વિશ્વ વિખ્યાત બનેલી વડોદરાની એમ.એસ યુનિવર્સિટી હવે સતત વિવાદોમાં
પોતાની આગવી શિક્ષણ પદ્ધતિના કારણે વિશ્વ વિખ્યાત બનેલી વડોદરાની MS યુનિવર્સિટી હવે સતત વિવાદોમાં રહેવા વિખ્યાત યુનિવર્સિટી બનવા તરફ આગળ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે અહીં જે ઘટના બની તેના કારણે શિક્ષણ જગતનું માથું શરમથી નીચે ઝુકી ગયું છે.તોફાની વિદ્યાર્થીઓ દ્વારા અશોભનિય વર્તનMS યુનિવર્સિટીના યુનિટ બિલ્ડિંગ વિવાદમાં આવ્યું છે. કારણ કે અહી બનેલી એક ઘટનાએ યુનિવર્સિટીનà«
Advertisement
પોતાની આગવી શિક્ષણ પદ્ધતિના કારણે વિશ્વ વિખ્યાત બનેલી વડોદરાની MS યુનિવર્સિટી હવે સતત વિવાદોમાં રહેવા વિખ્યાત યુનિવર્સિટી બનવા તરફ આગળ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે અહીં જે ઘટના બની તેના કારણે શિક્ષણ જગતનું માથું શરમથી નીચે ઝુકી ગયું છે.
તોફાની વિદ્યાર્થીઓ દ્વારા અશોભનિય વર્તન
MS યુનિવર્સિટીના યુનિટ બિલ્ડિંગ વિવાદમાં આવ્યું છે. કારણ કે અહી બનેલી એક ઘટનાએ યુનિવર્સિટીની ગરિમાને લાંછન લગાવ્યું છે. શિક્ષણધામને લજવતી ઘટનાને લઇ શિક્ષણવિદો પણ ચિંતામાં મુકાયા છે. સમગ્ર મામલે વાત કરવામાં આવે તો FYBComના યુનિટ બિલ્ડીંગમાં વર્ગ એફ 6માં કેટલાક તોફાની વિદ્યાર્થીઓ દ્વારા મહિલા લેક્ચર સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ હાજરી પત્રક પર બિભત્સ ચિત્ર દોરી મહિલા લેક્ચરરને બતાવતા શિક્ષણધામમાં હડકંપ મચી જવા પામ્યો છે ત્યારે પોતાની સાથે ઘટેલી અઘટિત ઘટનાને પગલે મહિલા લેક્ચરરે રડતા રડતા વર્ગખંડ છોડવાની નોબત આવી હતી. સમગ્ર મામલે ભોગ બનનાર મહિલા લેકચરર દ્વારા સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
ઘટના બાદ અધિકારીઓ હરકતમાં
મહિલા લેક્ચરર સાથે બનેલી અશોભનીય ઘટના બાદ યુનિવર્સિટીના જવાબદાર અધિકારીઓ હરકતમાં આવ્યા છે. ઇન્ચાર્જ ડીને 18 જેટલા વિદ્યાર્થીઓના આઈકાર્ડ પણ જપ્ત કર્યા છે. સત્તાધીશો દ્વારા મામલાની જડ સુધી પોહોચવા માટે શંકાના ઘેરામાં રહેલા કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓને કોલેજમાં બોલાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે મીડિયા સાથેની વાતચીતમાં ઈનચાર્જ ડીન ડૉ. જયંત કુમાર ઘટનાને ગંભીરતા થી ન લેતા હોય તેવું ફલિત થયું હતું. કારણ કે તેઓએ ક્લાસ રૂમમાં CCTV ન હોવાના કારણે તોફાની વિદ્યાર્થીઓને પકડવા કે ઓળખવા મુશ્કેલ છે તેમ જણાવી હસતા મોએ જવાબદારી માંથી હાથ અધ્ધર કરી લીધા હતા.
વિદ્યાર્થીઓમાં રોષ
યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા આ ઘટનાને ગંભીરતા થી ન લેવાતા વિદ્યાર્થી આલમમાં રોષ ભભૂકી ઉઠ્યો છે કારણ કે એક મહિલા પ્રાધ્યાપક સાથે અશોભનીય ઘટના બનવા છતાં સત્તાધીશો દ્વારા તોફાની તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધવાની તસદી શુદ્ધા લીધી નથી.
વિદ્યાર્થી આગેવાન હર્ષિલ રબારી એ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ ની શુરાક્ષા માટે વિજિલન્સ ની રચના કરવામાં આવી છે પરંતુ આ વિજિલન્સ શોભાના ગાઠિયા સમાન સાબિત થઈ રહી છે. સત્તાધીશો એ વિજિલન્સ પાછળ ખર્ચેલા લાખો રૂપિયા માથે પડ્યા હોય તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે.સમગ્ર મામલે વિજિલન્સ ટીમ ઊંઘતી ઝડપાઈ છે. ગંભીર ઘટના બન્યા બાદ પણ વિદ્યાર્થીઓના આઈ કાર્ડ ચકાસવામાં નથી આવી રહ્યા જો વિજિલન્સ હવે ઘોર નિંદ્રામાંથી નહિ જાગે તો આવનાર સમયમાં ચાલી રહેલી પરીક્ષાઓ અટકાવી દેવામાં આવશે અને યુનિવર્સિટીમાં કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી વિદ્યાર્થીઓ પોતે પોતાના હાથમાં લઈ લેશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


