Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Valsad : 11 વર્ષની પુત્રી સાથે માતાનો આપઘાત, સંજાણની વારોલી ખાડીમાં ઝંપલાવ્યું

ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે હુમરણમાં વારોલી ખાડીના પુલ પરથી બુધવારે બપોરે માતાએ 11 વર્ષની પુત્રી સાથે મોતની છલાંગ લગાવતા ડૂબવાથી બંનેનું મોત થયું હતું. જ્યારે બંનેને બચાવવા કૂદી પડેલા પતિને સ્થાનિકોએ દોરી નાખી ઉપર ખેંચી લઇ જીવ બચાવ્યો હતો. તમને...
valsad   11 વર્ષની પુત્રી સાથે માતાનો આપઘાત  સંજાણની વારોલી ખાડીમાં ઝંપલાવ્યું
Advertisement

ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે હુમરણમાં વારોલી ખાડીના પુલ પરથી બુધવારે બપોરે માતાએ 11 વર્ષની પુત્રી સાથે મોતની છલાંગ લગાવતા ડૂબવાથી બંનેનું મોત થયું હતું. જ્યારે બંનેને બચાવવા કૂદી પડેલા પતિને સ્થાનિકોએ દોરી નાખી ઉપર ખેંચી લઇ જીવ બચાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, બપોરે 2 વાગ્યાના સમયે ગાયત્રીદેવી સંજાણના હુમરણમાં વારોલી ખાડીના પુલ ઉપર પહોંચી હતી અને પુત્રી સાથે ખાડીમાં મોતની છલાંગ મારી દેતા વિજય પણ તેઓ પાછળ નીચે કૂદી પડ્યો હતો. ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગયા હતા અને પોલીસને પણ ઘટનાની જાણ કરાઇ હતી.

Advertisement

મૃતક ગાયત્રીદેવીએ પુત્રી સાથે ખાડીમાં છલાંગ લગાવતા ડૂબવાથી બંનેનું મોત થયું છે. જોકે આપઘાત કરવા પાછળનું કારણ શું છે તે પતિની પૂછપરછમાં જ બહાર આવશે. હાલ તેની માનસિક સ્થિતિ ઠીક ન હોવાથી બીજા દિવસે પૂછપરછની પ્રક્રિયા હાથ ધરાશે.

Advertisement

બનાવની જાણ થતા પોલીસ પણ સ્થળ ઉપર દોડી ગઇ હતી. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉમરગામ તાલુકાના ગાંધીવાડી ખાતે દામા રેસીડેન્સીમાં રહેતા અને જીઆઇડીસીની કંપનીમાં નોકરી કરતા વિજય પાંડેની 38 વર્ષીય પત્ની ગાયત્રીદેવી તેમની 11 વર્ષની પુત્રી સાથે ઘરેથી બુધવારે બપોરે નીકળી ગઇ હતી.

આ પણ વાંચો : Ambaji : ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીએ અંબાજી મંદિરમાં પરીવાર સાથે દર્શન કર્યા…

Tags :
Advertisement

.

×