આ અભિનેત્રી ઈચ્છે બાહુબલી પ્રભાસ આવતા જન્મે તેની કુખે જન્મ લે
- આગામી જીવનમાં ભગવાન મને Prabhas જેવો પુત્ર આપે
- ઘરે ફોન કરીને 40-50 લોકો માટે ભોજનનો મંગાવશે
- તેમને લાંબુ આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય આપે
Zarina Wahab Praised Prabhas : Film અને ટીવીમાં કામ કરતી દિગ્ગજ અભિનેત્રી Zarina Wahab એ સાઉથના રેબલ સ્ટાર Prabhas ની તારીફોના ફૂલ બાંધ્યા છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન Zarina Wahab એ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ ઈન્ટરવ્યૂમાં Zarina Wahab એ કંગના રનૌત વિશે પણ એક નિવેદન આપ્યું છે. જેના કારણે તેણી ચર્ચાનો વિષય બની છે. તો આ ઈન્યરવ્યૂમાંથી વધુ એક નિવેદન તેણીનું વાયરલ થઈ રહ્યું છે.
આગામી જીવનમાં ભગવાન મને Prabhas જેવો પુત્ર આપે
તો Zarina Wahab એ જણાવ્યું છે કે, આગામી જીવનમાં Prabhas જેવો પુત્ર ઈચ્છે છે. અભિનેત્રીએ જણાવ્યું કે તે Prabhas સાથે ફિલ્મ રાજા સાહેબમાં કામ કરી રહી છે. એ ફિલ્મ જોવી જ જોઈએ. ફિલ્મના શૂટિંગ દરમિયાન જે રીતે Prabhas એે લોકોને સાચવ્યા છે. તે જોઈને મને લાગે છે કે, આગામી જીવનમાં મારે બે પુત્રો જોઈએ છે. એક Prabhas અને બીજો સૂરજ. કારણ કે.... Prabhasમાં અહંકાર કોઈપણ પ્રકારનો છે નહીં.
આ પણ વાંચો: Pushpa 2: The Rule 2 ના નિર્માતાઓ માટે ખુશખબર, સેન્સર બોર્ડે પાસ કરી ફિલ્મ
I Want #PRABHAS as My SON - No SUPERSTAR is like him in the FILM Industry - #ZarinaWahab 🥵🥵🥵🔥🔥🔥pic.twitter.com/GDlsK9haUo
— GetsCinema (@GetsCinema) November 27, 2024
ઘરે ફોન કરીને 40-50 લોકો માટે ભોજનનો મંગાવશે
Zarina Wahab એ વધુમાં જણાવ્યું કે, ફિલ્મમાં ત્રણ અભિનેત્રીઓ સાથે અન્ય ઘણા કલાકારો છે. પરંતુ પેક-અપ પછી Prabhas બધાને અલવિદા કરવાનું ભૂલતો નથી. જોકે, તેણે બધાને બાય કહેવાની શી જરૂર છે? Prabhasના વખાણ કરતા અભિનેત્રીએ કહ્યું કે, ખાસ વાત એ છે કે જો તમને ભૂખ લાગી હોય અને તમે તેને આ વાત કહો તો Prabhas તેના ઘરે ફોન કરીને 40-50 લોકો માટે ભોજનનો મંગાવશે.
તેમને લાંબુ આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય આપે
Prabhasના વખાણ કરતાં અભિનેત્રીએ આગળ કહ્યું, ખરેખર? હું તમને કહી શકતી નથી કે તે કેટલો સરસ વ્યક્તિ છે. ભગવાન તેમને લાંબુ આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય આપે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું Prabhas સાથે કામ કરીશ. Prabhas એે મને અને સેટ પરના અન્ય કલાકારો સાથે સમાન ગણાવી હતી. તે એક અદ્ભુત વ્યક્તિ છે. મેં તેને ક્યારેય કોઈની સાથે ખરાબ વર્તન કરતા કે કોઈની સાથે મોટેથી વાત કરતા જોયો નથી.
આ પણ વાંચો: Dinosaur ના ઈતિહાસનો સચોટ જવાબ મળ અને ઉલ્ટીઓના અવશેષોમાંથી મળ્યો


