Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિગ્ગજ ફિલ્મ નિર્માતા Subhash Ghai ની અચાનક તબિયત લથડી

ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ ICUથયા દાખલ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ સુભાષ ઘાઈની તબિયત લથડી Subhash Ghai admitted ICU : દિગ્ગજ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ (Subhash Ghai) ને મુંબઈની લીલાવતી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર, ઘાઈને શ્વાસ...
દિગ્ગજ ફિલ્મ નિર્માતા subhash ghai ની અચાનક તબિયત લથડી
Advertisement
  • ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ ICUથયા દાખલ
  • મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ
  • સુભાષ ઘાઈની તબિયત લથડી

Subhash Ghai admitted ICU : દિગ્ગજ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ (Subhash Ghai) ને મુંબઈની લીલાવતી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર, ઘાઈને શ્વાસ લેવામાં તકલીફ, નબળાઈ, વારંવાર ચક્કર આવવા, યાદશક્તિમાં ઘટાડો અને બોલવામાં તકલીફ થવાને કારણે બુધવારે સાંજે હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, ઘાઈના પ્રતિનિધિએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ફિલ્મ નિર્માતાને નિયમિત તપાસ માટે દાખલ કરવામાં આવ્યા હતા.

સુભાષ ઘાઈ આઈસીયુમાં દાખલ

સુભાષ ઘાઈને બુધવારે ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં પ્રખ્યાત ન્યુરોલોજીસ્ટ ડૉ. વિનય ચૌહાણ, કાર્ડિયોલોજિસ્ટ ડૉ. નીતિન ગોખલે અને પલ્મોનોલોજિસ્ટ ડૉ. જલીલ પારકર તેમની દેખરેખ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને આશા છે કે તેમને ટૂંક સમયમાં આઈસીયુમાંથી સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે.

Advertisement

આ પણ  વાંચો -Allu Arjun બની જશે અત્યાર સુધીનો સૌથી વધુ નફરત કમાનાર વ્યક્તિ!

Advertisement

ઘાઈના પ્રતિનિધિએ આપ્યું નિવેદન

ઘાઈના પ્રતિનિધિ દ્વારા કહેવામાં આવ્યું છે કે, 'અમે જણાવવા માંગીએ છીએ કે સુભાષ ઘાઈ બિલકુલ ઠીક છે. તેમને નિયમિત ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. તમારા બધાના પ્રેમ અને ચિંતા બદલ આભાર.

 

View this post on Instagram

 

A post shared by SG (@subhashghai1)

ઘણી જાણીતી ફિલ્મ ડાયરેક્ટ કરી છે

ગત મહિને, 79 વર્ષીય દિગ્દર્શકે પત્રકાર અને લેખક સુવીન સિન્હા દ્વારા સહ-લેખિત 'કર્મ ચાઈલ્ડ' નામની તેમની આત્મકથા લોન્ચ કરી હતી. સુભાષ ઘાઈએ 'રામ લખન', 'ખલનાયક', 'પરદેશ', 'તાલ' જેવી ઘણી જાણીતી ફિલ્મો આપી છે.

આ પણ  વાંચો -કપૂર પરિવારની આ દીકરીને પતિએ હનીમૂનમાં મિત્રો સાથે સુવા કર્યું હતું દબાણ

સુભાષ ઘાઈની તબિયતમાં સુધારો

સુભાષ ઘાઈના સ્વાસ્થ્યને લઈને વધુ એક સમાચાર સામે આવ્યા છે, જેમાં તેમના નજીકના મિત્રએ એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું કે સુભાષ ઘાઈ બિલકુલ સ્વસ્થ છે અને તેમને માત્ર રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમામ ચાહકોનો આભાર વ્યક્ત કરતા તેણે કહ્યું કે દિગ્દર્શક પહેલા કરતા વધુ સારું અનુભવી રહ્યો છે.સુભાષ ઘાઈએ તેમની કારકિર્દીમાં 16 ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે, જેમાંથી ઘણીએ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું. તેને ફિલ્મ ‘ઇકબાલ’ માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. સુભાષ ઘાઈ માત્ર એક મહાન દિગ્દર્શક જ નથી પણ એક પ્રેરણાદાયી નિર્માતા પણ છે જેમણે ઘણા નવા કલાકારોને તક આપી અને તેમની કારકિર્દીને નવી દિશા આપી.

Tags :
Advertisement

.

×