Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Valsad: પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત, પંથકમાં શોકનો માહોલ

Vapi - Valsad: વાપી (Vapi)ના છેવાડે આવેલા રમઝાન વાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી જતાં ત્રણ બાળકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં એક જ પરિવારના જુડવા ભાઈ બહેન છે. ઘટનાને કારણે સમગ્ર સમગ્ર પંથકમાં ગમગીરીનો માહોલ છવાયો છે. મળતી...
valsad  પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત  પંથકમાં શોકનો માહોલ
Advertisement

Vapi - Valsad: વાપી (Vapi)ના છેવાડે આવેલા રમઝાન વાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી જતાં ત્રણ બાળકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં એક જ પરિવારના જુડવા ભાઈ બહેન છે. ઘટનાને કારણે સમગ્ર સમગ્ર પંથકમાં ગમગીરીનો માહોલ છવાયો છે. મળતી વિગતો વિગત મુજબ વાપીના છેવાડે આવેલા છરવાડાના રમઝાન વાડી વિસ્તારમાં આવેલા નેહા કોમ્પલેક્ષમાં રહેતા ત્રણ બાળકો બપોરથી ગુમ હતા. આથી પરિવારજનોએ તેમની શોધખોળા ધરી હતી .

મૃતકોમાં જુડવા ભાઈ-બહેન પણ સામેલ

નોંધનીય છે કે, સાંજ સુધી બાળકો મળી આવ્યા ન હતા. આખરે રાત્રે રમજાનવાડી વિસ્તારમાં નજીક વરસાદી પાણી ભરેલા એક ખાડામાથી ત્રણેય બાળકોના મૃતદેહ ઊંડા ખાડામાંથી મળી આવ્યા હતા. આમ એક સાથે જ ત્રણ માસુમ બાળકોના મોતને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ મળતી. મૃતકોમાં 7 વર્ષીય હર્ષ તિવારીઅને 7 વર્ષીય રિધ્ધિ તિવારીનો સમાવેશ થાય છે. હર્ષ અને રિધ્ધિ બંને જુડવા ભાઈ બહેન હતા. જ્યારે 9 વર્ષીય આરુષિ સોલંકી તેમની પડોશમાં રહેતી હતી .

Advertisement

બાળકોના મોતને કારણે પંથકમાં શોકનો માહોલ

આ ત્રણ ત્રણ બાળકો ના મોતને કારણે સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. જેમાં તિવારી પરિવારના મૃતક જુડવા હર્ષ અને રિદ્ધિ ચાર ભાઈ બહેન હતા. જેમાં ત્રણ બહેનો વચ્ચે એક જ ભાઈ હતો. મૃતક બંને પરિવારમાં સૌથી નાના હતા. બનાવના દિવસે પણ અન્ય બાળકો સાથે તેઓ બિલ્ડીંગની નીચે પાર્કિંગમાં રમી રહ્યા હતા. દરમિયાન બાળકો રમતા રમતા બિલ્ડીંગની નજીક આવેલા વરસાદી પાણી ભરેલા એક ખાડા નજીક પહોંચ્યા હતા. ખાડામાં વરસાદી પાણી ભરેલું હતું. જેમાં આ બાળકો ડૂબી ગયા હતા.

Advertisement

પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી

એક જ બિલ્ડીંગના ત્રણ-ત્રણ બાળકોના મોતને કારણે મૃતક બાળકોના પરિવારમાં આક્રાંદથી પથ્થર દિલનું પણ કાળજું કંપાવે તેવો પરિવાર માં માહોલ સર્જાયું હતું. પોતાના વહાલસોયા માસૂમ બાળકોને ખોનાર પરિવારના આંખમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા. મૃતક રિદ્ધિ અને હર્ષની માતાના જણાવવા પ્રમાણે બાળકો નીચે રમતા હતા ત્યારે એક કૂતરાને બિસ્કીટ ખવડાવવાની જીદ કરી તેઓ માતાને દુકાન લઈ જઈ અને ઉધારમાં બિસ્કીટનું પેકેટ લીધું હતું અને ત્યારબાદ રમતા રમતા તેઓ ખાડા સુધી પહોંચ્યા હતા. જોકે બાળકો આ ખાડામાં નહાવા પડ્યા હતા કે અકસ્માતે પડી જવાથી આ ઘટના બની છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આ ચકચારીત ઘટના અંગે હવે ડુંગરા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં આગામી 6 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, દરિયો ન ખેડવા માછીમારોને સૂચના

આ પણ વાંચો: Bharuch : ધોધમાર વરસાદ થતા આમોદ પંથકમાં જળબંબાકાર! પ્રિ-મોન્સૂન કામગીરી પોલ ખુલી

આ પણ વાંચો: Transfer : નાણા વિભાગ હસ્તકના 11 કમિશનરની બદલી, અમરેલીમાં 85 નાયબ મામલતદારોની બદલી

Tags :
Advertisement

.

×