Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Valsad : મંદિરમાં અભિષેક કરતી વેળાએ અચાનક ઢળી પડ્યો શખ્સ અને થયું મોત!

અભિષેક કરતા સમયે ભક્તના મોતની આ હચમચાવતી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.
valsad   મંદિરમાં અભિષેક કરતી વેળાએ અચાનક ઢળી પડ્યો શખ્સ અને થયું મોત
Advertisement
  1. Valsad માં મંદિરમાં અભિષેક કરતા ભક્તનું મોત
  2. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ
  3. અચાનક હાર્ટ એટેક આવતા મોત થયાનું પ્રાથમિક તારણ!

વલસાડમાંથી (Valsad) એક ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે. મંદિરમાં અભિષેક કરતા સમય એક ભક્ત અચાનક ઢળી પડ્યો હતો. સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જતાં તબીબે શખ્સને મૃત જાહેર કર્યો હતો. અભિષેક કરતા સમયે ભક્તના અચાનક મોતની આ હચમચાવતી સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. હાર્ટ એટેકથી (Heart Attack) મોત થયાનું પ્રાથમિક અનુમાન છે.

આ પણ વાંચો - Valsad: હાઇવે એજન્સી દ્વારા Ambulance નો દુરુપયોગ કરવામાં આવ્યો! Video થયો Viral

Advertisement

આરતી બાદ અભિષેક કરતા અચાનક ઢળી પડ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડમાં (Valsad) પારનેરા વિસ્તારમાં આવેલા ભગવાન મહાદેવજીનાં મંદિરે દર્શન કરવા માટે દૈનિક ધોરણે મોટી સંખ્યામાં લોકો જાય છે. અતુલ સોસાયટીમાં રહેતા કિશોરભાઈ પણ રોજિંદા મહાદેવ મંદિરે દર્શન કરવા જતા હતા. જો કે, આજે આરતી બાદ અભિષેક કરતા સમયે કિશોરભાઈ અચાનક ઢળી પડ્યા હતા. કિશોરભાઈને જોઈ મંદિરમાં હાજર અન્ય લોકોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે, હોસ્પિટલમાં હાજર તબીબે કિશોરભાઈને મૃત જાહેર કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Bhavnagar: માનવ ગરિમા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર, 5 હજારની કીટનું બિલ 12 હજાર રૂપિયા

અચાનક હાર્ટ એટેક આવતા મોત થયું હોવાનો પ્રાથમિક અંદાજ

કિશોરભાઈનું મૃત્યુ કયાં કારણોસર થયું તે હાલ જાણી શકાયું નથી. પરંતુ, પ્રાથમિક અહેવાલ અનુસાર, અભિષેક કરતા સમયે અચાનક હાર્ટ એટેક (Heart Attack) આવતા કિશોરભાઈનું મોત નીપજ્યું હતું. રૂંવાડા ઊભા કરે એવી આ ઘટના મંદિરનાં CCTV કેમેરામાં કેદ થઈ હતી, જેની ફૂટેજ સામે આવી છે. કિશોરભાઈનાં આકસ્મિક મોતથી તેમના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

આ પણ વાંચો - Exclusive: ગુજરાતમાં હત્યાના કેસ વધ્યા તેનું કારણ શું? જાણો શું કહ્યું જાણીતા સાયકોલોજિસ્ટે...

Tags :
Advertisement

.

×