Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Varanasi માં 51 હજાર દીવાઓથી લખાયું બટોગે તો કટોગે, જુઓ Video

Varanasi Dev Diwali 2024 : સીએમ યોગીએ સતત 3 મિનિટ સુધી શંખ ફૂંક્યો
varanasi માં 51 હજાર દીવાઓથી લખાયું બટોગે તો કટોગે  જુઓ video
Advertisement
  • દીવાઓ સાથે બટોગે તો કટોગે લખવામાં આવ્યું
  • સીએમ યોગીએ સતત 3 મિનિટ સુધી શંખ ફૂંક્યો
  • અદ્ભુત ક્ષણને જોવા માટે 15 લાખથી વધુ લોકો હાજર

Varanasi Dev Diwali 2024 : આજે દેશભરમાં Dev Diwali નો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. કારણ કે... દિવાળીના પાંચ દિવસોને જેમ Dev Diwaliનો પણ હિન્દુ ધર્મમાં દિવાળી માસમાં ખુબ જ મહત્વ છે. તો Dev Diwaliના દિવસે Varanasi માં ખુબ જ શાનદાર રીતે Dev Diwaliનું મંદિરોમાં આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ Dev Diwali ના દિવસે Varanasi માં એક ખાસ ઘટનાએ લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે.

દીવાઓ સાથે બટોગે તો કટોગે લખવામાં આવ્યું

Varanasi માં આ વર્ષે ઉજવવામાં આવેલ Dev Diwaliનો તહેવાર ખૂબ જ અલગ હતો. Varanasi માં આવેલા બાબુઆ પાંડે ઘાટ પર 51 હજાર દીવાઓ સાથે 'બટોગે તો કટોગે' લખવામાં આવ્યું હતું. આ દરમિયાન Varanasi માં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપપ્રમુખ જગદીપ ધનખર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ અહીં નમો ઘાટ પર પહેલો દીપ પ્રગટાવીને Dev Diwali 2024 કાર્યક્રમની શરૂઆત કરી.

Advertisement

આ પણ વાંચો: બિહારમાં ગુજરાતના લઠ્ઠાકાંડ જેવો કાંડ! એક પછી એક લોકોના મોત થઈ રહ્યા

Advertisement

સીએમ યોગીએ સતત 3 મિનિટ સુધી શંખ ફૂંક્યો

જોકે નમો ઘાટ વિશ્વનો સૌથી મોટો ઘાટ છે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ આનંદી બેન પટેલ, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી અને અન્ય મહાનુભાવોએ દીપ પ્રગટાવ્યા હતા. તે ઉપરાંત આજરોજ ગંગા કિનારે Dev Diwaliના આ કાર્યક્રમમાં કુલ 84 ઘાટ અને 700 મંદિરોમાં 25 લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમની શરૂઆતમાં સીએમ યોગીએ સતત 3 મિનિટ સુધી શંખ ફૂંક્યો હતો.

અદ્ભુત ક્ષણને જોવા માટે 15 લાખથી વધુ લોકો હાજર

Varanasi ના ઘાટ પર Dev Diwali પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં માતા ગંગાની મહા આરતી કરવામાં આવી હતી. અગાઉ સેનાની ત્રણેય પાંખોએ અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અહીં મોટી સંખ્યામાં આતશબાજી કરવામાં આવી હતી, તેને આકાશમાં જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઘાટ પર એકઠા થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ફ્રાન્સ અને ઈન્ડોનેશિયા સહિત લગભગ 40 દેશોના લોકો Varanasi માં Dev Diwali જોવા આવ્યા છે. આ અદ્ભુત ક્ષણને જોવા માટે 15 લાખથી વધુ લોકો હાજર હતા.

આ પણ વાંચો: જે લોકો માને છે મોદી મેજીક નબળું પડી રહ્યું, તે લોકો આ તસવીરો જુએ

Tags :
Advertisement

.

×