Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VocalForLocal ની ઝૂંબેશમાં સેલિબ્રિટી જોડાયા, લખ્યું, 'નાની દુકાનધારક પાસે મોટું દિલ હોય'

આ વર્ષે દિપાવલી પર્વ પર સરકાર દ્વારા સ્વદેશી ખરીદી કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ત્યારે સ્વદેશી ખરીદીને પ્રોત્સાહન આપવા માટે સેલિબ્રિટી પણ જોડાયા છે. એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીથી લઇને સંગીતરાક શંકર મહાદેવન સુધી અનેકે પોતાના સોશિયલ મીડિયા પર #VocalForLocal અને #Swadeshi અંગે પ્રોત્સાહક સંદેશા લખ્યા છે. અને લોકોને સ્થાનિક વેપારી પાસેથી ખરીદી કરવાની અપીલ કરવામાં આવી છે.
vocalforlocal ની ઝૂંબેશમાં સેલિબ્રિટી જોડાયા  લખ્યું   નાની દુકાનધારક પાસે મોટું દિલ હોય
Advertisement
  • સ્થાનિક વેપારને પ્રોત્સાહન આપવા સેલિબ્રિટી જોડાયા
  • સ્થાનિક વેપારી પાસેથી ખરીદી કરવા પર ભાર મુક્યો
  • સરકાર પણ સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે

Celebs Vocal for Local Message : દિવાળી (Diwali - 2025) ફક્ત રોશની અને મીઠાઈઓનો તહેવાર નથી, પણ "પ્રિયજનો સાથે જોડાવાનો" અને "પ્રિયજનો સાથે ખુશીઓ વહેંચવાનો" સમય પણ છે. આ વર્ષે, ઘણા બોલિવૂડ સેલિબ્રિટીઓએ #VocalForLocal અને #Swadeshi ને પ્રોત્સાહન આપતા સોશિયલ મીડિયા પર સુંદર સંદેશાઓ (Celebs Vocal for Local Message) શેર કર્યા છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા તેમના વીડિયો અને પોસ્ટ્સે દિલ જીતી લીધા છે અને દરેકને આ દિવાળી પર ફક્ત સામાન નહીં, પણ પોતાનાપણાની ભાવના ખરીદવાની યાદ અપાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

તૃપ્તિ ડિમરી (Tripti Dimri)

નેશનલ ક્રશ અને "એનિમલ" ફેમ અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે કે, "એવી જગ્યાઓ પરથી ખરીદી કરવામાં કંઈક ખાસ છે, જ્યાં લોકો તમારું નામ, તમારી રુચિ અને તમારી શૈલી જાણે છે. આ દિવાળીએ, હું સ્થાનિક વસ્તુઓને પસંદ કરી રહી છું કારણ કે, દરેક નાની દુકાનધારક પાસે મોટું દિલ હોય છે." તૃપ્તિનો સંદેશ (Celebs Vocal for Local Message) હૃદયસ્પર્શી છે, અને દર્શાવે છે કે, સ્થાનિક વ્યવસાયો ફક્ત દુકાનો નથી, તે સંબંધની શરૂઆત છે.

Advertisement

માધુરી દિક્ષિત (Madhuri Dixit)

ધક-ધક ગર્લ માધુરી દિક્ષિતે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં (Celebs Vocal for Local Message) લખ્યું કે, "જ્યારે પ્રિયજનો સાથે ખુશીઓ વહેંચવામાં આવે છે ત્યારે દિવાળીનો પ્રકાશ પૂર્ણ લાગે છે. ચાલો આપણી સ્થાનિક દુકાનો અને આપણા લોકોનું સમર્થન કરીએ અને સાથે મળીને ખુશીનો પ્રકાશ ફેલાવીએ."

Advertisement

રુપાલી ગાંગુલી (Rupali Ganguly)

લોકપ્રિય ટીવી સ્ટાર રૂપાલી ગાંગુલીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં (Celebs Vocal for Local Message) લખ્યું કે, "એક તહેવારથી બીજા તહેવાર સુધી, આપણી સ્થાનિક દુકાનદારોની હૂંફ ક્યારેય ઓછી થતી નથી. આ વખતે, ચાલો ત્યાંથી, આપણા પ્રિયજનો પાસેથી ખરીદી કરીએ. ચાલો ભારતની ઉજવણી કરીએ અને બનીએ #VocalForLocal"

સુનિલ ગ્રોવર (Sunil Grover)

હાસ્ય કલાકાર સુનિલ ગ્રોવરે (Celebs Vocal for Local Message)લખ્યું, "આ દિવાળીએ બધું નવું ખરીદવું જરૂરી નથી, આપણા લોકો પાસેથી ખરીદવું મહત્વપૂર્ણ છે. સ્થાનિક લોકો પાસેથી ખરીદો, સ્થાનિકોને સ્મિત આપો અને સ્થાનિક રીતે ઉજવણી કરો!" તેઓની શૈલી હંમેશની જેમ આકર્ષક હતી, અને સંદેશ સ્પષ્ટ હતો: સ્થાનિક ખરીદો, સ્થાનિક સ્મિત વહેંચો.

શંકર મહાદેવન (Shankar Mahadevan)

સંગીતના ઉસ્તાદ શંકર મહાદેવને (Celebs Vocal for Local Message) લખ્યું, "દરેક મીઠાઈ તમારા વતનની દુકાનમાંથી આવે ત્યારે તે વધુ સારી બને છે. આ દિવાળીએ, #VocalForLocal સાથે તમારી ખુશીનો સૂર સેટ કરો."

આ પણ વાંચો ----- વન નાઈટ સ્ટેંડમાં પ્રેગ્નેંટ થઈ ગઈ હતી એક્ટ્રેસ, 30 વર્ષની ઉંમરે કરાવ્યો હતો ગર્ભપાત

Tags :
Advertisement

.

×