Asaduddin Owaisi : 'ગાંધીજીની જેમ હું પણ આ બિલ ફાડું છું...' વક્ફ સુધારા બિલ સામે ઓવૈસીનો વિરોધ
- લોકસભામાં Waqf Amendment Bill રજૂ કરવામાં આવ્યું
- AIMIM વડા અસદુદ્દીન ઓવૈસીએ બિલનો કર્યો ઉગ્ર વિરોધ
- તેમણે કહ્યું કે, 'હું પણ ગાંધીજીની જેમ આ કાયદો ફાડુ છું'
વકફ સુધારા બિલ-2024 (Waqf Amendment Bill) લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. દરમિયાન, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના (AIMIM) વડા અસદુદ્દીન ઓવૈસીએ (Asaduddin Owaisi) વકફ સુધારા બિલનો વિરોધ કર્યો હતો અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. બિલનો વિરોધ કરતી વખતે તેમણે કહ્યું, 'ગાંધીજી સમક્ષ જ્યારે એવો એક કાયદો લાવવામાં આવ્યો જે તેમણે સ્વીકાર્યો ન હતો અને તેમણે કહ્યું હતું કે હું તે કાયદો સ્વીકારતો નથી, હું તેને ફાડુ છું, તેથી હું પણ ગાંધીજીની જેમ આ કાયદો ફાડુ છું.'
આ પણ વાંચો - Waqf Bill : વિરોધ કરનારા વિપક્ષ પર અમિત શાહના પ્રહાર,કહ્યું-શું તમે કોઈ મસ્જિદ કે..!
વકફ બિલ મુસ્લિમો સાથે અન્યાય છે : અસદુદ્દીન ઓવૈસી
AIMIM નાં વડા અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં (Lok Sabha) વક્ફ સુધારા બિલનો વિરોધ કરતા કહ્યું કે, દેશમાં મુસ્લિમો સાથે અન્યાય થઈ રહ્યો છે અને આ કલમ 25 અને 26 નું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે, મસ્જિદો અને મદરેસાને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. વકફ બિલ મુસ્લિમો સાથે અન્યાય છે. તેનો હેતુ મુસ્લિમોને અપમાનિત કરવાનો છે અને હું ગાંધીની જેમ વકફ બિલ ફાડું છું. આ ગેરબંધારણીય છે.
#WATCH | Delhi | AIMIM Chief Asasuddin Owaisi tears the copy of #WaqfAmendmentBill during his remarks in the ongoing debate in the Lok Sabha pic.twitter.com/9P4ZfZUDKE
— ANI (@ANI) April 2, 2025
આ પણ વાંચો - Waqf Bill: અખિલેશે BJP અધ્યક્ષની પસંદગી અંગે કર્યો કટાક્ષ,અમિત શાહએ પણ આપ્યો જોરદાર જવાબ
'હું ગાંધીજીની જેમ આ બિલ ફાડી રહ્યો છું'
ઓવૈસીએ (Asaduddin Owaisi) કહ્યું, 'જ્યારે ગાંધીજી (Mahatma Gandhi) સમક્ષ એક કાયદો લાવવામાં આવ્યો, જેને તેમણે સ્વીકાર્યો નહીં, ત્યારે તેમણે કહ્યું હતું કે, હું તે કાયદો સ્વીકારતો નથી, હું તેને ફાડું છું, તેથી હું પણ ગાંધીજીની જેમ આ કાયદો ફાડુ છું.' આ પછી તેમણે બે પાનાં અલગ કરી દીધા, જેની વચ્ચે સ્ટેપર લાગેલું હતું. હૈદરાબાદનાં (Hyderabad) સાંસદ ઓવૈસીએ કહ્યું, 'વકફ એક ધાર્મિક સંસ્થા છે. કેન્દ્ર સરકાર અહીં ખોટી માહિતી આપી રહી છે. વકફ બિલ (Waqf Amendment Bill-2024) ભારતની આસ્થા પર હુમલો છે. આ કાયદાનો સ્ત્રોત કલમ 26 છે. જ્યારે હિન્દુઓ, બૌદ્ધો, જૈનોને આ સ્વતંત્રતા આપવામાં આવી છે, તો પછી તમે તેને મુસ્લિમો પાસેથી કેવી રીતે છીનવી શકો છો."
આ પણ વાંચો - Waqf Bill: વકફ સુધારા બિલથી મુસલમાનોને ફાયદો કે નુકસાન?


