Vehicle Fitness Test: વાહનનો ફિટનેસ ટેસ્ટ વધુ મોંઘો થયો, જાણો હવે તમારે કેટલા ચૂકવવા પડશે?
- દેશભરમાં વાહન ફિટનેસ ટેસ્ટ (Vehicle Fitness Test) માટેની ફીમાં વધારો
- ભારત સરકારે જૂના વાહનો માટે ફિટનેસ ટેસ્ટ ફીમાં કર્યો વધારો
- જૂના વાણિજ્યિક વાહનો માટે ફિટનેસ ટેસ્ટ ફીમાં 10 ગણો વધારો
- જૂના વાહનોને પ્રદૂષણ ફેલાવતા અટકાવવા માટે ભર્યું પગલું
Vehicle Fitness Test: ભારત સરકારે દેશભરમાં વાહન ફિટનેસ ટેસ્ટ (Vehicle Fitness Test) માટેની ફીમાં વધારો કર્યો છે. 10 વર્ષ કે તેથી વધુ જૂના વાહનો માટે સૌથી વધુ ફિટનેસ ટેસ્ટ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ, સૌથી વધુ ફિટનેસ ફી 15 વર્ષથી વધુ જૂના વાહનો માટે હતી,પરંતુ સેન્ટ્રલ મોટર વાહન નિયમોમાં પાંચમા સુધારા પછી,એક નવું ફી માળખું રજૂ કરવામાં આવ્યું છે, જેમાં 10-15 વર્ષ, 15-20 વર્ષ અને 20 વર્ષથી વધુ જૂના વાહનો માટે ફિટનેસ ટેસ્ટની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.
ભારત સરકારે ફી કેમ વધારી?
ભારત સરકારે જૂના વાણિજ્યિક વાહનો માટે ફિટનેસ ટેસ્ટ ફીમાં 10 ગણો વધારો કર્યો છે. ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, LMV, HGV અને MGV માટે પણ ફી માળખામાં સુધારો કરવામાં આવ્યો છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય (MoRTH) અનુસાર, વાહન ફિટનેસ ટેસ્ટ ફીમાં આ વધારો ભારતીય રસ્તાઓ પરથી અસુરક્ષિત અને અત્યંત પ્રદૂષિત વાહનોને દૂર કરવા અને લોકોને વધુ કાર્યક્ષમ વાહનો સાથે બદલવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
વાહન ફિટનેસ ટેસ્ટ ફીમાં કેટલો વધારો થયો?
મોટર વાહન કાયદાના નવા નિયમો અનુસાર, 15 વર્ષથી ઓછા જૂના વાહનો માટે ફિટનેસ ટેસ્ટ ફીમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. ટુ-વ્હીલર વાહનો માટે રુ. 400, લાઈટ મોટર વાહનો માટે રુ. 600 અને મધ્યમ અને ભારે વાણિજ્યિક વાહનો માટે રુ.1,000 ચૂકવવા પડશે. નવા નિયમો અનુસાર, 15 વર્ષથી વધુ જૂના વાહનો માટે, ત્રણ પૈડાવાળા વાહનો માટે ₹600, ત્રણ પૈડાવાળા વાહનો માટે રુ. 400 થી રુ. 600 અને લાઈટ મોટર વાહનો (કાર) માટે રુ. 600 થી રુ. 1,000 ચૂકવવા પડશે. મધ્યમ માલ અથવા પેસેન્જર વાહનો માટે ₹1,800 અને ભારે માલ અથવા પેસેન્જર વાહનો (ટ્રક અથવા બસ) માટે રુ. 2,500 ચૂકવવા પડશે.
વાહનો જૂના થતાં થાય છે આ સમસ્યાઓ
નોંધનીય છે કે, વાહનો જૂના થતાં, તે સલામતી માટે વધુ જોખમી બને છે. આ સાથે તેમાથી નિકળતા પ્રદુષણના તત્વો પણ ખૂબ હાનીકારક બને છે. જૂના વાહનો અને વાણિજ્યિક વાહનો પણ જુના થતાં એન્જિન સંબંધિત સમસ્યાઓનો વિકાસ કરે છે.
આ પણ વાંચો : Upcoming SUV Cars: આગામી ત્રણ વર્ષમાં ભારતમાં લોન્ચ થશે ટોચની 4 SUVs, ટાટા અને મહિન્દ્રાના લેટેસ્ટ મોડલો સામેલ


