Kho-Kho World Cup: ગુજરાતની દીકરીનું ભવ્ય સ્વાગત, એરપોર્ટથી ખુલ્લી જીપમાં વિજય સરઘસ
- ગોલ્ડ મેડાલિસ્ટ ઓપીના ભિલારનું ભવ્ય સ્વાગત
- વુમેન્સ ટીમે પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ જીત્યો છે
- પરંપરાગત ડાંગી નૃત્ય સાથે એરપોર્ટ પર સ્વાગત
Kho-Kho World Cup: ગુજરાતની દીકરીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. જેમાં વુમેન્સ ટીમે પ્રથમ ખો-ખો વર્લ્ડકપ જીત્યો છે ત્યારે ગોલ્ડ મેડાલિસ્ટ ઓપીના ભિલારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તેમજ પરંપરાગત ડાંગી નૃત્ય સાથે એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું છે. એરપોર્ટથી ખુલ્લી જીપમાં વિજય સરઘસ કાઢ્યું છે. તથા તિરંગા સાથે વિજયી રાઉન્ડ લગાવ્યો છે.
ઓપીનાએ કહ્યું ઓલિમ્પિકમાં રમવાનું સપનું હતુ
ઓપીનાએ કહ્યું ઓલિમ્પિકમાં રમવાનું સપનું હતુ. ભારતની વુમેન્સ ટીમએ પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ જીત્યો છે. વર્લ્ડ ચેમ્પિયનમાં સામેલ ગુજરાતની દિકરીનું વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ગોલ્ડ મેડાલિસ્ટ ઓપીના ભિલારનું પરંપરાગત ડાંગી લોક નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી ખુલ્લી જીપમાં ચેમ્પિયનનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. મૂળ ગુજરાતના ડાંગની ખો-ખો ખેલાડી ઓપીના ભિલારે ગર્વ સાથે કહ્યું હતું ખૂબ સારી તૈયારી કરીશું અને આગામી સમયમાં ઓલિમ્પિકમાં રમવાનું સપનું છે. ડાંગના બિલીઆંબા નામના ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલી ઓપીના ભિલારે 15 વર્ષ સુધી ખૂબ જ મહેનત કરી અને આખરે સફળતા પ્રાપ્ત કરી છે.
ઓપીનાએ 14 રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધા છે
ઓપીનાએ 14 રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધા છે જેમાંથી રાષ્ટ્રીય સ્પર્ધામાં 3 સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલા છે. 4 ખેલ મહાકુંભ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલા છે. સમગ્ર ગુજરામાંથી ખો-ખો વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવી વિજેતા થનાર તેઓ એકમાત્ર ખેલાડી છે. ભારતીય મહિલા ટીમે ખો-ખો વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં નેપાળની ટીમને 78-40થી હરાવીને ખિતાબ જીતી લીધો છે. ખો-ખો વર્લ્ડ કપનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું અને ભારતે પ્રથમ વખત આ ખિતાબ જીત્યો હતો. ફાઇનલમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર રમત બતાવી નેપાળને જોરદાર રીતે હરાવ્યું. ભારતીય મહિલા ખેલાડીઓએ પહેલા જ ટર્નથી મેચમાં વર્ચસ્વ જમાવવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: Gujarat: મહેસાણામાં પોલીસ ભરતી પરીક્ષામાંથી ઝડપાયો ડમી ઉમેદવાર


