Vadodara: નાના બાળકોના માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો
- Vadodara શહેરના નવાપુરા વિસ્તારમાં 10 વર્ષના કિશોરનું મોત
- હિંચકા ઉપર રમતા કિશોરની ટાઈ હૂકમાં ફસાતા ગળે ટૂંપો આવ્યો
- 10 વર્ષના રચીત પટેલનું સારવાર મળે તે પહેલા જ થયું મોત
Vadodaraમાં નાના બાળકોના માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના નવાપુરા વિસ્તારમાં 10 વર્ષના કિશોરનું મોત થયુ છે. હિંચકા ઉપર રમતા કિશોરની ટાઈ હૂકમાં ફસાતા ગળે ટૂંપો આવ્યો હતો. તેમાં 10 વર્ષના રચીત પટેલનું સારવાર મળે તે પહેલા જ મોત થયું છે. એકના એક પુત્રનું અકાળે મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
Vadodara માં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો હિંચકા ઉપર રમતા કિશોરની ટાઈ હૂકમાં ફસાતા અકાળે મોત મળ્યું | GujaratFirst#TragicAccident #ChildDeath #VadodaraIncident #FamilyGrief #AccidentPrevention #GujaratFirst pic.twitter.com/DVInRWsss3
— Gujarat First (@GujaratFirst) December 31, 2024
વડોદરા (Vadodara) શહેરના કિસ્સામાં બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો
ઘણા બધા કિસ્સાઓમાં માતાપિતાની બેદરકારીના કારણે નાના બાળકો મુશ્કેલીમાં મુકાઇ જતા હોય છે. ત્યારે આ વડોદરા (Vadodara) શહેરના કિસ્સામાં બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતો પરિવાર ફંક્શનમાંથી પરત આવ્યો ત્યારે કિશોર હીંચકા પર રમતો હતો. ત્યારે ઘરમાં હિંચકા ઉપર રમી રહેલ 10 વર્ષના કિશોરની ટાઈ હૂકમાં ફસાતા મોત નિપજ્યું હતું. જેમાં હિંચકા પર રમી રહેલ રચીત પટેલની ટાંઈ હિંચકાના હુંકમાં ફસાઈ ગઇ તેના કારણે ગળે ટૂંપો આવી ગયો હતો. ત્યારે આ ઘટનામાં બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ કિશોરનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
બનાવને લઈ હાલ પરિવારમાં શોકનો માહોલ છવાયો
ઉલ્લેખનીય છે કે વડોદરા (Vadodara) શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી લક્ષ્મી ફ્લેટમાં રહેતા ધરમભાઇ પટેલનો 10 વર્ષીય દીકરો રચિત રાત્રિના 8:00 વાગ્યા દરમિયાન ઘરમાં હિંચકો ખાતો હતો. તે દરમિયાન ગળામાં કાપડની ટાઈ પહેરેલી હતી. જે હીંચકાના કડામાં ફસાઈ જતા બેભાન થયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર અર્થે તેને માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવને લઈ હાલ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો: Gujarat: 31stને લઈ પોલીસ એક્શન મોડમાં, દારૂડિયાઓને પકડવા ગજબની ટેકનિક અપનાવી


