Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Parul University : પારૂલ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ ફોકલોર ફેસ્ટિવલની ત્રીજી આવૃતિનો ભવ્ય પ્રારંભ

પારૂલ યુનિવર્સિટીએ વિદ્યાથીઓને વિવિધ દેશોની સંસ્કૃતિનો પરિચય કરાવવાનાં ઉદ્દેશ્ય સાથે ઇન્ટરનેશનલ ફોકલોર ફેસ્ટિવલની ત્રીજી આવૃતિનું ભવ્ય આયોજન કર્યું છે, જેમાં 30 દેશોનાં કલાકારો અને પ્રિતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં છે. વસુધૈવ કુંટુંબકમના ખ્યાલને ખૂબજ સુંદર રીતે પ્રસ્તુત કરતાં આ વષનાં ઇન્ટરનેશનલ ફોકલોર ફેસ્ટિવલમાં વિશ્વ એક પરવારની ભાવનાને સાકાર કરવા સાંસ્કૃતિક સહયોગ અને ઉજવણીનો પ્રયાસ કરાયો છે.
parul university   પારૂલ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ ફોકલોર ફેસ્ટિવલની ત્રીજી આવૃતિનો ભવ્ય પ્રારંભ
Advertisement
  1. Parul University ખાતે ઈન્ટરનેશનલ ફોકલોર ફેસ્ટિવલનો પ્રારંભ
  2. ફોકલોર ફેસ્ટિવલની ત્રીજી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો
  3. 30 દેશનાં કલાકારો એક જ મંચ પર ફોકલોર ફેસ્ટિવલમાં જોડાશે
  4. લિથુઆનિયા, પોલેન્ડ સહિત 30 દેશના 600 કલાકારો જોડાશે
  5. ફોકલોર ફેસ્ટિવલનો ઉદ્ઘાટન સમારોહ SOU ખાતે યોજાયો

Vadodara : પારૂલ યુનિવર્સિટીએ (Parul University) વિદ્યાથીઓને વિવિધ દેશોની સંસ્કૃતિનો પરિચય કરાવવાનાં ઉદ્દેશ્ય સાથે ઇન્ટરનેશનલ ફોકલોર ફેસ્ટિવલની (Folklore Festival) ત્રીજી આવૃતિનું ભવ્ય આયોજન કર્યું છે, જેમાં 30 દેશોનાં કલાકારો અને પ્રિતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં છે. વસુધૈવ કુંટુંબકમના ખ્યાલને ખૂબજ સુંદર રીતે પ્રસ્તુત કરતાં આ વષનાં ઇન્ટરનેશનલ ફોકલોર ફેસ્ટિવલમાં વિશ્વ એક પરવારની ભાવનાને સાકાર કરવા સાંસ્કૃતિક સહયોગ અને ઉજવણીનો પ્રયાસ કરાયો છે.

Parul University ખાતે ઈન્ટરનેશનલ ફોકલોર ફેસ્ટિવલનો પ્રારંભ

આ વર્ષે ભારત, લિથુઆનિયા, પોલેન્ડ, નેપાળ, દક્ષિણ કોરિયા, સ્લોવાકિયા, ગ્રીસ, રશિયા, ક્યુબા, શ્રીલંકા, સ્પેન, ઇક્વાડોર, અલ્જેરયા, મલેશિયા, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, કરાકલ્પકસ્તાન, ઇથોપિયા, લેસોથો, મડાગાસ્કર, તાન્ઝાનિયા, દક્ષિણ સુદાન, ઝામ્બિયા, મોઝામ્બિક, ભૂતાન, ઝિમ્બાબ્વે, મ્યાનમાર, બાંગ્લાદેશ, યુગાન્ડા અને ઘાના સહિતનાં 30 દેશોનાં 600 થી વધુ કલાકારો એક મંચ પર ઉપસ્થત રહ્યાં છે. તેમણે રિધમ, કલર અને ભવ્ય સાંસ્કૃતિક વારસાની રજૂઆતથી સમગ્ર કેમ્પસમાં જોશ પેદા કર્યો હતો. દરેક ગ્રૂપે તેમની અનોખી ઓળખ સાથે પરંપરાઓ, વાર્તાઓ અને કલાના વિવિધ સ્વરૂપોની બેજોડ પ્રસ્તુતિ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - ગુજરાતી ફિલ્મ 'લાલો' ની 100 Crore Club માં એન્ટ્રી, વિશ્વભરમાં મચી ધૂમ

Advertisement

30 દેશનાં કલાકારો એક જ મંચ પર, SOU ખાતે ફોકલોર ફેસ્ટિવલમાં જોડાશે

આ ફેસ્ટિવલનો (Folklore Festival) ભવ્ય ઉદઘાટન સમારોહ 25 નવેમ્બરનાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ખાતે યોજાયો હતો. અહીં, વિવિધ દેશોનાં પ્રિતિનિધિઓ અને કલાકારોએ વૈશ્વિક એકતા અને શાંતિનાં શપથ લીધા હતાં. અખંડ ભારતનાં શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલને શ્રદ્ધાંજલી પાઠવતા આ સમારોહમાં ઉપસ્થત દરેક વ્યક્તિએ એકતા, પરસ્પર આદર અને સારા વિશ્વની કલ્પનાને સાકાર કરવાની નેમ વ્યક્ત કરી હતી. આગામી પાંચ દિવસમાં પારૂલ યુનિવિર્સિટીનું કેમ્પસ લોકગીતો, સાંસ્કૃતિક બાબતો અને રંગબેરંગી ડાન્સ સાથે દર્શકોને મંત્રમુગ્ધ કરવા સજ્જ છે. આ ફેસ્ટિવલમાં કલાની વૈશ્વિક ભાષાથી દરેક વ્યક્તિને વિશિષ્ટ ઓળખ મળી છે.

ભારત સરકારનાં ભૂતપૂર્વ વિદેશ અને સંસ્કૃતિ બાબતોનાં રાજ્યકક્ષાનાં મંત્રી મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સાંસ્કૃતિક ઉત્સવ સાથે સરદાર વલ્લભભાઇ પટેલની 150 મી જન્મ જયંતીની ઉજવણી ખરા અર્થમાં વિશેષ છે. તેમનો વારસો આપણે શીખવાડે છે કે જ્યારે લોકો એકજૂટ થઇને ઊભા રહે ત્યારે તેમની તાકાત અનેક ગણી વધી જાય છે. આ પ્રકારનાં ઉત્સવ આપણને યાદ અપાવે છે કે કલા દરેક અવરોધોને દૂર કરીને આપણી ઓળખને મજબૂત બનાવી શકે છે. આ પ્રસંગે નમદા જિલ્લાનાં નાંદોદનાં એમએલએ ડો. દર્શનાબેન વસાવાએ જણાવ્યું હતું કે, અહીં રજૂ કરાયેલું દરેક પર્ફોર્મન્સ માત્ર કલા જ નહીં, પરંતુ ઇતિહાસનો એક હસ્સો, પરંપરાની અભિવ્યક્તિ અને વિવિધ દેશો વચ્ચેનો સેતુ છે. એક સ્ટેજ પર વિશ્વનાં અલગ-અલગ દેશોને એક કરવા માત્ર એક ઘટના જ નહીં, પરંતુ સંસ્કૃતિ છે, જેને સપોર્ટ કરવા પર આપણને ગર્વ છે.

'વિવિધ સંસ્કૃતિઓ એક થાય ત્યારે વિશ્વ વધુ એકજૂટ અને દયાળું બને'

આ ફેસ્ટિવલનાં સફળ આયોજન વિશે પારૂલ યુનિવિર્સિટીનાં પ્રેસિડેન્ટ ડો. દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે, આ ફેસ્ટિવલ આપણને યાદ અપાવે છે કે જ્યારે વિવિધ સંસ્કૃતિઓ એક થાય ત્યારે વિશ્વ વધુ એકજૂટ અને દયાળું બને છે. અહીં, પર્ફોર્મન્સ કરનાર દરેક કલાકાર માત્ર પ્રતિભાશાળી જ નહીં, પરંતુ તેમણે ભવ્ય સંસ્કૃતિ, વારસા અને ગૌરવ સાથે એકતાની બેજોડ ભાવના પણ રજૂ કરી છે. આ ફેસ્ટિવલમાં ભાગ લેનાર દરેક દેશનો હું આભાર વ્યક્ત કરું છું. આ વર્ષનું ઇન્ટરનેશનલ ફોકલોર ફેસ્ટિવલ તેમના પર્ફોર્મન્સ માટે જ નહીં, પરંતુ દરેક દેશ, સમુદાયો અને દરેક વ્યક્તિ વચ્ચેનાં ભાવનાત્મક જોડાણ માટે પણ યાદગાર બની રહેશે. આ ફેસ્ટિવલ દ્વારા પારૂલ યુનિવિર્સિટી વૈશ્વિક સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને વિવિધતાની ઉજવણી પ્રત્યેની તેની કટીબદ્ધતાને હંમેશા આગળ વધારતી રહેશે.

આ પણ વાંચો - Gujarat : 1989 બેચના સિનિયર IAS સુનૈના તોમર થયા નિવૃત્ત, અન્ય અધિકારીઓને સોંપાયો ચાર્જ

Tags :
Advertisement

.

×