રસ્તો બંધ થતાં કિશોરીના મૃતદેહને ઉંચકીને લઇ જવો પડયો, જુવો વિડીયો
મધ્ય ગુજરાતમાં થયેલા ભારે વરસાદના કારણે તારાજીના દ્રષ્યો જોવા મળી રહ્યા છે. સર્વત્ર વરસાદી પાણી ભરાઇ ગયા છે અને તેના કારણે જનજીવન અસ્તવ્સ્ત થઇ ગયું છે. વરસાદના કારણે વડોદરા જીલ્લાના કાયાવરોહણ પંથકમાં રસ્તા તૂટી જતાં કરુણ કિસ્સો બહાર આવ્યો છે જેમાં રસ્તો બંધ થઇ જતાં એમ્બ્યુલન્સમાં રહેલી કિશોરીનો મૃતદેહ ઉંચકીને તેના પરિવારને ઘેર સુધી જવું પડયું હતું. ગ્રામ્ય વિસ્તારમાં આકાશà
Advertisement
મધ્ય ગુજરાતમાં થયેલા ભારે વરસાદના કારણે તારાજીના દ્રષ્યો જોવા મળી રહ્યા છે. સર્વત્ર વરસાદી પાણી ભરાઇ ગયા છે અને તેના કારણે જનજીવન અસ્તવ્સ્ત થઇ ગયું છે. વરસાદના કારણે વડોદરા જીલ્લાના કાયાવરોહણ પંથકમાં રસ્તા તૂટી જતાં કરુણ કિસ્સો બહાર આવ્યો છે જેમાં રસ્તો બંધ થઇ જતાં એમ્બ્યુલન્સમાં રહેલી કિશોરીનો મૃતદેહ ઉંચકીને તેના પરિવારને ઘેર સુધી જવું પડયું હતું.
ગ્રામ્ય વિસ્તારમાં આકાશી આફતના કારણે લોકો બેહાલ બન્યા છે. ભારે વરસાદના કારણે પાણી ફરી વળતાં રસ્તાઓ પણ તૂટી ગયા છે. આવા સમયે ડભોઇ તાલુકાના સેજપુરા ગામે રહેતી 16 વર્ષીય રેણુકા મહેન્દ્રભાઈ વસાવા નામની કિશોરી બિમાર થઇ જતાં તેને સારવાર માટે લઇ જવાઇ હતી.
કિશોરીને સારવાર માટે તેનો પરિવાર મંડાળા થઇને કાયાવરોહણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ ગયો હતો. જો કે કિશોરીને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું.
કિશોરીનું મોત થતાં તેના મૃતદેહને ઘેર લાવવાની તજવીજ કરાઇ હતી. એમ્બ્યુલન્સ દ્વારા કિશોરીના મૃતદેહને તેના ઘેર લાવવાનો પ્રયાસ કરાયો પણ કાયાવરોહણથી ખાનપુરા તરફના માર્ગ પર પૂરના પાણીથી રસ્તો ધોવાઇ જતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો જેથી એમ્બ્યુલન્સ આગળ જઇ શકે તેમ ન હતું પરિણામે તેના મામાએ કિશોરીનો મૃતદેહ ઉંચક્યો હતો અને પાણીમાંથી મૃતદેહને ઉંચકીને ચાલતા ચાલતા સામા કિનારે લઇ ગયા હતા.
જો કે ત્યાર બાદ એક સજ્જને ગાડીની વ્યવસ્થા કરી મૃતક કિશોરીના મૃતદેહ સાથે પરિજનોને ઘરે પહોંચાડયા હતા.


