Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Foundation day : ગોધરામાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી, CMના હસ્તે રૂ. 650 કરોડના વિકાસકાર્યોની ભેટ

ગુજરાતના સ્થાપના દિવસની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાજોગ સંદેશ આપ્યો
gujarat foundation day   ગોધરામાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી  cmના હસ્તે રૂ  650 કરોડના વિકાસકાર્યોની ભેટ
Advertisement
  • રાજ્ય કક્ષાની ઉજવણી પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે થઈ રહી છે
  • ગુજરાત દિને CM ભૂપેન્દ્ર પટેલે પ્રજાજોગ સંદેશ આપ્યો
  • ગુજરાત રાજ્યની અસ્મિતાને ઉજાગર કરતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

Gujarat Foundation day : ગુજરાતના 65મા સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે થઈ રહી છે ત્યારે, ગુજરાતના મુખ્યમંત્રી ગોધરા આવી પહોંચ્યા છે. જ્યાં તેઓએ નવનિર્મિત આઈજી ઓફિસનું રીબીન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં ગુજરાતના મંત્રીઓ સહિત ધારાસભ્યો અને ગુજરાતના ડીજીપી વિકાસ સહાય, આઈજી આર.વી અસા,રી પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ગુજરાત દિને CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

ગુજરાતના સ્થાપના દિવસની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાજોગ સંદેશ આપતા કહ્યું હતું કે, ગુજરાતના ઘડતરમાં યોગદાન આપનારા સૌના સ્મરણનો અવસર આ ગુજરાત ગૌરવ દિવસ છે. ગુજરાત અમૃતકાળમાં દેશ અને દુનિયાને વિકાસનું આગવું દિશાદર્શન કરાવનારું મોડેલ સ્ટેટ બનશે. એક દાયકા પછી 2035માં ગુજરાતની સ્થાપનાનો હીરક મહોત્સવ ઉજવાશે.

Advertisement

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત

ગુજરાતના 65મા સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પંચમહાલના ગોધરામાં યોજાઇ રહી છે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં છે. જેને લઇ ગોધરા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના હસ્તે પંચમહાલને આજે રૂપિયા 650 કરોડના 85 વિકાસકાર્યોની ભેટ મળશે. જેમાં પંચામૃત ડેરી ખાતે યુ.એચ.ટી દૂધ બનાવટના પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત તેમજ ગૌશોર્ટ સેક્ટ શોર્ટેડ સીમેન ટેકનોલોજીના મશીનનું વર્ચુ્અલ ઉદ્દઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત હાલોલમાં લીથયમ-આર્યન બેટરી રિસાયકલ પ્લાન્ટનું ઉદ્દઘાટન કરશે. કાર્યક્રમમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોર, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ સહિત અનેક મહાનુભાવો હાજર રહેશે.

ગુજરાત રાજ્યની અસ્મિતાને ઉજાગર કરતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો

બામરોલી રોડ ખાતે ભવ્ય પોલીસ પરેડ, એસઆરપી ગ્રાઉન્ડમાં પંચમહાલ જિલ્લાની તેમજ ગુજરાત રાજ્યની અસ્મિતાને ઉજાગર કરતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. શહેરમાં યોગ્ય કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પંચમહાલ પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત હાલોલ ખાતે સ્થિત રૂબામીન પ્રા.લી. કંપનીની મુલાકાત કરી ત્યાં લીથીયમ-આયર્ન બેટરી રિસાયકલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સાંજે 18.00 કલાકે વિવિધ પ્લાટૂન દ્વારા પરેડ તથા બાઇક રેલી યોજાશે. અંતમાં ગોધરા SRP ગ્રાઉન્ડ ખાતે જિલ્લાની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

649.77 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

આશિષ કુમારે વધુમાં જણાવ્યું કે, ગુજરાત ગૌરવ દિવસ નિમિતે મુખ્યમંત્રીના હસ્તે ગોધરા ખાતેથી રૂપિયા 649.77 કરોડના વિવિધ 86 વિકાસના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિ પૂજન કરાશે. જેમાં માર્ગ અને મકાન વિભાગ, પંચાયત, આદિજાતિ વિભાગ, શિક્ષણ વિભાગ, બાગાયત વિભાગ, પશુપાલન વિભાગ, RTO વિભાગ અને નગરપાલિકા જેવા વિવિધ વિભાગોના કામોનો સમાવેશ કરાયો છે.

આ પણ વાંચો: India Deploys Jammers : ભારત પાકિસ્તાની વિમાનો અને ફાઇટર જેટના સિગ્નલ જામ કરશે, મોદી સરકારે લીધુ મોટું પગલું

Tags :
Advertisement

.

×