Varanasi ના આત્મ વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં આરતી ટાણે આગ, પુજારી સહિત 7 દાઝ્યા
- મંદિરમાં શણગાર કરવા માટે રૂનો ઉપયોગ કરાયો હતો
- આરતી દરમિયાન આગ લાગતા ઝડપથી પ્રસરી
- સમગ્ર ઘટનાને પગલે મંદિર પરિસરમાં અફરા-તફરી મચી જવા પામી હતી
Varanasi : ઉત્તર પ્રદેશના વારાણસી (UttarPradesh - Varanasi) માં શ્રાવણ પૂર્ણિમા નિમિત્તે આયોજિત આરતી દરમિયાન 'આત્મ વિશ્વેશ્વર મહાદેવ મંદિર'માં (Atma Vishweshwar Mahadev Temple Fire) આગ લાગવાથી ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા સાત લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. પોલીસે આ માહિતી આપી હતી.
મંદિર પરિસરમાં શણગાર માટે રૂનો ઉપયોગ કર્યો
આ ઘટના શનિવારે સાંજે આરતી દરમિયાન બની હતી. પોલીસે જણાવ્યું હતું કે, ઘાયલો સુરક્ષિત છે. ઘાયલોમાં બે-ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, બધા ખતરામાંથી બહાર છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના રાત્રે 8 વાગ્યે સપ્તર્ષિ આરતી દરમિયાન બની હતી, જ્યારે મંદિર પરિસરમાં (Atma Vishweshwar Mahadev Temple Fire) શણગાર માટે રૂનો ઉપયોગ કર્યો હતો તેમાં અચાનક આગ લાગી હતી. થોડી જ વારમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ.
આગ ઝડપથી ફેલાઈ ગઈ
મંદિરના પુજારી સહિત 30થી વધુ લોકો તે સમયે હાજર હતા. આ પછી અફરાતફરીના કારણે ભક્તો મંદિરમાંથી બહાર દોડી ગયા, પરંતુ આ સમય દરમિયાન ઘણા લોકો દાઝી ગયા. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, "દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે આત્મા વિશ્વેશ્વર મહાદેવ મંદિર (Atma Vishweshwar Mahadev Temple Fire) ને ખાસ શણગારવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે. આ વર્ષે અમરનાથ મંદિરના પ્રતીક તરીકે મંદિરને રૂથી શણગારવામાં આવ્યું હતું. આરતી દરમિયાન રૂમાં આગ લાગી અને તે ઝડપથી ફેલાઈ ગઈ."
નજીકના લોકો મદદ માટે દોડી આવ્યા
તેમણે કહ્યું, "જ્યારે આગ લાગી ત્યારે લગભગ 30 ભક્તો હાજર હતા. તેમને ફટાફટ બહાર કાઢવામાં આવ્યા, અને ઘણા લોકોને દાઝી જવાની ઇજાઓ થઈ." જ્યારે મંદિરમાં આગ લાગી, ત્યારે નજીકના લોકો મદદ માટે દોડી આવ્યા અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા. માહિતી મળતાં ચોક પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ અને બાઇક પર ફાયર વિભાગનું ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયું. પોલીસે જણાવ્યું કે સ્થાનિક લોકોએ સળગતા રૂ પર પાણી રેડીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. રાત્રે 9:40 વાગ્યા સુધીમાં ડિવિઝનલ હોસ્પિટલમાં બળી ગયેલા લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી હતી. ઘાયલ શ્રદ્ધાળુઓની સારવાર હાલમાં વારાણસીની કબીર ચૌરાહા ડિવિઝનલ હોસ્પિટલમાં ચાલી રહી છે.
આ પણ વાંચો ---- Delhi Accident: ચાણક્યપુરી પાસે થારચાલકે બે લોકોને કચડ્યા, એકનું મોત, કારમાંથી દારુની બોટલ મળી