Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viral : લંડનની ગલીઓમાં પાન-મસાલાની પીચકારીથી શહેરની સુંદરતા ખરડાઇ

Viral : સ્થાનિકોનું ભારપૂર્વક માનવું છે કે, આ સ્થળ નજીક તમાકુ અને પાન મસાલાનું વેચાણ કરતી દુકાનો મોટી સંખ્યામાં આવેલી છે, જેથી આમ થાય છે
viral   લંડનની ગલીઓમાં પાન મસાલાની પીચકારીથી શહેરની સુંદરતા ખરડાઇ
Advertisement
  • લંડનની શેરીઓમાં પાન-મસાલાની પીચકારીઓથી ગંદકી
  • સ્થાનિકોએ ભારતીયોને જવાબદાર ઠેરવ્યા
  • ભારતમાં આ પ્રકારના દ્રશ્યો સામાન્ય રીતે સર્જાયા હોય છે
  • પાનમસાલાના શોખીનો દુનિયાભરમાં વસવાટ કરે છે, આંગણી માત્ર ભારતીયો પર જ કેમ..?

Viral : લંડન (Landon) ની ગલીઓમાં તમાકુ અને પાન મસાલા ખાઈને થૂંકવાથી (Pan Masala Spitting) શહેરની સુંદરતા હણાઇ હોય તે વાતની સાબિતી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ (Social Media Viral Video) થઈ રહ્યો છે. રેનર્સ લેનથી નોર્થ હૈરો સુધીમાં રોડ સાઇડમાં આ પ્રકારે પીચકારી મારી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં કચરાપેટીઓ, ફૂટપાથ અને રસ્તાઓ પર લાલ રંગના નિશાન સ્પષ્ટ પણે જોવા મળી રહ્યા છે. સ્થાનિકોનું ભારપૂર્વક માનવું છે કે, આ સ્થળ નજીક તમાકુ અને પાન મસાલાનું વેચાણ કરતી દુકાનો મોટી સંખ્યામાં આવેલી છે. અહેવાલ અનુસાર, લોકોએ નોર્થ હૈરોમાં નવી પાનની દુકાન ધારકો વિરૂદ્ધ અરજી દાખલ કરી છે. સ્થાનિકોમાં ચિંતા છે કે, આનાથી પાન મસાલા અને તમાકુ ચાવીને જ્યાં ત્યાં બેફામ થૂંકવાની સમસ્યા વધશે. તે બિનઆરોગ્યપ્રદ સ્થિતીનું નિર્માણ કરશે, સાથે જ શહેરની સુંદરતા માટે પણ જોખમી છે.

આપણા લોકો આખી દુનિયામાં આવું કરી રહ્યા છે

સોશિયલ મીડિયા પર વીડિયો (Social Media Viral Video) વાયરલ થયા પછી લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આ મામલે ખાસ કરીને સ્થાનિકોના નિશાને ભારતીય સમુદાયના લોકો છે,. અને આ માટે તેમને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. એક યુઝર્સે કોમેન્ટ કરી કે, ‘ગુજરાતી અને પંજાબી લોકો યુકેમાં મુશ્કેલી ઉભી કરી રહ્યા છે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું કે, ભારતની છબી બગાડવાની જરૂર નથી, આપણા લોકો આખી દુનિયામાં આવું કરી રહ્યા છે. તેથી ભારતીયોની ગરિમા ઘટી રહી છે. અન્ય એક યુઝર્સે પોતાની ટિપ્પણીમાં કટાક્ષ કરતા કહ્યું કે, ‘બ્રિટીશ લોકોએ ભારત પર કબજો કર્યો, હવે ભારતીયો બ્રિટન પર કબજો કરી રહ્યા છે.’

Advertisement

તંત્ર તેને ડામવા શું પગલાં લે છે

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીયો વિશ્વભરમાં વસવાટ કરે છે. તમાકુ અને પાન મસાલા ખાઇને જ્યાં ત્યાં પીચકારી (Pan Masala Spitting) મારીને ગંદકી કર્યાના દ્રશ્યો આપણે દેશમાં સામાન્ય છે. જો કે, લંડનમાં સર્જાયેલી પરિસ્થિતી માટે માત્ર ભારતીયોને જ જવાબદાર ગણવા યોગ્ય નથી. પાન મસાલા અને તમાકુના શોખીનો દુનિયાભરમાં છે. જો કે, હવે આ મામલો સોશિયલ મીડિયા મારફતે સપાટી પર આવ્યા બાદ સ્થાનિક તંત્ર તેને ડામવા શું પગલાં લે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે.

Advertisement

આ પણ વાંચો ---- Dulha Dulhan Video: લગ્નના સ્ટેજ પરથી વરરાજાએ કર્યું એવું કામ,સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

Tags :
Advertisement

.

×