Ahmedabad Police ને મહિલા સુરક્ષાના નામે ફાળવેલા AC વાહનો કોણ વાપરે છે ?
અહેવાલ - બંકિમ પટેલ , અમદાવાદ
અમદાવાદ શહેર પોલીસ વિભાગ (Ahmedabad Police) માં અંધેર નગરી ગંડુ રાજા જેવી સ્થિતિ છે. મહિલાઓની સુરક્ષા માટે વિશેષ પણે શરૂ કરાયેલા નિર્ભયા પ્રોજેક્ટ (Nirbhaya Project) હેઠળ ગુજરાત સરકારે (Gujarat Government) અમદાવાદ પોલીસને નવા નક્કોર ઢગલાબંધ વાહનો ફાળવ્યા છે. શહેર પોલીસ પાસે રહેલા વાહનોમાં 30-40 ટકા એસી વ્હીકલ છે અને આ AC વાહનોનો મોટાપાયે દુરઉપયોગ થઈ રહ્યો છે. આ દુરઉપયોગ પાછળ કોઈ જવાબદાર હોય તો તે છે શહેર પોલીસ વિભાગના ઉચ્ચ IPS અધિકારીઓ.

સરકારી વાહનોનો અંગત ઉપયોગમહિલા સુરક્ષાના નામે મેળવેલા વાહનોનો પોલીસ અધિકારીઓ અને તેમના ફોલ્ડરીયાઓ બેફામ દુરઉપયોગ કરી રહ્યાં છે. નિર્ભયા પ્રોજક્ટના લગભગ તમામ વાહનોના ડ્રાઈવરોને કરાર આધારિત નિમણૂંક આપવામાં આવી છે. શહેર પોલીસ દળને નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ 40 ઈનોવા તેમજ 160 બોલેરો કાર ગુજરાત સરકારે ફાળવી છે. નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ ફાળવવામાં આવેલા વ્હીકલ પૈકીના 140 વાહન AC સુવિધાવાળા છે અને એટલે જ તેનો દુરઉપયોગ થઈ રહ્યો છે. શહેર પોલીસને અભ્યમ સેવા હેઠળ સવા વર્ષ અગાઉ 40 જેટલી AC ઈનોવા કાર ફાળવવામાં આવી છે. મોટાભાગની ઈનોવા કારનો ઉપયોગ પોલીસ સ્ટેશનના PI અને અન્ય અધિકારી ગેરકાયદેસર રીતે કરતા આવ્યા છે. આ સિવાયની AC બોલેરોનો પણ પોલીસ અધિકારીઓ વ્યક્તિગત કામ માટે ઉપયોગ કરી રહ્યાં છે. શહેરના એક ઉચ્ચ IPS અધિકારીના ઈશારે કારકૂન કક્ષાના લોકો પણ AC બોલેરોનો નિયમ વિરૂદ્ધ ઉપયોગ કરી રહ્યાં છે.
લાખો રૂપિયાના ડિઝલનો ધૂમાડોઅમદાવાદ શહેર પોલીસને મોટાપાયે ફાળવવામાં આવેલા વાહનોના દુરઉપયોગની જાણકારી ઉચ્ચ IPS અધિકારીથી લઈને કોન્સ્ટેબલ સુધીના તમામ લોકો છે. સામાન્ય ફોર વ્હીલરની સરખામણીએ AC વાહનમાં ડિઝલ (Diesel) ની ખપત વધુ થાય છે. કરાર આધારિત ડ્રાઈવરો પાર્ક કરેલા વાહન ચાલુ રાખીને AC ની મજા માણવાની કસર પણ છોડતા નથી. AC વાહનોના બેફામ ઉપયોગના કારણે લાખો રૂપિયાના ડિઝલનો ધૂમાડો થાય છે અને આની સીધી અસર સરકારી તિજોરી પર પડી રહી છે. અમદાવાદ પોલીસ મુખ્ય મથક (Ahmedabad Police Headquarters) ખાતે આવેલા ડિઝલ પંપના આંકડાઓમાં પણ છેલ્લાં કેટલાંક મહિનાઓ મોટો ઉછાળો આવ્યો છે.
મોટાભાગના વાહનો પર સ્ટીકર નથી લાગ્યાશહેર પોલીસ વિભાગમાં બે ઉચ્ચ IPS અધિકારીની જોડીએ કોરોનાકાળથી લઈને અત્યાર સુધી અનેક કાંડ કર્યા છે. એક બીજાના કૌભાંડોની પૂર્ણ જાણકારી હોવા છતાં 'તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ' જેવી સ્થિતિ ચાલી આવી છે. નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ ફાળવેલા વાહનો પર સ્ટીકર લગાવવાના ફરજિયાત હોય છે, પરંતુ તે વાહનો પૈકી મોટાભાગના આજે પણ કોરાધાકોર છે. કેટલીક ઈનોવા તો જાણે કોઈ વેપારીની હોય તેવી સાદી સરળ જ રહેવા દેવાઈ છે. અભયમ હેલ્પલાઈન હેઠળ (Abhayam Women Helpline) આપવામાં આવેલી એસી ઈનોવા અને બોલેરો પૈકી ઈનોવાનો સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈઓએ ભરપૂર દુરઉપયોગ કર્યો છે અને કરી રહ્યાં છે. અમદાવાદમાં પણ આજે કેટલાંક DCP પાસે સેકન્ડ હેન્ડ ઈનોવા કાર વાપરી રહ્યાં છે. બીજી તરફ શહેર પોલીસના રાજાની છત્રછાયા હેઠળ કેટલાંક અધિકારીઓ ગેરફાયદો ઉઠાવી અન્ય લોકોનો હક્ક મારી રહ્યાં છે.

આપણ વાંચો- GUJARAT POLICE ને ગુમરાહ કરી MAFIA અતિકે જેલમાં દબદબો જાળવ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


