Chhota Udepur જિલ્લામાં ઉત્તરાયણના દિવસના 14 મેડિકલ ઈમરજન્સીના કેસ સામે આવ્યા
- ત્રણ જેટલા કેસને ગંભીર સ્થિતિ હોવાથી હોસ્પિટલમાં રીફર કરાયા
- અન્ય કેસમાં સ્થાનિક આરોગ્ય કેન્દ્રોમાં સારવાર આપવામાં આવી
- તબીબી ટીમો દ્વારા સારવાર આપી સરાહનીય કામગીરીને અંજામ અપાયો
Chhota Udepur જિલ્લામાં આજે 14 મેડિકલ ઈમરજન્સીના કેસ સામે આવ્યા હતા. જેમાં રોડ અકસ્માત, દાદર ઉપરથી પડી જવાનો, ધાબા ઉપરથી પડી જવાના તેમજ પતંગ દોરાથી કપાઈ જવાના સહિતના કેસોને સ્થાનિક આરોગ્ય કેન્દ્રોમાં સારવાર આપવામાં આવી હતી. તેમજ ત્રણ જેટલા દર્દીઓને રિફર કરાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
ત્રણ જેટલા કેસને ગંભીર સ્થિતિ હોવાથી રીફર કરાયા
છોટાઉદેપુર જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ તરફથી ઇમરજન્સી વિભાગની સેવાઓ કાર્યરત રાખવામાં આવતા વિવિધ પતંગ દોરાથી ઈજા પામેલ તેમજ દાદર ઉપરથી પડી જવાના તેમજ ધાબા ઉપરથી પડી જવાના સહિત રોડ ટ્રાફિક અકસ્માતના 14 જેટલા કેસો સામે આવ્યા હતા. જેમાંથી મોટાભાગના કેસોને સારવાર આપવામાં આવી હતી. તો ત્રણ જેટલા કેસને ગંભીર સ્થિતિ હોવાથી રીફર કરાયા હતા.
તબીબી ટીમો દ્વારા સારવાર આપી સરાહનીય કામગીરીને અંજામ અપાયો
વિગતે વાત કરીએ તો મળેલ આંકડા પ્રમાણે પાવી જેતપુર સી.એચ .સી ખાતે એક રોડ અકસ્માત તેમજ એક દાદર ઉપરથી પડી જવાની ઘટનામાં ઇજાગ્રસ્તની ઘટના સામે આવી હતી, તો બોડેલી સી.એચ.સી ખાતે બે પતંગ દોરાથી ઇજાગ્રસ્ત દર્દીઓની ધટના બની હતી. નસવાડી સીએસસી ખાતે 3 દર્દીઓ ગંભીર હાલતમાં હોય તેમને રાજપીપળા રિફર કરાયા હતા. આ સાથે કદવાલ સી.એચ.સી ઉપર બે દર્દીઓ પડી જવાથી ઇજાગ્રસ્ત થયા હતા. આ સાથે સંખેડા સી.એચ. સી ખાતે ચાર કેસ રોડ અકસ્માતમાં તેમજ એક દર્દી પડી જવાથી ઈજા ગ્રસ્ત થયા હોવાના સામે આવ્યો હતો. તેમને પણ સારવાર આપી ઘરે રવાના કરાયા હતા. આમ જિલ્લામાં કુલ આજે 14 જેટલા કેસો નાની મોટી મેડિકલ ઈમરજન્સી ના સામે આવતા તબીબી ટીમો દ્વારા સારવાર આપી સરાહનીય કામગીરીને અંજામ અપાયો હતો.
અહેવાલ: તોફિક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો: Ahmedabad: નરોડામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ


