Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Valsad Rain: વલસાડમાં 6 કલાકમાં 6.5 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ

Valsad Rain: વલસાડમાં 6 કલાકમાં 6.5 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ થઇ છે. જેમાં વલસાડની સોસાયટીમાં પાણી ભરાયા
valsad rain  વલસાડમાં 6 કલાકમાં 6 5 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ
Advertisement
  • Valsad Rain: 10 ઓગસ્ટની મોડી રાતથી જ વલસાડ જિલ્લામાં ધમાકેદાર શરૂઆત થઈ
  • મહાદેવ નગર સોસાયટી પાણીમાં ગરકાવ થઇ હોય તેવા દ્રશ્યો
  • કાર ચાલક પાણી ભરાવવાના કારણે ફસાયો છે

Valsad Rain: વલસાડમાં 6 કલાકમાં 6.5 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ થઇ છે. જેમાં વલસાડની સોસાયટીમાં પાણી ભરાયા છે. તથા મહાદેવ નગર સોસાયટી પાણીમાં ગરકાવ થઇ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પાણી ભરાવવાના કારણે વાહનો બંધ થયા છે. કાર ચાલક પાણી ભરાવવાના કારણે ફસાયો છે. જેમાં કાર ચાલકને કાર મૂકીને સુરક્ષિત સ્થળે ખસી જવાની ફરજ પડી છે.

મહાદેવનગરમાં વરસાદી પાણીનો ભરાવો

મહાદેવ નગર વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાને લઈ સ્થાનિકોમાં રોષ છે. આ સાથે જ લોકોને અવર-જવર કરવામાં પણ સમસ્યા થઈ રહી છે. 10 ઓગસ્ટની મોડી રાતથી જ વલસાડ જિલ્લામાં ધમાકેદાર શરૂઆત થઈ છે. તેમાં વલસાડ શહેરમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે.

Advertisement

Advertisement

Valsad Rain: MG રોડ ઉપર નીચાણવાળા વિસ્તારમાં આવેલી દુકાનોમાં પાણી ભરાયા

વહેલી સવારે પડેલા ભારે વરસાદને લઈને MG રોડ ઉપર નીચાણવાળા વિસ્તારમાં આવેલી દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તો મહાદેવનગર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Valsad Rain: ઓગસ્ટમાં દરરોજ ગુજરાતમાં સરેરાશ 8.7 મીમી વરસાદ

ઓગસ્ટમાં દરરોજ ગુજરાતમાં સરેરાશ 8.7 મીમી વરસાદ થવો જોઇએ, તેની સામે છેલ્લા 9 દિવસમાં 8.7 મીમી વરસાદ પડ્યો છે. 90% વરસાદની ઘટ સાથે ગુજરાતમાં દેશના 29 રાજ્યમાં સૌથી ઓછો વરસાદ થયો છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશમાં 77%, ઓડિસામાં 71%, મહારાષ્ટ્રમાં 69%, છતિસગઢમાં 65% અને રાજસ્થાનમાં 61% વરસાદની ઘટ વર્તાઇ રહી છે.

ગુજરાતમાં સરેરાશ 450.5 મીમી વરસાદની જરૂરીયાત સામે 563.7 મીમી વરસાદ

બીજી તરફ 9 જુલાઇ સુધીમાં ગુજરાતમાં સરેરાશ 450.5 મીમી વરસાદની જરૂરીયાત સામે 563.7 મીમી વરસાદ થઇ ચૂક્યો છે. એટલે કે, જરૂરીયાત 25% વધુ વરસાદ મળ્યો છે. જો કે, જિલ્લાવાર વરસાદની સ્થિતિ જોઇએ તો, 33 પૈકી 15 જિલ્લા 1%થી લઇ 42% વરસાદની અછતનો સામનો કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, ચોમાસું સિઝનનો 882 મી.મી. વરસાદની સરેરાશ સામે અત્યાર સુધીમાં 563.7 મી.મી. સાથે ગુજરાતમાં સિઝનનો 63.92% વરસાદ મળી ચૂક્યો છે.

આ પણ વાંચો: Surat Tiranga Yatra: આજે સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન, 2 કિલોમીટરનો રૂટ શણગારાયો

Tags :
Advertisement

.

×