Patan : રણાસણ ગામના યુવકનો UK માં આપઘાત, વાંચો અહેવાલ
વિદેશ ભણવા મોકલતા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પાટણના રણાસણ ગામના યુવકે કર્યો આપઘાત મીત પટેલ નામના યુવકે યુકેમાં કર્યો આપઘાત બે મહિના અગાઉ અભ્યાસ માટે વિદેશ ગયો હતો યુવક યુવકે માતા પિતાને માફી માંગતો ઓડિયો બનાવી કર્યો...
Advertisement
વિદેશ ભણવા મોકલતા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
પાટણના રણાસણ ગામના યુવકે કર્યો આપઘાત
મીત પટેલ નામના યુવકે યુકેમાં કર્યો આપઘાત
બે મહિના અગાઉ અભ્યાસ માટે વિદેશ ગયો હતો યુવક
યુવકે માતા પિતાને માફી માંગતો ઓડિયો બનાવી કર્યો આપઘાત
મમ્મી- પપ્પા માફ કરજો મે તમારા 15 લાખ બગાડ્યાઃ યુવક
કોઇ ત્રાસ આપતુ હતુ તેવું કહીને યુવકે કર્યો આપાઘાત
હું ફસાઇ ગયો છું, મારી પાસે કોઇ રસ્તો નથીઃ મીત પટેલ
પરિવારજનોએ મૃતદેહને ભારત લાવવા સરકાર પાસે માંગી મદદ
પાટણ જિલ્લામાં પોતાના સંતાનોને વિદેશ અભ્યાસ કરવા મોકલવાની ઘેલછા રાખનારા માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો બહાર આવ્યો છે. પાટણના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના યુવાન મિત પટેલે યુકેમાં આત્મહત્યા કરી છે. મિત હજું 2 મહિના પહેલાં જ અભ્યાસ માટે યુકે ગયો હતો. આત્મહત્યા કરતા પહેલા મિતે ઓડિયો ક્લીપ બનાવી હતી જેમાં તેણે પોતાના મા બાપની માફી માગી હતી
23 વર્ષીય મિત પટેલ 2 મહિના પહેલા અભ્યાસ કરવા માટે યુકે ગયો હતો
પાટણ જિલ્લાના યુવકે યુકેમાં આત્મહત્યા કરી લીધી છે. ચાણસ્મા તાલુકાના રણાસણમાં રહેતો 23 વર્ષીય મિત પટેલ 2 મહિના પહેલા અભ્યાસ કરવા માટે યુકે ગયો હતો. તે યુકેમાં લંડન ખાતે રહેતો હતો. અચાનક જ તેણે આત્મહત્યા કરી લેતાં તેના માતા પિતા પર આભ તૂટી પડ્યું છે.
તેને કોઇ ત્રાસ આપતું હતું
આત્મહત્યા કરતા પહેલા મિત પટેલે ઓડિયો બનાવ્યો હતો જેમાં તેણે પોતાના મા બાપની માફી માગી હતી. આ ઓડિયોમાં મિત પટેલ કહી રહ્યો છે કે તેને કોઇ ત્રાસ આપતું હતું અને આખરે કંટાળીને તેણે આત્મહત્યા કરી લીધી છે. તેણે મા બાપની માફી માગતા કહ્યું કે મમ્મી- પપ્પા માફ કરજો મે તમારા 15 લાખ બગાડ્યા
હવે મારી પાસે કોઇ રસ્તો નથી
મિત ઓડિયોમાં કહે છે કે હું અહીં ફસાઇ ગયો છું અને હવે મારી પાસે કોઇ રસ્તો નથી. તેમ કહીને તેણે આત્મહત્યા કરી લીધી હતી. મિતના આ નિર્ણયથી તેના પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. મિતના મૃતદેહને વતન રણાસણ ગામમાં લાવવા માટે તેના પરિવારે ગુજરાત અને ભારત સરકાર પાસે મદદ માગી છે.
આ પણ વાંચો----GODHRA : અલ હયાત ટુર એન્ડ ટ્રાવેલ્સ એજન્સીનો માલીક સુલેમાન ઇબ્રાહિમ હયાત ઝડપાયો


