Veraval : 15 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારા નરાધમને કોર્ટે ફટકારી આકરી સજા
- પોક્સો કેસમાં Veraval કોર્ટનો સરાહનીય ચુકાદો
- દુષ્કર્મનાં આરોપીને ફટકારી 20 વર્ષની આકરી સજા
- આરોપીએ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું
રાજ્યમાં દુષ્કર્મનાં આરોપીઓને કડક સજા થાય અને પીડિતાને ઝડપી ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનાં નિર્ણય લેવામાં આવ્યા છે. રાજ્યમાં દુષ્કર્મનાં કેટલાક કેસોમાં આરોપીઓને કડક સજા કરવામાં આવી છે. ત્યારે વધુ એક દુષ્કર્મીને 20 વર્ષની સખત સજા ફટકારવામાં આવી છે. વેરાવળની કોર્ટે (Veraval Court) આ સરાહનીય ચુકાદો આપ્યો છે.
આ પણ વાંચો - Kirti Patel નાં આરોપો સામે Rajdeep Singh Ribda ની પ્રતિક્રિયા! જાણો શું કહ્યું ?
સગીરા સાથે અવારનવાર મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરતો
પ્રાપ્ત માહિતી અનુસાર, વેરાવળમાં (Veraval) 15 વર્ષની સગીરાને આરોપી સેજાદ ઇકબાલ રહેમાનશા શાહમદારે પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપીને અપહરણ કર્યું હતું. ત્યાર બાદ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં વર્ષ 2019 માં આરોપી સેજાદ ઇકબાલ રહેમાનશા શાહમદાર વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કોર્ટમાં કેસ ચાલી જતાં કોર્ટે જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાની દલીલો સાંભળી હતી અને 36 જેટલી જુબાનીઓ અને દસ્તાવેજી પુરાવાનાં આધારે સરાહનીય ચુકાદો આપ્યો છે.
આ પણ વાંચો - Bhavnagar : હૈયું કંપાવે એવી ઘટના! 4 અને 9 વર્ષની પુત્રીને આગ ચાંપી, માતાએ કર્યો આપઘાતનો પ્રયાસ!
કોર્ટે આરોપીને દોષી ઠેરવી 20 વર્ષની સખત જેલની સજા ફટકારી
વેરાવળની કોર્ટનાં જજ જે.જે. પંડ્યા દ્વારા સુનાવણી હાથ ધરી તમામ દલીલો અને દસ્તાવેજો તપાસી પોકસોનાં આરોપીને દોષી ઠેરવી 20 વર્ષની સખત જેલની સજા ફટકારી હતી અને સાથે જ આરોપીને રૂ. 5 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. સરકારી વકીલનાં જણાવ્યા અનુસાર, આરોપીએ 4 ઓક્ટોબર 2019 નાં રોજ સગીરાને લગ્નની લાલચ આપીને અપહરણ કર્યું હતું અને ત્યાર બાદ તેની પર અવારનવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
આ પણ વાંચો - Navsari - સુરત સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3 મિત્રોનાં કમકમાટીભર્યા મોત


