Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bangladeshમાં અલ કાયદા સક્રિય, ISIના ઈશારે શેખ મુજીબુર રહેમાનના ઘરમાં તોડફોડ

બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનના ઘરમાં તોડફોડ અને લૂંટ ચાલુ છે. આ લૂંટ પાછળ અલ કાયદા, હિઝબુત તહરિર અને અંસાર ઈસ્લામ જેવા આતંકવાદી સંગઠનોનો હાથ છે અને તેમને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIની મદદ મળી રહી છે.
bangladeshમાં અલ કાયદા સક્રિય  isiના ઈશારે શેખ મુજીબુર રહેમાનના ઘરમાં તોડફોડ
Advertisement
  • બાંગ્લાદેશમાં બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના ઘરને બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યું
  • આ પાછળ અલ કાયદા, હિઝબુત તહરિર અને અંસાર ઈસ્લામ જેવા આતંકવાદી સંગઠનોનો હાથ
  • સંગઠનોને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI મદદ કરી રહ્યું છે

Al Qaeda active in Bangladesh : બાંગ્લાદેશના સંસ્થાપક બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના ઘરને બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યું છે. તેમના ઘરમાં હજુ પણ લૂંટ ચાલી રહી છે. શેખ મુજીબુર રહેમાનના ઘરને તોડી પાડવા પાછળ બાંગ્લાદેશના મુસ્લિમ કટ્ટરપંથી અને આતંકવાદી સંગઠનનો હાથ છે. બાંગ્લાદેશમાં અશાંતિ પાછળ અલ કાયદા, હિઝબુત તહરિર અને અંસાર ઈસ્લામ જેવા આતંકવાદી સંગઠનોનો હાથ છે. આ આતંકવાદી સંગઠનોને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI દ્વારા મદદ કરવામાં આવી રહી છે. એક ગુપ્તચર અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે.

શેખ હસીના ઉશ્કેરણીજનક નિવેદનો આપી રહી છે

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ શેખ મુજીબુર રહેમાનના ઘરને તોડી પાડવા પર ભારતમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. બીજી તરફ મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારનું કહેવું છે કે, આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે શેખ હસીના ભારતથી ઉશ્કેરણીજનક નિવેદનો આપી રહી છે. બાંગ્લાદેશે એમ પણ કહ્યું છે કે, બંગબંધુનુ ઘર તોડી પાડવાનું કામ અજાણતાં કરવામાં આવ્યું હતું, પરંતુ શું આ ખરેખર સાચું છે? કે પછી ધાનમંડીની ઘટના પાછળ કોઈ બીજી રમત ચાલી રહી છે?

Advertisement

બાંગ્લાદેશમાં અશાંતિ પાછળ આતંકવાદી સંગઠન

વિવિધ ગુપ્તચર એજન્સીઓના અહેવાલોમાં એક પછી એક આતંકવાદી જૂથોના નામો સામે આવી રહ્યા છે. ગુપ્તચર અધિકારીઓનું કહેવું છે કે, બાંગ્લાદેશમાં અશાંતિ પાછળ અલ કાયદા, હિઝબુત તહરિર અને અંસાર ઈસ્લામ જેવા આતંકવાદી સંગઠનોનો હાથ છે. બાંગ્લાદેશમાં બનેલી ઘટનાઓ એ વાતનો પુરાવો છે કે, કાગળ પર પ્રતિબંધ હોવા છતાં પણ આ સંગઠનો ખુલ્લેઆમ પોતાનું કામ કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો :  Iran : જો અમારી સુરક્ષા માટે ખતરો ઉભો કર્યો તો..., ઈરાનના સુપ્રીમ લીડરે ડોનાલ્ડ ટ્રમ્પને આપી ચેતવણી

દેશની પોલીસ મૂક પ્રેક્ષક બનીને ઉભી છે

ધનમંડીમાં 72 કલાકથી હિંસા ચાલુ છે. માત્ર બંગબંધુના ઘર જ નહીં પરંતુ બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ આર્મી ચીફના ઘરોમાં પણ તોડફોડ કરવામાં આવી રહી છે. તે દેશની પોલીસ મૂક પ્રેક્ષક બનીને ઉભી છે. આ બર્બરતા પાછળ સરકારનો હાથ હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે અને આ તસવીર જોયા પછી, ગુપ્તચર અધિકારીઓ કહે છે કે, કટ્ટરપંથીઓના ઉદયને કારણે આતંકવાદી સંગઠનો વિનાશ મચાવી રહ્યા છે. સમાચાર છે કે માત્ર બાંગ્લાદેશ જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ સરહદ પર કટ્ટરપંથી ગતિવિધિઓ વધી રહી છે.

બાંગ્લાદેશમાં ISI સક્રિય બન્યું

ભૂતપૂર્વ NSG અધિકારી દીપાંજન ચક્રવર્તી દાવો કરે છે કે, બાંગ્લાદેશમાં સક્રિય તમામ સંગઠનો વાસ્તવમાં મુખ્ય સંગઠનની શાખાઓ છે. તેમના શબ્દોમાં, “હકીકતમાં ISI આ બધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. બધું પાકિસ્તાનની છત્રછાયા હેઠળ થઈ રહ્યું છે. ભેદભાવ વિરોધી ચળવળ બકવાસ છે.

નિવૃત્ત વાયુસેના અધિકારી આર.કે. દાસના મતે, બાંગ્લાદેશ ખરેખર આ બધી ક્રિયાઓથી પોતાના પગ પર કુહાડી મારી રહ્યું છે. તેમણે કહ્યું, "શું તમે એક ઘર તોડીને બધો ઈતિહાસ ભૂંસી શકશો?"

આ પણ વાંચો : PM મોદી 12-13 ફેબ્રુઆરીએ અમેરિકા જશે, જાણો ક્યારે મળશે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને

Tags :
Advertisement

.

×