'કાકાએ ઓશીકાથી મારું મોં દબાવ્યું ત્યારે મેં શ્વાસ લેવાનું બંધ કરી મૃત હોવાનો ડોળ કર્યો', ટ્રિપલ મર્ડર કેસમાં બચી ગયેલા સગીરનો દાવો
- કોલકાતામાં ટ્રિપલ મર્ડરમાં બચી ગયેલા સગીર છોકરાનુ સ્ફોટક નિવેદન
- હત્યાની રાત્રે કાકાએ તેને મારવા માટે ઓશિકાથી તેનુ મોં દબાવ્યું હતુ
- બચી ગયેલા ત્રણ બાળકો હાલ રાજ્યની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ
Kolkata triple murder case : સગીરે કહ્યું કે તે નિયમિતપણે યોગ કરતો હતો, તેથી ઊંઘની ગોળીઓ સાથે ખીર ભેળવીને ખાધા પછી પણ તેને કંઈ થયું નહીં. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેના કાકાએ તેને મારવા માટે ઓશીકા વડે તેનું મોં અને નાક દબાવ્યું હતું. પરંતુ તેણે લાંબા સમય સુધી તેનો શ્વાસ રોકી રાખ્યો, જાણે તે ખરેખર મરી ગયો હોય.
સગીરનુ સ્ફોટક નિવેદન
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ટ્રિપલ મર્ડરમાં બચી ગયેલા સગીર છોકરાએ રાજ્ય બાળ સુરક્ષા આયોગ સમક્ષ સ્ફોટક નિવેદન આપ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હત્યાની રાત્રે કાકાએ તેને મારવા માટે ઓશિકાથી તેનુ મોં દબાવ્યું હતું. કિશોરે આ વાત 19 ફેબ્રુઆરીએ કોલકાતાના ટાંગરા વિસ્તારમાં થયેલા ત્રિપલ મર્ડરના સંબંધમાં કહી હતી.
મૃત્યુ સિવાય બીજો કોઈ રસ્તો નથી બચ્યો
કમિશનના સલાહકાર અનન્યા ચક્રવર્તીની આગેવાનીમાં રાજ્ય બાળ સુરક્ષા આયોગના બે સભ્યો કોલકાતાની એનઆરએસ હોસ્પિટલમાં સગીરને મળવા ગયા હતા. આ ઘટનામાં બચી ગયેલા ત્રણ બાળકો હાલ આ રાજ્યની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કમિશનના સલાહકાર અનન્યા ચક્રવર્તીએ જણાવ્યું કે, સગીરે કહ્યું કે તેના પિતા અને કાકા આર્થિક નુકસાન અને દેવાના કારણે માનસિક રીતે ભાંગી પડ્યા છે. આ ઘટનાના બે દિવસ પહેલા તેણે તેના પિતા પ્રસુન ડેને કહેતા સાંભળ્યા હતા કે, હવે લેણદારો અમારી પાછળ આવશે. મૃત્યુ સિવાય બીજો કોઈ રસ્તો નથી બચ્યો. આ પછી એક સંપૂર્ણ યોજના બનાવવામાં આવી.
આ પણ વાંચો : હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને ભૂસ્ખલનથી હાહાકાર! રસ્તાઓ બંધ, ઘણા વાહનો પાણીમાં ગરકાવ
કાકાએ ઓશીકા વડે મોં દબાવ્યું
અનન્યા ચક્રવર્તીએ જણાવ્યું કે, સગીરે કહ્યું કે તે નિયમિત રીતે યોગ કરતો હતો, તેથી ઊંઘની ગોળીઓ સાથે ખીર મિક્ષ કરીને ખાધા પછી પણ તેને કંઈ થયું નહીં. તેણે દાવો કર્યો હતો કે તેના કાકાએ તેને મારવા માટે ઓશીકા વડે તેનું મોં અને નાક દબાવ્યું હતું. પરંતુ તેણે લાંબા સમય સુધી તેનો શ્વાસ રોકી રાખ્યો, જાણે તે ખરેખર મરી ગયો હોય.
યોગાભ્યાસની પદ્ધતિનો ઉપયોગ કરીને જીવ બચાવ્યો
કોલકાતા પોલીસના સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે સગીર છોકરાએ પણ આ જ નિવેદન તેમને આપ્યું હતું. પોલીસના એક સૂત્રએ જણાવ્યું કે, સગીરે કહ્યું કે જ્યારે તેના કાકાએ તેને મારવા માટે તેના ચહેરા પર ઓશીકું દબાવ્યું ત્યારે તેણે યોગાભ્યાસની પદ્ધતિનો ઉપયોગ કરીને પોતાને બચાવી લીધો. તેણે લાંબા સમય સુધી તેનો શ્વાસ રોકી રાખ્યો અને જાણે કે તે મરી ગયો હોય તેવું વર્તન કરતો રહ્યો. જ્યારે તેના કાકા અને પિતાએ તેને મૃત હોવાનું માની લીધું ત્યારે તેઓ રૂમમાંથી બહાર નીકળી ગયા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આ એક શંકાસ્પદ કેસ હોવાનું જણાય છે, કારણ કે તેમના ઘરમાંથી કોઈ યોગા મેટ મળી નથી. જો કે, ઘરમાંથી બે જીમ બેગ મળી આવી છે, પરંતુ તે પ્રસૂન અને પ્રણયની જ છે. તેથી હવે કોલકાતા પોલીસ તમામ નિવેદનોની તપાસ કરી રહી છે.
પ્લાન સફળ ન થતા આગળની યોજના બનાવી
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રણયનો પ્લાન હતો કે તે બધાને ખીરમાં ઊંઘની ગોળીઓ ભેળવીને ખવડાવશે. જ્યારે આ પ્લાન સફળ ન થયો ત્યારે પ્રસૂને આગળની યોજના બનાવી. હોસ્પિટલમાં પૂછપરછ દરમિયાન પ્રસૂને પોલીસને જણાવ્યું કે તેની પત્નીઓ સુદેશના અને રોમીએ જાતે જ પોતાના હાથની નસો કાપી નાખી હતી. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આનો કોઈ ઉલ્લેખ નથી. આ સંદર્ભે પ્રણયના નિવેદન મુજબ, તેણે કશું જોયું ન હતું. જોકે, પ્રણયે પોલીસને જણાવ્યું હતું કે પ્રસૂને તેને હાથની નસો કાપવાનું પણ કહ્યું હતું. પરંતુ તે આ કરી શક્યો નહીં.
આ પણ વાંચો : Mumbai Fire: અલીબાગ પાસે દરિયામાં બોટ ભડકે બળી,જુઓ Video
બાળ સુરક્ષા આયોગના સલાહકારે કહ્યું, કિશોરના નિવેદન મુજબ, તેના માતા-પિતા અને કાકાઓએ ઘરની છત પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ સૂત્રોનો દાવો છે કે તપાસકર્તાઓને બંને ભાઈઓએ છત પરથી કૂદકો માર્યો તે અંગે કંઈ ખબર નહોતી.
રાજ્ય બાળ સુરક્ષા આયોગ બાળકને ઘરે મોકલવા તૈયાર નથી
અનન્યા ચક્રવર્તીએ કહ્યું, રાજ્ય બાળ સુરક્ષા આયોગ બાળકને ઘરે મોકલવા તૈયાર નથી. અમે તેને કોઈ સંબંધીની સંભાળમાં રાખવા માંગીએ છીએ. પ્રસુનના સાસરિયાઓ સાથે આ અંગે વાત કરવામાં આવશે. જોકે, ભલે તેઓ તેની જવાબદારી લેવા માંગતા ન હોય, એક દંપતીએ બાળકના ભરણપોષણની જવાબદારી લેવામાં રસ દાખવ્યો છે.
બીજી તરફ, સૂત્રોએ જણાવ્યું હતું કે ડે પરિવારના બે બચી ગયેલા ભાઈઓ, પ્રણય અને પ્રસૂનને એક કે બે દિવસમાં NRS હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો : પરિવારનો એકમાત્ર કમાનાર સભ્ય, તેને બચાવો…સુરંગમાં ફસાયેલા મજૂરના પરિવારના સભ્યોની વેદના


