Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VIDEO: રામલીલામાં રામજીનું પાત્ર ભજવતા અચાનક ઢળી પડ્યો કલાકાર, થયું મોત

દિલ્હી શાહદરા વિસ્તારની ઘટના રામનું પાત્ર ભજવતા કલાકારને આવ્યો હાર્ટએટેક હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યો વિશ્વકર્મા નગર વિસ્તારનો રહેવાસી હતો VIDEO:દિલ્હી(Delhi)ના શાહદરા વિસ્તારમાં નવરાત્રીના અવસર પર રામલીલાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. આમાં ભગવાન રામનું પાત્ર ભજવી રહેલા અભિનેતા(Artist)ને...
video  રામલીલામાં રામજીનું પાત્ર ભજવતા અચાનક ઢળી પડ્યો કલાકાર  થયું મોત
Advertisement
  • દિલ્હી શાહદરા વિસ્તારની ઘટના
  • રામનું પાત્ર ભજવતા કલાકારને આવ્યો હાર્ટએટેક
  • હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યો
  • વિશ્વકર્મા નગર વિસ્તારનો રહેવાસી હતો

VIDEO:દિલ્હી(Delhi)ના શાહદરા વિસ્તારમાં નવરાત્રીના અવસર પર રામલીલાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. આમાં ભગવાન રામનું પાત્ર ભજવી રહેલા અભિનેતા(Artist)ને અચાનક છાતીમાં દુ:ખાવો થયો, જેના પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. તબીબોએ તેને મૃત(Death) જાહેર કર્યો હતો. મૃતકની ઓળખ સુશીલ કૌશિક તરીકે થઈ છે, જે વિશ્વકર્મા નગર વિસ્તારનો રહેવાસી હતો. સુશીલ વ્યવસાયે પ્રોપર્ટી ડીલર હતો.

સમગ્ર ઘટનાનો વીડિયો

આ ઘટનાનો વીડિયો (VIDEO)પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે સુશીલ કૌશિક ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો છે અને યોગ્ય રીતે ડાયલોગ્સ બોલી રહ્યો છે. રામલીલામાં આ સમય દરમિયાન ભગવાન રામ કોઈને પ્રાર્થના કરી રહ્યા છે, પરંતુ તે દરમિયાન તેમને તેમના હૃદયમાં દુખાવો થાય છે અને તેઓ તેમના હૃદય પર હાથ રાખે છે. અચાનક તે સ્ટેજ પરથી પાછો ફરે છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Mumbai Chembur Fire: મુંબઈની એક ઈમારતમાં ભીષણ આગ! 2 બાળકો સહિત 5 જીવતાં ભડથું

પોલીસે નિવેદનમાં શું કહ્યું

પોલીસના જણાવ્યા અનુસાર સુશીલ કૌશિકને સ્ટેજ પર જ હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 45 વર્ષીય સુશીલ કૌશિક વ્યવસાયે પ્રોપર્ટી ડીલર હતા, પરંતુ તે ભગવાન રામના ભક્ત હતા અને રામલીલામાં ભગવાન રામની ભૂમિકા ભજવતા હતા.

આ પણ  વાંચો-મા દુર્ગાની ધરામાંથી હ્રદય કંપાવતી હાલતમાં બાળકીનો મૃતદેહ મળ્યો!

કલાકાર શાહદરાના વિશ્વકર્મા નગરનો રહેવાસી હતો.

દિલ્હી પોલીસે જણાવ્યું કે સ્વર્ગસ્થ એસકે કૌશિકનો પુત્ર સુશીલ કૌશિક શાહદરાના વિશ્વકર્મા નગર વિસ્તારના શિવ ખંડનો રહેવાસી હતો. ભગવાન રામનું પાત્ર ભજવતી વખતે અચાનક જ હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું. આ રામલીલાનું આયોજન જય શ્રી રામલીલા વિશ્વકર્મા નગર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Tags :
Advertisement

.

×