Valsad : મોતીવાડામાં કોલેજિયન યુવતી સાથે દુષ્કર્મ બાદ કરપીણ હત્યા કેસમાં પોલીસની લોકોને ખાસ આપીલ
- Valsad નાં મોતીવાડામાં યુવતીની દુષ્કર્મ-હત્યા કેસમાં તપાસ તેજ
- આરોપી સુધી પહોંચવા પોલીસે લોકોને મદદ માટે અપીલ કરી
- ઘટના સ્થળેથી મળેલા કપડાં અને બેગ આધારે તપાસ શરૂ
- કપડાં અને બેગ ઓળખી આરોપી અંગે માહિતી આપવા અપીલ
વલસાડમાં (Valsad) કોલેજિયન યુવતી સાથે દુષ્કર્મ બાદ નિર્મમ હત્યાની હચમચાવતી ઘટનાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દુષ્કર્મનાં આરોપી સુધી પહોંચવા માટે પોલીસે ઘટના સ્થળ પરથી મળેલા કપડાં અને બેગ આધારે તપાસ શરૂ કરી છે અને સાથે લોકોને પણ આ કેસમાં મદદ કરવા માટે ખાસ અપીલ કરી છે. બે દિવસ પહેલા પારડી વિસ્તારનાં મોતીવાડામાં (Motiwada Case) શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. આ કેસમાં આરોપીને પકડવા માટે પોલીસની 10 ટીમ કામે લાગી છે.
કપડાં અને બેગ ઓળખી આરોપી અંગે માહિતી આપવા લોકોને અપીલ
વલસાડનાં (Valsad) પારડી વિસ્તારમાં આવેલા મોતીવાડામાં યુવતીની હત્યા કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. યુવતી સાથે દુષ્કર્મ અને ત્યાર બાદ હત્યાનાં કેસમાં આરોપી સુધી પહોંચવા માટે પોલીસ (Pardi Police) ઘટના સ્થળેથી મળેલા કપડાં અને બેગનાં આધારે તપાસ શરૂ કરી છે. સાથે જ કપડાં અને બેગ ઓળખી આરોપી અંગે માહિતી આપવા લોકોને અપીલ કરી છે. આ કેસમાં ઝડપી તપાસ માટે વલસાડ જિલ્લા પોલીસની 10 ટીમ કામે લાગી છે.
આ પણ વાંચો - Valsad : પારડીમાં શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળતા ચકચાર! પોલીસને આ છે આશંકા!
ટ્યુશનથી ઘરે જતી યુવતી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરાઈ
ઘટનાની વાત કરીએ તો, દિવસ પહેલા પારડીની કોલેજમાં અભ્યાસ કરતી યુવતી ટ્યુશન બાદ ઉદવાડાથી ઘરે જવા નીકળી હતી. જો કે, યુવતી ઘરે ના પહોંચતા પરિવારોએ તપાસ કરતા યુવતી મોતીવાડા (Motiwada Case) નજીક શંકાસ્પદ હાલતમાં બેહોશ મળી આવી હતી. તેણીની બહેન અને અન્ય પરિચિતો યુવતીને તાત્કાલિક પારડીની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં, તબીબોએ યુવતીને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. જો કે, શંકાસ્પદ હાલતમાં યુવતી મળી હોવાથી સ્થાનિક પોલીસ, વલસાડ LCB, SOG અને FSL ની ટીમ તેમ જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ પણ વાંચો - Surat : સાયકલ સવાર વિદ્યાર્થીને પૂરપાટ આવતા ડમ્પરચાલકે મારી જોરદાર ટક્કર, પોલીસે કરી અટકાયત
PM રિપોર્ટમાં દુષ્કર્મ બાદ હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો
સુરતમાં (Surat) પેનલ PM કરાવ્યું હતું. પીએમ રિપોર્ટમાં જે ખુલાસો થયો તે જાણીને પરિવારનાં પગતળેથી જમીન સરકી ગઈ હતી. સુરતમાં કરાવેલા પેનલ PM રિપોર્ટ મુજબ, યુવતી સાથે દુષ્કર્મ બાદ ગળુ દબાવી તેની હત્યા કરવામાં આવી હતી. યુવતી સાથે કોણે અને કેમ તેમ જ કયાં સંજોગોમાં આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું તે હાલ પણ એક મોટો સવાલ છે. ઘટનાનાં બે દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે.
આ પણ વાંચો - Patan : તપાસમાં ચોંકાવનારો ખુલાસો! 16 સિનિયરોએ જુનિયરોને રૂમમાં બોલાવ્યા અને પછી..


