Chhota Udepur: કવાંટ ખાતે બ્રિજની જર્જરિત હાલતને લઇ ગામ લોકોએ અનોખો વિરોધ કર્યો
- Chhota Udepur: કવાંટ ખાતે કરા નદી ઉપર આવેલ પુલ પર AAPનો અનોખો વિરોધ
- પુલ જર્જરિત થતા આપના પ્રમુખ અને કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી
- પોલીસ અને અધિકારીઓએ સમજાવ્યા બાદ લોકો રોડની સાઈડમાં હટ્યા
Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે કરા નદી ઉપર આવેલ પુલ ઉપર આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી સમાજના લોકો પુલ પરના ગાબડા ઉપર ફૂલ ચઢાવી રામધૂન બોલાવી અનોખો વિરોધ કર્યો છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પાસે કરા નદી ઉપર વર્ષો જૂનો બ્રિજ આવેલો છે. આ બ્રિજમાં ગાબડું પડ્યું છે જેના કારણે વાહન ચાલકો માટે જોખમ ઉભી થયું છે.
બ્રિજની જર્જરિત હાલતને લઇ અનોખો વિરોધ કર્યો
છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા બ્રિજની જર્જરિત હાલતને લઇ અનોખો વિરોધ કર્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી સમાજના લોકોએ બ્રિજ પર બેસી રામધૂન બોલાવી હતી. તેમજ વિરોધ પ્રદર્શનને લઇ કવાંટ પોલીસ વિભાગના પી.આઈ. પટેલ પોતાના સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
જયારે છોટાઉદેપુર સ્ટેટ આરએનબી (માર્ગ અને મકાન વિભાગ)ના અધિકારી પણ સ્થળ પર પહોચ્યાં હતા અને જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા સહીત કાર્યકર્તાઓને સમજાવ્યા હતા. જેમાં રાધિકાબેન અને કાર્યકર્તાઓને સાઈડ પર ખસેડવામાં આવ્યા હતા.
Chhota Udepur: રામધૂન બોલાવીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો
વિરોધ બાદ વાહનોની અવરજવર ફરી શરૂ થઈ શકી હતી. રાધિકાબેન રાઠવાના જણાવ્યા મુજબ આ પુલ ઉપરથી ભારે વાહનો પસાર થાય છે અને પુલ જર્જરિત છે. ભાજપના નેતાઓ આ પુલ ઉપરથી પસાર થાય છે તેઓને દેખાતું નથી. હાલ આ બિસ્માર પુલના કારણે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના સર્જાઈ શકે છે જેને લઈને રામધૂન બોલાવીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે.
અહેવાલ: સલમાન મેમણ, છોટાઉદેપુર
આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં જન્મ પ્રમાણપત્રને લઈ આરોગ્ય વિભાગની એડવાઈઝરી જાહેર


