ મામલે પોલીસ તપાસમાં શું કારણ સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
આ પણ વાંચો ---- Vadodara : રખડતા શ્વાનને દોરી વડે બાંધીને, સિમેન્ટની કોથળીમાં મુકીને નાળામાં ફેંકતા રોષ


