Atul Subhash નો કેટલો હતો પગાર? ભરણ પોષણ પેટે કેટલા પૈસા ચુકવતો હતો
- Atul Subhash નો અડધો પગાર ભરણપોષણમાં જતો હતો
- પરિવારે કહ્યું માત્ર બાળકના ભરણ પોષણના નામે 40 હજાર રૂપિયા
- પત્નીનો પરિવાર સતત રૂપિયા વધારવા માટે દબાણ કરતો રહેતો હતો
Atul Subhash : અતુલ સુભાષના કાકા પવન કુમારે આક્ષેપ કર્યો કે, તેમના ભત્રીજાને પૈસા માટે પરેશાન અને પ્રતાડિત કરવામાં આવતો હતો. તેની પત્ની તથા ન્યાયાધીશે વારંવાર તેને અપમાનિત કર્યો હતો.
સુભાષનો અડધો પગાર પત્ની પાસે જતો
સોફ્ટવેર એન્જિનિયર રહેલા અતુલ સુભાષ અંગે મોટા ખુલાસાઓ થઇ રહ્યા છે. હવે તેમના વકીલે જણાવ્યું કે, સુભાષના પગારનો લગભગ અડધો હિસ્સો તેમના પુત્રને ભરણપોષણ માટે આપવામાં આવતો હતો. જે ફેમિલી કોર્ટનો આદેશ હતો. એન્જિનિયરની આત્મહત્યા પહેલા પત્ની નિકિતા સિંઘાનિયા સહિત સમગ્ર શ્વસુર પક્ષના અનેક લોકો પર વીડિયો દ્વારા ગંભીર આક્ષેપો કર્યા હતા.
આ પણ વાંચો : BZ Group Scam : કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આદિજાતી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિનાં નાણા પણ ચાઉં કર્યા!
કોર્ટના આદેશના કારણે આત્મહત્યા નહોતી કરી
એક સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર ફેમિલી કોર્ટમાં અતુલ સુભાષ તરફથી હાજર થયેલા વકીલ દિનેશ મિશ્રાએ જણાવ્યું કે, આત્મહત્યાનું કારણ કોર્ટનો આદેશ નહોતો. તેમણએ જણાવ્યું કે, અતુલે ન્યાય વ્યવસ્થાની સાથે પોતાનો સાચો અનુભવ શેર કર્યો છે અને ન તો કોર્ટ કે ન તો જજની કોઇ પણ પ્રકારની તેમાં ભૂલ છે.
અતુલનો માસિક પગાર 84 હજાર રૂપિયા હતો
રિપોર્ટ અનુસાર વકીલે કહ્યું કે, બેંગ્લુરુમાં અતુલનો માસિક પગાર 84 હજાર રૂપિયા હતો. જુલાઇમાં ઉત્તર પ્રદેશના જોનપુરની ફેમિલી કોર્ટે અતુલના બાળકો માટે દર મહિન 40 હજાર રૂપિયાનું ભરણપોષણ આપવાનો આદેશ કર્યો હતો. વકીલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ આદેશ ખાસ રીતે બાળકોના ખર્ચ માટે હતો અને તેમાં પત્ની માટે કોઇ પણ પ્રકારના પ્રાવધાનનો સમાવેશ થતો નહોતો.
આ પણ વાંચો : "One Nation, One Election" બીલને કેબિનેટની મંજૂરી, સંસદમાં રજૂઆતનો માર્ગ ખુલ્યો!
વકીલે કહ્યું આદેશ અયોગ્ય લાગ્યો તો હાઇકોર્ટમાં પડકારી શકાય
ચેનલ સાથેની વાતચીતમાં મિશ્રાએ કહ્યું કે, અતુલને કદાચ જ લાગ્યું હશે કે 40 હજાર રૂપિયા ઘણા વધારે હતા. જો તેમને લાગ્યું કે, રકમ વધારે છે તો તેમને આદેશને હાઇકોર્ટમાં પડકારવો જોઇતો હતો. કથિત રીતે દર મહિને તેમની પાસે 44 હજાર રૂપિયા બચતા હતા. જેની મદદથી તેઓ પોતનું બેંગ્લુરૂ ખાતેનો ખર્ચ અને ગામડે રહેતા તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
અતુલની પત્ની સારા પરિવારમાંથી હોવાનો બચાવ
વકીલે કહ્યું કે, અતુલની પત્ની પણ સારા પરિવારમાંથી આવતી હતી અને સારુ કમાતી હતી માટે કોર્ટે તેના માટે કોઇ ભરણપોષણનો આદેશ આપ્યો નહોતો. ચેનલ સાથેની ચર્ચામાં વકીલે કહ્યું કે, જો કોઇ વ્યક્તિ પોતાનો જીવ લે છે તો કાયદો વ્યવસ્થાને જવાબદાર ન ઠેરવવા જોઇએ. તેમણે કહ્યું કે, કોર્ટે આ ચુકાદો આપતા નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યું છે. તેમણે આત્મહત્યાની આ ઘટના અંગે દુખ પણ વ્યક્ત કર્યું છે.
આ પણ વાંચો : Delhi માં કેજરીવાલનું મહિલા સશક્તિકરણનું વચન, મળશે દર મહિને 2100 રૂપિયા!
શું બોલ્યો અતુલનો પરિવાર
PTI ભાષા સાથે વાતચીતમાં સુભાષના કાકા પવન કુમારે આરોપ લગાવ્યો કે, તેમના ભત્રીજાને પૈસા માટે પરેશાન કરવામાં આવતો હતો. આ ઉપરાંત તેને પ્રતાડિત પણ કરવામાં આવતો હતો. તેની પત્ની તથા ન્યાયાધીશે પણ તેને અપમાનિત કર્યા હતા.
કાકાએ આક્ષેપ કર્યો કે, જે કાંઇ પણ થયું તે ખુબ જ દુર્ભાગ્યપુર્ણ છે. તેઓ કેસ હારી રહ્યા હતા (જે તેની પત્નીએ દાખલ કર્યો હતો) તેને પ્રતાડિત કરવામાં આવતો હતો. પત્ની અને સસુરાલના લોકો તેની પાસે સતત રૂપિયા માંગતા રહેતા હતા. પોતાની હેસિયર અનુસાર તે બાળકને ભરણ પોષણના રૂપિયા આપતો હતો.
સિંઘાનિયા પરિવાર સતત પૈસા પડાવતો હતો
શરૂઆતમાં પરિવારે 40 હજાર રૂપિયા પ્રતિમાસની માંગ કરી હતી, ત્યાર બાદ તેને બમણી કરી અને ત્યાર બાદ તે સુભાષને 1 લાખ રૂપિયા આપવાનું કહેવા લાગ્યા હતા. કુમારે આરોપ લગાવ્યો કે, સુભાષની પત્ની અને તેના સસુરાલના લોકો બાળકનાં ભરણપોષણના નામે પૈસા પડાવતા હતા.
આ પણ વાંચો : Surat : દીકરીઓની છેડતી કરનારા ઇસમને પોલીસે બરોબરનો પાઠ ભણાવ્યો!


