યજુવેન્દ્ર ચહલે ધનશ્રીને અનફોલો કરીને તમામ તસ્વીરો હટાવી, બંન્ને છૂટાછેડા લગભગ નિશ્ચિત
- બંન્નેએ છુટા પડવાનો નિર્ણય કર્યો છે
- સુત્રો અનુસાર બંન્નેના છુટાછેડાની પ્રક્રિયા શરૂ
- ચહલ અને ધાનેશ્રીએ એકબીજાને અનફોલો કર્યા
નવી દિલ્હી : અભિનેત્રી અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા અને તેના ક્રિકેટર પતિ યજુવેન્દ્ર ચહલ વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર એવા અહેવાલો આવ્યા કે બંન્નેના લગ્ન જીવનમાં કંઇક ખટપટ ચાલી રહી છે. જો કે હવે આમાં એક નવો વળાંક આવ્યો છે કે, બંન્નેએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. એટલું જ નહીં ક્રિકેટરની પત્ની ધનશ્રી સાથેની તમામ તસ્વીરો પણ ડિલીટ કરી દીધી છે. બીજી તરફ ધનશ્રીએ યજુવેન્દ્રને અનફોલો જરૂર કરી દીધો છે પરંતુ કોઇ પણ તસ્વીર ડિલીટ કરી નથી.
આ પણ વાંચો : Rajkot: છોડમાં રણછોડ નાદ સાથે દિકરીની સગાઈમાં આવતા દરેક મહેમાનના નામે એક વૃક્ષનો ઉછેર કરાશે
સુત્રો અનુસાર બંન્નેએ છુટા થવાનો નિર્ણય કર્યો છે
ધનશ્રી અનેયજુવેન્દ્રની નજીકના સુત્રોએ જણાવ્યું કે, છુટાછેડાની અફવાઓ સાચી છે. જો કે અધિકારીક જાહેરાત થવાનું હજી પણ બાકી છે. તેમના અલગ અગ થવાના ચોક્કસ કારણો પણ સામે આવી શક્યા નથી. જેના પરથી સ્પષ્ટ છે કે, દંપત્તીએ અલગ થવાનું નક્કી કર્યું છે. આ દંપત્તીએ 2020 માં ખુબ જ દામધુમથી લગ્ન કર્યા. બંન્ને સ્ટાર્સ અવારનવાર સાથે ડાન્સના વીડિયો શેર કરતા રહેતા હતા. જો કે હવે આ કપલ વચ્ચે કોઇ બાબતે ખટરાગ સાબિત થઇ રહ્યો છે.
યુજીએ બંન્નેની તમામ તસ્વીરો હટાવી પણ ધનશ્રીએ નહી
ધનશ્રી અને યજુવેન્દ્રએ બંન્નેને એક બીજાને અનફોલો કરી દીધા છે. સોશિયલ મીડિયા પરથી એકસાથે અપલોડ કરેલી તસ્વીરો હટાવી દીધી છે. યુજીએ ધનશ્રી સાથેની પોતાની તમામ તસ્વીરો સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દીધી હતી. જો કે ધનશ્રીએ હજી પણ ઇન્સ્ટાગ્રામ પર આ તસ્વીરો યથાવત્ત રાખી છે. જો કે બંન્નેએ આ પગલું કેમ ઉઠાવ્યું તે અંગે હજી સુધી કોઇ જ સ્પષ્ટતા નથી.
આ પણ વાંચો : Ahmedabad: નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ફરી વિવાદમાં આવી, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલને શો કોઝ નોટિસ
ડાન્સમાંથી શરૂ થઇ હતી લવ સ્ટોરી
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કપલની લવ સ્ટોરી ડાન્સથી જ શરૂ થઇ હતી. લોકડાઉન દરમિયાન બંન્ને વચ્ચે નજદીકી આવી હતી. સાથે ડાન્સ કરતી વખતે બંન્ને પ્રેમમાં પડ્યા અને આખરે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. બંન્નેએ ધામધુમથી લગ્ન કર્યા જે તે સમયે તે ચર્ચાનું કેન્દ્ર પણ રહ્યા હતા. જો કે આ કપલ વચ્ચે હવે ખટરાગ ઉભો થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. બંન્ને હવે છુટા થવાના છે તે ચર્ચા તો લાંબા સમયથી હતી પરંતુ હવે બંન્નેએ જે પ્રકારે ઇન્સ્ટાગ્રામ પર એક બીજાને અનફોલો કર્યા તેને જોતા લાગી રહ્યું છે કે, તેઓ હવે અધિકારીક રીતે છુટા પડવા માંગે છે.
આ પણ વાંચો : Gujarat: 108 એમ્બ્યુલન્સમાં રેરેસ્ટ ઓફ ધ રેર કિસ્સો બન્યો, માત-બાળકને બચાવ્યા


