Chhota Udepur : પ્રાકૃતિક ખેતી કરી ખેડૂતે મેળવી લાખ રૂપિયાથી વધુની આવક
- પ્રાકૃતિક ખેતી કરવાનું મુખ્ય કારણ સ્વાસ્થ્યની સાથે જમીન સારી રહે
- આ સાથે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત શાકભાજીઓનો બજાર ભાવ વધુ મળે છે
- પ્રાકૃતિક કૃષિ કરી વર્ષે 1 લાખથી વધુ આવક મેળવતા ખેડૂત
Chhota Udepur : છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટાઘોડા ગામના ખેડૂત પ્રવીણ ભાઈ છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. 20 ગુંઠા જમીનમાં તેમણે 300થી વધુ સરગવાના ઝાડ રોપી સરગવાની ખેતી કરી છે. સરગવાની સાથે તેઓ સમયાંતરે વિવિધ આંતરપાકો
( મરચા, કારેલા, ચોળી) લે છે. માનવી શરીર ભૂમિ, વાયુ, જલ, અગ્નિ અને આકાશ એમ પાંચ તત્વોનું બનેલું છે. મનુષ્યનું શરીર અને સ્વાસ્થ્ય આ પંચતત્વો પર નિર્ભર કરે છે. સમયની સાથે પરિવર્તનો થયા. વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ ખુબ જરૂરી બની છે. વધુ ખેત ઉત્પાદન મેળવવાની લાલચમાં વર્ષોથી જમીનમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે.
સરગવાની ખેતીમાં છ મહિના બાદ સરગવાનું ઉત્પાદન ચાલુ થઈ ગયું
પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતા પ્રવીણભાઈ જણાવે છે કે, અમારા ગામના ખેડૂત કંચનભાઈ પ્રાકૃતિક કૃષિ કરે છે તેમના થકી પ્રાકૃતિક ખેતીની માહિતી લઈ પ્રાકૃતિક કૃષિમાં જોડાયો. પ્રાકૃતિક કૃષિ કરવા પાછળનું મુખ્ય કારણ આપણું સ્વાસ્થ્ય અને જમીન સારી રહે. પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન થયેલ સરગવો, મરચા, કારેલા, ચોળીનો બજારમાં ભાવ સારો મળે છે. સરગવાની ખેતીમાં છ મહિના બાદ સરગવાનું ઉત્પાદન ચાલુ થઈ ગયું હતું. પ્રવીણભાઈ શંકરભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટાઘોડા ગામના ખેડૂત છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. 20 ગુંઠા જમીનમાં તેમણે 300થી વધુ સરગવાના ઝાડ રોપી સરગવાની ખેતી કરી છે. સરગવાની સાથે તેઓ સમયાંતરે વિવિધ આંતરપાકો ( મરચા, કારેલા, ચોળી)લે છે.
જ્યારથી હું પ્રાકૃતિક કૃષિ કરું છું ત્યારથી મારો ખેતીનો ખર્ચ નહિવત
પ્રાકૃતિક કૃષિમા આવકની વાત કરુ તો હું સરગવાની ઉત્પાદનથી વર્ષે 1 લાખ રૂપિયાથી વધુ આવક થાય છે. જ્યારે આંતરપાકની આવકથી મારા અન્ય ખર્ચા નીકળી જાય છે. જમીનમાં જીવમૃતને પાણીમાં મિક્સ તરીકે આપુ છું. મચ્છી જેવી જીવાત હોય તો બ્રહ્માસ્ત્રનો સ્પ્રે કરું છું. જ્યારથી હું પ્રાકૃતિક કૃષિ કરું છું ત્યારથી મારો ખેતીનો ખર્ચ નહિવત થઈ ગયો છે. પ્રાકૃતિક કૃષિથી જમીનની ફળદ્રુપતા વધે છે. પ્રાકૃતિક કૃષિથી પાકવેલા શાકભાજી, ફળ અને કઠોર ખાવાથી માનવીનું સ્વાસ્થ્ય સારુ રહે છે. ખાસ ખેડૂત મિત્રોને મારી વિનંતી કે પ્રાકૃતિક ખેતી તરફ વળો. પ્રાકૃતિક ખેતી કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહેશે, જમીન ફળદ્રુપ બનશે અને આવકમાં સારો વધારો થશે.
એહવાલ : તૌફીક શેખ, છોટા ઉદેપુર
આ પણ વાંચો: Gujarat : રાજ્યમાં ભારે આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની આ તારીખની અંબાલાલ પટેલની આગાહી


