Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જ્યારે Dhoniને સાક્ષીએ કહ્યું.તને ક્રિકેટમાં કંઇ ખબર પડતી નથી...

મહેન્દ્ર સિંહ ધોનીએ એક રમુજી ઘટના શેર કરી પત્ની સાક્ષી ધોનીએ તેની સાથે સ્ટમ્પિંગ પર દલીલ કરી સાક્ષીએ કહ્યું કે તને કંઈ ખબર પડતી નથી Mahendra Singh Dhoni : મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)ની ગણતરી વિશ્વના સૌથી ખતરનાક...
જ્યારે dhoniને સાક્ષીએ કહ્યું તને ક્રિકેટમાં કંઇ ખબર પડતી નથી
Advertisement
  • મહેન્દ્ર સિંહ ધોનીએ એક રમુજી ઘટના શેર કરી
  • પત્ની સાક્ષી ધોનીએ તેની સાથે સ્ટમ્પિંગ પર દલીલ કરી
  • સાક્ષીએ કહ્યું કે તને કંઈ ખબર પડતી નથી

Mahendra Singh Dhoni : મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)ની ગણતરી વિશ્વના સૌથી ખતરનાક વિકેટકીપરમાં થાય છે. તેમણે વિકેટ પાછળથી ભારત માટે ઘણી મેચોના પરિણામો બદલી નાખ્યા હતા. પરંતુ, હવે માહીએ એક રમુજી ઘટના શેર કરી છે, જ્યારે તેમની પત્ની સાક્ષી ધોનીએ તેની સાથે સ્ટમ્પિંગ પર દલીલ કરતા કહ્યું હતું કે તને કંઈ ખબર પડતી નથી. આ વાત ખુદ ધોનીએ ફેન્સ સાથે શેર કરી છે.

મેચ જોતી વખતે ચર્ચા થઇ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા એમએસ ધોની હજુ પણ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના હિસ્સો છે. આ દરમિયાન તેઓ ઘણી ઈવેન્ટ્સમાં જોવા મળે છે. હવે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેમની પત્ની સાક્ષી સાથે જોડાયેલી એક ફની સ્ટોરી કહી રહ્યા છે.

Advertisement

મારી પત્ની કહેવા લાગી

વીડિયોમાં તમે ધોનીને કહેતા જોઈ શકો છો, “અમે ઘરે બેસીને મેચ જોઈ રહ્યા હતા. એક ODI મેચ હતી, સાક્ષી પણ ત્યાં હતી. સાક્ષી અને હું સામાન્ય રીતે ક્રિકેટ વિશે વાત કરતા નથી. બોલરે બોલ નાખ્યો, તે વાઈડ હતો, બેટ્સમેન આઉટ થયો અને સ્ટમ્પ થયો. સામાન્ય રીતે અમ્પાયર રિવ્યુ લે છે અને થર્ડ અમ્પાયર નિર્ણય લે છે. . મારી પત્ની કહેવા લાગી, 'નોટ આઉટ છે.' તેણે આ કહ્યું ત્યાં સુધીમાં બેટ્સમેન ચાલવા લાગ્યો હતો. પછી તેણે મને કહ્યું કે, તમે જુઓ કે તેઓ તેને પાછો બોલાવશે. વાઈડ બોલમાં કોઈ સ્ટમ્પ આઉટ થઇ શકે નહીં.

Advertisement

આ પણ વાંચો---IND vs NZ : ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાને ફટકારાઈ સજા!

તમે કશું જાણતા નથી

ધોનીએ આગળ કહ્યું, “તેથી, મેં કહ્યું કે વાઈડમાં સ્ટમ્પિંગ થાય છે, નો બોલમાં નહીં. પણ તેણે કહ્યું...ના 'તમે કશું જાણતા નથી'. તમે માત્ર રાહ જુઓ, થર્ડ અમ્પાયર તેને પાછો બોલાવશે. આ ચર્ચા થઈ રહી હતી ત્યાં સુધીમાં બેટ્સમેન બાઉન્ડ્રી લાઈન પર પહોંચી ગયો હતો. પછી તેણે કહ્યું, 'ના, ના, તેઓએ તેને પાછો બોલાવવો પડશે. જ્યારે તે આખરે આઉટ થયો અને આગળનો બેટ્સમેન આવ્યો ત્યારે તેણે કહ્યું 'કંઈક ગડબડ છે'.

ધોનીનો વિકેટકીપિંગ રેકોર્ડ

ભલે સાક્ષીએ ધોનીને કહ્યું હોય કે તને કંઈ ખબર પડતી નથી... પરંતુ, આખી દુનિયા જાણે છે કે ધોનીને ક્રિકેટ વિશે કેટલું જ્ઞાન છે. તેમણે 90 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે 38 સ્ટમ્પિંગ કર્યા હતા. 350 ODI મેચોમાં 123 સ્ટમ્પિંગ અને 98 T20I મેચોમાં 34 સ્ટમ્પિંગ કર્યા હતા.

આ પણ વાંચો---WTC Latest Updates: WTCની ફાઈનલ નહી રમી શકે ભારત? હારથી બદલાયા સમીકરણ

Tags :
Advertisement

.

×