Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ સગાઇના બંધનમાં બંધાઇ, આ તારીખે જયપુરમાં કરશે લગ્ન

PV Sindhu Engagement: બે વખત ઓલમ્પિક ચેમ્પિયન રહી ચુકેલી બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ શનિવારે વેન્કટ દત્તા સાઇ સાથે સગાઇ કરી હતી.
વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ સગાઇના બંધનમાં બંધાઇ  આ તારીખે જયપુરમાં કરશે લગ્ન
Advertisement
  • PV Sindhu બે વખતની ઓલમ્પિક ચેમ્પિયન
  • 20 ડિસેમ્બરે જયપુરમાં આ કપલ લગ્ન બંધનથી જોડાશે
  • વેન્કટ દત્તા પોસાઇડેક્સ ટેક્નોલોજીમાં કાર્યકારી નિર્દેશક

PV Sindhu Engagement: બે વખત ઓલમ્પિક ચેમ્પિયન રહી ચુકેલી બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ શનિવારે વેન્કટ દત્તા સાઇ સાથે સગાઇ કરી હતી. સિંધુ 22 ડિસેમ્બરે ઉદયપુરમાં લગ્નના બંધનમાં બંધાશે. શનિવારે એક ખુબ જ ખાનગી કાર્યક્રમમાં બંન્ને સગાઇના બંધનમાં બંધાયા હતા.

લખનઉ સૈયદ મોદી ઇન્ટરનેશનલમાં સિંધુ ચેમ્પિયન બન્યાના થોડા દિવસો બાદ જ બંન્નેના લગ્નની તારીખ જાહેર થઇ હતી. લગ્નથી જોડાયેલા કાર્યક્રમ 20 ડિસેમ્બરથી શરૂ થશે. પીવી સિંધુએ સગાઇ દરમિયાન તસ્વીર પણ શેર કરી હતી.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by PV Sindhu (@pvsindhu1)

આ પણ વાંચો : Botad: જુની અદાવતે દાઝ રાખી યુવક પર 3 શખ્સોએ કર્યો હુમલો, નોંધાઈ પોલીસ ફરિયાદ

Advertisement

રવિવારે લખનઉમાં સૈયદ મોદી ઇન્ટરનેશનલમાં જીતીને લાંબા સમયથી ખિતાબથી દૂર રહેલી સિંધુએ કમબેક કર્યું હતું. પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સિંધુ હૈદરાબાદમાં રહેતા વેન્કટ દત્તા સાઇ સાથે લગ્ન ગ્રંથીથી જોડાશે.

વેન્કટ દત્તા પોસાઇડેક્સ ટેક્નોલોજી નામની કંપનીમાં કાર્યકારી નિર્દેશક તરીકે ફરજ બજાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક લોકોને આમંત્રીત કર્યા હતા.

આ પણ વાંચો : 15 December એ આકાશમાં દેખાશે ચંદ્રનું દુર્લભ સ્વરૂપ, જાણો મહત્વ

Tags :
Advertisement

.

×