Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

World Preeclampsia Day : પ્રી-એક્લેમ્પસિયા વિશે જાગૃતિ લાવવા ડો. રાકેશ જોષીએ જણાવી ખાસ વાત

ગર્ભાવસ્થામાં થતા હાઈ બ્લડ પ્રેશર અને તેના લીધે થતા અંગોના નુકસાનની બીમારીને પ્રી-એક્લેમ્પસિયા કહેવાય છે
world preeclampsia day   પ્રી એક્લેમ્પસિયા વિશે જાગૃતિ લાવવા ડો  રાકેશ જોષીએ જણાવી ખાસ વાત
Advertisement
  • સગર્ભા માતામાં પ્રી-એક્લેમ્પસિયાની બીમારીનું વહેલા નિદાન જરૂરી
  • સગર્ભા મહિલાઓમાં Uterine Artery કલર ડોપલરથી પ્રી-એક્લેમ્પસિયાની તપાસ
  • જાણો પ્રી-એક્લેમ્પસિયા કેવી રીતે અટકાવી શકાય છે

World Preeclampsia Day : ગર્ભાવસ્થામાં થતા હાઈ બ્લડ પ્રેશર અને તેના લીધે થતા અંગોના નુકસાનની બીમારીને પ્રી-એક્લેમ્પસિયા કહેવાય છે. દક્ષિણ એશિયાઈ સ્ત્રીઓમાં 8-10 ટકા ગર્ભાવસ્થામાં આ સ્થિતિ જોવા મળે છે. સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રાકેશ જોશીનું કહેવું છે કે આ દિવસને પ્રી-એક્લેમ્પસિયા, તેના સંભવિત જોખમો અને તેની સમયસર તબીબી સારવાર મેળવી સગર્ભા માતા અને નવજાત શિશુમાં તેના લીધે થતા કોમ્પ્લીકેસન્સ રોકવા અંગેની જાગ્રુતિ વધારવા માટે એક વૈશ્વિક અભિયાન તરીકે ઉજવવામાં આવે છે.

સગર્ભા માતામાં પ્રી-એક્લેમ્પસિયાની બીમારીનું વહેલા નિદાન જરૂરી

Advertisement

સગર્ભા માતામાં પ્રી-એક્લેમ્પસિયાની બીમારીના વહેલા નિદાન, નિવારણ અને અસરકારક વ્યવસ્થાપન ઉપર ભાર મુકી સગર્ભા માતા અને નવજાત શિશુમાં થતા કોમ્પ્લીકેસન્શ અટકાવવા અને સગર્ભા માતા સ્વસ્થ રહે અને સ્વસ્થ શિશુનો જન્મ થાય તે માટે સમાજમાં જાગ્રુતિ કેળવવાનો આ દિવસ નો મુખ્ય ઉદ્દેશ છે તેવું ડો. અમીય મેહતા પ્રસુતિ અને સ્ત્રી રોગ વિભાગના વડા સિવિલ હોસ્પિટલ અમદાવાદે જણાવ્યું છે. ડોક્ટર ઈલા દેસાઈ રેડિયોલોજી વિભાગના વડા તેમજ ડોક્ટર નિશા ભોજવાણી એસોસીએટ પ્રોફેસર રેડિયોલોજી સિવિલ હોસ્પિટલ અમદાવાદ જણાવે છે કે સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગ દ્વારા નિયમિત ધોરણે સગર્ભા મહિલાઓમાં Uterine Artery કલર ડોપલરથી પ્રી-એક્લેમ્પસિયાની તપાસ કરવામાં આવે છે.

Advertisement

ગર્ભાવસ્થાના 20 અઠવાડિયા પછી બ્લડ પ્રેશરમાં વધારો થાય છે

સિવિલ હોસ્પિટલના પ્રસુતિ અને સ્ત્રી રોગ વિભાગના વડા ડો. અમીય મેહતાએ જણાવેલ કે પ્રી-એક્લેમ્પસિયાએ ગર્ભાવસ્થાનો એક હાયપરટેન્સિવ ડિસઓર્ડર છે જેમાં સામાન્ય રીતે ગર્ભાવસ્થાના 20 અઠવાડિયા પછી બ્લડ પ્રેશરમાં વધારો થાય છે. દક્ષિણ એશિયાઈ સ્ત્રીઓમાં 8-10 ટકા ગર્ભાવસ્થામાં આ સ્થિતિ જોવા મળે છે.

સગર્ભા માતાઓ માટે જાણવા જેવું

પ્રી-એક્લેમ્પસિયા ના ચિહ્નો અને લક્ષણો

બ્લડ પ્રેશર (>140/80), , પગ અને શરીરમાં સોજા આવવા, માથાનો દુખાવો, દ્રષ્ટિમાં મુશ્કેલી, ઉબકા આવવા વિગેરે હોય છે. સગર્ભા માતા અને નવજાત શિશુ ઉપર પ્રી-એક્લેમ્પસિયાના લીધે થતી અસરોમાં સગર્ભા માતાની લીવર અથવા કિડની ખરાબ થવી, વધુ પડતો રક્તસ્રાવ થવો અને ક્યારેક મૃત્યુ થવુ. જન્મનાર બાળકને થતી અસરોમાં મુખ્યત્વે વહેલો અને અવિકસિત બાળકનો જન્મ થવો, ઓછા વજન વાળા બાળકનો જન્મ થવો વિગેરે હોય છે. આવી સગર્ભા માતાઓ અને બાળકોને જીવનમાં પાછળથી હૃદય રોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ અને કિડની રોગ થવાનું જોખમ પણ વધારે હોય છે.

પ્રી-એક્લેમ્પસિયા થવાનું જોખમ કેવી સગર્ભા માતાને વધારે હોય છે ?

પહેલી વાર ગર્ભવતી થયેલ મહિલા, મેદસ્વીપણુ ધરાવતી મહિલા, ઓછી હાઇટ ધરાવતી મહિલા, ડાયાબિટીસ, હાયપરટેન્શન, હાયપરટોઇમ્યુન રોગ, અગાઉની પ્રેગનન્સીમાં પ્રી-એક્લેમ્પસિયા થયેલ હોય તેવી સગર્ભા, જે સગર્ભા મહિલાની માતાને ગર્ભાવસ્થા દરમ્યાન પ્રી-એક્લેમ્પસિયાની હીસ્ટ્રી હોય તેવી સગર્ભા, મોટી ઉંમરે થતી પ્રેગનન્સી, ૫ થી ૧૦ વર્ષના અંતરાલ બાદ ધારણ કરેલ પ્રેગનન્સી વિગેરેમાં પ્રી-એક્લેમ્પસિયા થવાનું જોખમ વધારે હોય છે.

પ્રી-એક્લેમ્પસિયા કેવી રીતે અટકાવી શકાય

બધી સગર્ભા સ્ત્રીઓએ સગર્ભા અવસ્થાના પ્રથમ 11-13 અઠવાડિયામાં બ્લડ પ્રેશર, ગર્ભાશયની ધમનીનુ પલ્સેટિલિટી ઇન્ડેક્સ (Uterine Artery Pulsatility Index) અને સીરમ પ્લેસેન્ટલ ગ્રોથ ફેક્ટર તેમજ રેડીયોલોજીસ્ટ દ્વારા ગર્ભાશયની ધમનીના કલર ડોપ્લર ટેસ્ટ કરવાથી સગર્ભા માતામાં પ્રી-એક્લેમ્પસિયા થવાની શક્યતા જાણી શકાય છે. જો કોઇ સગર્ભા માતા મા તપાસ કરતા આ સ્ક્રીનીંગમાં તે પોઝિટિવ હોવાનું જાણવા મળે, તો તેને ગર્ભાવસ્થાના 16 અઠવાડિયા પહેલા 100 મિલિગ્રામ કે તેથી વધુની એસ્પીરીન ટેબલેટ દૈનિક માત્રામાં શરૂ કરવામાં આવે છે અને ગર્ભાવસ્થાના જો ૩૬ અઠવાડીયા સુધી આ દવા નિયમિત લેવામાં આવે તો તે પ્રી-એક્લેમ્પસિયાનું જોખમ ઘટાડે છે તેમ ડો. અમીય મેહતાએ જણાવ્યુ હતુ. જો તમે તમારા વર્તુળમાં કોઈ સગર્ભા સ્ત્રીઓને જાણો છો, તો કૃપા કરીને તેણીને આ તપાસ કરાવવા માટે કહો જેથી માતા અને બાળક બંનેને પ્રી-એક્લેમ્પસિયાથી થતી મુશ્કેલીઓથી બચાવી શકાય તેમ ડો. રાકેશ જોષી, તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ, અમદાવાદે જણાવ્યું છે તથા પ્રી-એક્લેમ્પસિયાની તપાસ માટે કોઈપણ સગર્ભા મહિલા એ ઓપીડી સમય દરમિયાન 1200 બેડ સિવિલ હોસ્પિટલ ગાયનેક ઓપીડી વિભાગમાં સંપર્ક કરવો.

આ પણ વાંચો: Rain in Gujarat : ગુજરાતના માથે કમોસમી વરસાદ અને વાવાઝોડાની ઘાત!

Tags :
Advertisement

.

×