Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોણ છે બાબા બાગેશ્વર? શું છે બાગેશ્વરધામનો ઈતિહાસ? જાણો

મધ્યપ્રદેશના બાગેશ્વરધામ સરકારના પં. ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવખત ચર્ચામાં છે. બાબા બાગેશ્વર ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે હોવાનું સામે આવી રહ્યું છે. તેમનો 26 મેથી 2 જૂન સુધીનો સંભવિત કાર્યક્રમ છે. જેમાં તેઓ રાજકોટ સુરત અને અમદાવાદમાં તેમનો દિવ્ય દરબાર...
કોણ છે બાબા બાગેશ્વર  શું છે બાગેશ્વરધામનો ઈતિહાસ  જાણો
Advertisement

મધ્યપ્રદેશના બાગેશ્વરધામ સરકારના પં. ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવખત ચર્ચામાં છે. બાબા બાગેશ્વર ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે હોવાનું સામે આવી રહ્યું છે. તેમનો 26 મેથી 2 જૂન સુધીનો સંભવિત કાર્યક્રમ છે. જેમાં તેઓ રાજકોટ સુરત અને અમદાવાદમાં તેમનો દિવ્ય દરબાર લગાવશે. ગુજરાતમાં તેમના સંભવિત કાર્યક્રમ પહેલા વિવાદ થઈ રહ્યો છે. રાજકોટના સામાજીક અગ્રણી પુરુષોત્તમ પીપરિયા દ્વારા તેમને પડકાર ફેંકવામાં આવ્યો છે તો વિજ્ઞાનજાથા દ્વારા પણ તેમનો વિરોધ કરવામાં આવશે ત્યારે આવો જાણીએ કોણ છે બાબા બાગેશ્વર અને શું છે બાગેશ્વરધામનો ઈતિહાસ...

મધ્યપ્રદેશના છતરપુર પાસે આવેલા ગઢામાં બાગેશ્વર ધામ આવેલું છે અહીં બાલાજી હનુમાનજીનું મંદિર છે દરેક મંગળવારે બાલાજી હનુમાનજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ ઉમટે છે. ધીરે-ધીરે આ દરબારને લોકો બાગેશ્વરધામ સરકારના નામથી ઓળખવા લાગ્યા આ મંદિર વર્ષોપુરાણું છે.

Advertisement

Advertisement

શું છે બાગેશ્વરધામનો ઈતિહાસ

વર્ષ 1986માં આ મંદિરનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. 1987 આસપાસ અહીં એક સંત બાબાજી સેતુલાલજી મહારાજ આવ્યા તેમને ભગવાનદાસજી મહારાજના નામે ઓળખવામાં આવતા હતા. ધામના હાલના પ્રમુખ પં. ધીરેન્દ્ર શાસ્ત્રી ભગવાનદાસજી મહારાજના પૌત્ર છે. જે બાદ 1989ના સમયગાળામાં બાબાજી દ્વારા બાગેશ્વરધામમાં એક વિશાળ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. વર્ષ 2012માં બાગેશ્વર ધામની સિદ્ધ પીઠ પર શ્રદ્ધાળુંઓના પ્રશ્નોનું નિવારણ માટે દરબારનો શુભારંભ થયો. જે બાદ ધીમે-ધીમે બાગેશ્વરધામના ભક્ત આ દરબાર સાથે જોડાવવા લાગ્યા. દાવો કરવામાં આવી રહ્યું છે કે, અહીં આવનારા લોકોની સમસ્યાનું સમાધાન લાવવામાં આવે છે.

કોણ છે પં. ધીરેન્દ્ર શાસ્ત્રી?
હાલ બાગેશ્વરધામની ધુરા પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાસે છે. પં. ધીરેન્દ્રનો જન્મ 1996માં મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગડાગંજ ગામમાં થયો હતો. તેમનો પરિવાર હજુ પણ ગડાગંજમાં જ રહે છે. પં. ધીરેન્દ્ર શાસ્ત્રીના દાદા પં. ભગવાનદાસ ગર્ગ પણ આ મંદિરના પુજારી રહ્યાં. પં. ધીરેન્દ્ર શાસ્ત્રીના દાદાએ ચિત્રકુટ નિર્મોહી અખાડામાંથી દીક્ષા લીધી હતી જે પછી તેઓ ગડાગંજ પહોંચ્યા હતા. પં. ધીરેન્દ્ર શાસ્ત્રીનું બાળપણ ખુબ મુશ્કેલીમાં વિત્યું હતું. તેમના પિતાનું નામ રામકૃપાલ ગર્ગ અને માતાનું નામ સરોજ ગર્ગ છે. તેમનો નાનો ભાઈ શાલિગ્રામ ગર્ગજી મહારાજ છે તે પણ બાલાજી બાગેશ્વરધામને સમર્પિત છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ 11 વર્ષની ઉંમરથી જ બાલાજી બાગેશ્વરધામમાં પુજાપાઠ કરવાનું શરૂ કરી દીધું હતું.

બાગેશ્વરધામના પ્રમુખ પં. ધીરેન્દ્ર શાસ્ત્રી હંમેશા પોતાની સાથે એક નાની ગદા લઈને ચાલે છે. તેમનું કહેવું છે કે તેનાથી તેમને હનુમાનજીની શક્તિઓ મળતી રહે છે. તેઓ હનુમાનજીની આરાધના કરવા માટે લોકોને પ્રેરિત કરે છે.

આ પણ વાંચો : બાબા બાગેશ્વર આ તારીખે બનશે ગુજરાતના મહેમાન, જાણો કયા શહેરોમાં અને ક્યારે યોજાશે દિવ્ય દરબાર

Tags :
Advertisement

.

×