Chhota Udepur: તંત્ર પ્રજાને સારા રોડ-રસ્તા આપવામાં વામણું પુરવાર થયુ
- ઘેલવાંટ પાસેના કોતરના નાળાની એક સાઇડની સેફ્ટી વોલ ધરાશાઈ
- જિલ્લામાં રોડ રસ્તાની એક ફરિયાદની શાહી સુકાઈ તે પેહલા બીજી ઘટના
- એક પછી એક રોડ રસ્તા અને પુલ ક્ષતિગ્રસ્તની ઘટનાઓ સામે આવે છે
Chhota Udepur: મુખ્ય મથકને અડીને આવેલ ઘેલવાંટ પાસેના કોતરના નાળાની એક સાઇડની સેફ્ટી વોલ ચોમાસામાં ધરાશાઈ થઈ પણ તંત્ર પાસે બનાવવાનો સમય નથી..! તો કોઈ મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ રહેશે. છોટાઉદેપુર જિલ્લાના રોડ રસ્તા અને પુલોને જાણે કે કોઈની નજર લાગી હોય તેમ એક પછી એક રોડ રસ્તા અને પુલ ક્ષતિગ્રસ્તની ઘટનાઓ સામે આવે છે. અને તંત્ર જિલ્લાની પ્રજાને દૂરસ્ત રોડ રસ્તા આપવામાં સાવ વામણું પુરવાર થયુ છે.
જિલ્લામાં રોડ રસ્તાની એક ફરિયાદની શાહી સુકાઈ તે પહેલા બીજી ઘટના
છોટાઉદેપુર જિલ્લામાં રોડ રસ્તાની એક ફરિયાદની શાહી સુકાઈ તે પહેલા બીજી ઘટના સામે આવે છે. થોડા દિવસો પહેલા છોટાઉદેપુર - અલીરાજપુર રોડ ઉપર આવેલ દેવહાંટ ગામ પાસે આવેલ પુલની પેરાફીટ કહી શકાય એક જ માસમાં બે વખત તૂટી જવાની ઘટના સામે આવી હતી. મીડિયામાં અહેવાલો પ્રસારિત બાદ તંત્ર કામે લાગ્યું હતું. ત્યારે હાલ છોટાઉદેપુર મુખ્ય મથકને અડીને આવેલ ઘેલવાંટ પાસેના કોતરના નાળાની એક સાઇડની સેફ્ટી વોલ ચોમાસામાં ધરાશાઈ થઈ પણ તંત્ર પાસે બનાવવાનો સમય નથી. નેશનલ હાઈવે 56 ગુજરાત મધ્યપ્રદેશની જોડતો માર્ગ હોવાથી મોટા પ્રમાણમાં ટ્રાફિકની અવરજવર રહે છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી તીવ્ર સંભાવનાઓ વર્તાઈ રહી છે.
તંત્ર જિલ્લાની પ્રજાને દૂરસ્ત રોડ રસ્તા આપવામાં સાવ વામણું પુરવાર થયુ
સદર કોતરની ઉંડાઇ કહી શકાય 15-20 ફુટ જેટલી હોઈ અને સેફટી વોલના અભાવ વચ્ચે જો અકસ્માતમાં વાહન ખાડામાં ખાબકે તો મોટી દુર્ઘટનાને નકારી શકાય તેમ નથી. બીજી તરફ વાહનચાલકોની સલામતી સામે ગંભીર સવાલો ઉભા થયા છે અને સ્થાનિકો તેમજ વાહન ચાલકોમાં ગંભીર હોનારતની ભીતી સેવાઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકને પાસે આવેલ ઘેલવાંટ ગામની કોતરના નાળાની આવી દુર્દશા તો અંતરિયાળ વિસ્તારોની હાલત કેવી હશે..? તે પણ એક યક્ષ પ્રશ્ન બનીને સામે આવી રહ્યો છે. પરંતુ એક વાત તો ચોક્કસ છે કે તંત્ર જિલ્લાની પ્રજાને દૂરસ્ત રોડ રસ્તા આપવામાં સાવ વામણું પુરવાર થયું છે.
અહેવાલ: તોફિક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો: Lucky Draw Scam: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર લકી ડ્રો, પોલીસ આવતા આયોજકો-એજન્ટોમાં નાસભાગ


