Vadodara : બાઇક સાથે અકસ્માત સર્જ્યો, પોલીસ સાથે મારામારી કરનારા વૈભવી કારચાલકની અટકાયત
- Vadodara માં વૈભવી કારચાલકે રસ્તા પર કર્યો હંગામો
- નશામાં ધૂત કારચાલકે બાઈકને ટક્કર મારી, યુવતીને ઈજા પહોંચાડી
- કારચાલકની ટ્રાફિક પોલીસ સાથે પણ મારામારી કરી હોવાનો આરોપ
- ભવન્સ સ્કૂલ સર્કલ પાસે બનેલી ઘટનાના વીડિયો આવ્યા સામે
Vadodara : વડોદરામાં ગતરાતે વૈભવી કારચાલકે જાહેર માર્ગમાં ધમાલ મચાવી આખું સર્કલ માથે લીધું હતું. કારચાલકે બાઇકને ટક્કર મારી એક યુવતીને ઇજા પહોંચાડી હતી અને ટ્રાફિક પોલીસ (Vadodara Traffic Police) સાથે પણ મારામારી કરી હોવાનો આરોપ છે. કારચાલક નશામાં ધૂત હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ મામલે માંજલપુર પોલીસે (Manjalpur Police) કાર કબ્જે કરી કારચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Gujarat BJP : ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ક્યારે થશે જાહેરાત ? જાણો વિગત!
Vadodara | નશાની હાલતમાં આ કારચાલકની દાદાગીરી તો જુઓ | Gujarat First
Navratri 2025 ના નવમા નોરતે વૈભવી કારચાલકનો હંગામો
નશામાં ધૂત ચાલકે યુવતીને બાઈક સાથે ટક્કર મારી ઈજા પહોંચાડી
રોંગ સાઇડ જતાં કાર ચાલકે ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી ગાળાગાળી કરી
Bhavans School Circle… pic.twitter.com/dNYqirdzdu— Gujarat First (@GujaratFirst) October 2, 2025
Vadodara માં નશામાં ધૂત કારચાલકે બાઈકને ટક્કર મારી, યુવતીને ઈજા!
માહિતી અનુસાર, વડોદરામાં (Vadodara) ભવન્સ સ્કૂલ સર્કલ પાસે વૈભવી કારચાલકે એક બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇકસવાર યુવતીને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ ત્યાં પહોંચી હતી અને કારચાલકને પકડ્યો હતો. જો કે, કારચાલકે પોલીસ સાથે પણ મારામારી કરી હોવાનો આરોપ છે. આરોપી કારચાલકે ટ્રાફિકનાં હેડ કોન્સ્ટેબલ સાથે ગાળાગાળી અને રાહદારીઓ સાથે પણ ઝઘડો કર્યો હોવાનાં આક્ષેપ છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
આ પણ વાંચો - Surat : પાવન પર્વ પર વધુ એક બીભત્સ Video Viral
કારમાંથી દારૂની બોટલ મળી, પોલીસ સાથે મારામારી કર્યાનો આરોપ
પોલીસે ચાલકને પકડ કાર કબજે કરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, ઘટના સમયે કારચાલક દારૂનાં નશામાં હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ તેની કારમાંથી અડધી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી છે. આ મામલે માંજલપુર પોલીસે (Manjalpur Police) સરકારી કામમાં અડચણ મામલે આરોપી કારચાલક દેવેન્દ્રસિંહ સિંધાની અટકાયત કરી છે. પોલીસે કાર પણ કબજે કરી આરોપીનાં મેડિકલ ટેસ્ટ, દારૂ ક્યાંથી લાવ્યો સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી દેવેન્દ્રસિંહ વડોદરાના માંજલપુરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - ગુજરાતમાં દશેરા એટલે Fafda-Jalebi ની મોજ, સવારથી જ સ્ટોર પર લાંબી કતારો જોવા મળી


