Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : આજવા રોડ પર દબાણો દુર કરતા ભીડ એકત્ર થઇ, લાઠી ચાર્જ કરવો પડ્યો

Vadodara : પોલીસે લાઠી ઉગામતાની સાથે જ લોકો વિખેરાઇ જવા માંડ્યા હતા. અને પાલિકા તંત્રની કામગીરી સુચારૂ રૂપે શરૂ થઇ ગઇ હતી.
vadodara   આજવા રોડ પર દબાણો દુર કરતા ભીડ એકત્ર થઇ  લાઠી ચાર્જ કરવો પડ્યો
Advertisement
  • આજવા રોડ પર ટીપીના દબાણો દૂર કરવા પાલિકાની ટીમ પહોંચી
  • સ્થાનિકો એકત્ર થતા હળવો લાઠી ચાર્જ કરવો પડ્યો
  • તંત્રએ એપ્રોચ રોડ ખુલ્લો કરાવ્યો હોવાનું જાણવા મળ્યું

Vadodara : વડોદરા (Vadodara) શહેરના આજવા રોડ પર આવેલી ટીપીના દબાણો (TP Encroachment - Vadodara) દૂર કરવા જતા સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા. જેને પગલે કામગીરીમાં અડચણ આવે તેવી સ્થિતી સર્જાઇ હતી. જે બાદ પોલીસ દ્વારા સમજાવટ કરવામાં આવ્યા છતાં સ્થાનિકો ટસનામસ નહીં થતા પોલીસે લાઠી ચાર્જ (Police Use Baton) કરવાની ફરજ પડી હતી. સામાન્ય રીતે શહેરમાં દબાણ દૂર કરતી વેળાએ સ્થાનિકો અને વહીવટી તંત્ર વચ્ચે ઘર્ષણની ઘટનાઓ સામે આવતી રહે છે.

Advertisement

સ્થિતી થાળે પાડવા પોલીસે કડકાઇ દાખવી

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી આઇટીઆઇ પાસેના મુખ્ય ટીપી રસ્તામાં દબાણો આવતા હોવાથી તેને દૂર કરવા માટે આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકાની ટીમો પહોંચી હતી. અને શહેરના વિકાસને અવરોધરૂપ દબાણો દૂર કરવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. વહીવટી તંત્રની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા. અને દબાણ દૂર કરવાની કામગીરી કરતા અધિકારી-કર્મચારીઓ જોડે ઘર્ષણ થયું હતુું. જે બાદ સ્થિતી થાળે પાડવા પોલીસે કડકાઇ દાખવી હતી.

Advertisement

ફોનની સ્ક્રિન તુટી જવા પામી

પોલીસે સમજાવીને પાછા જવાનું કહેતા સ્થાનિકો ટસનામસ થયા ન્હતા. જેને પગલે પોલીસે હળવો લાઠી ચાર્જ કરવો પડ્યો હતો. પોલીસે લાઠી ઉગામતાની સાથે જ લોકો વિખેરાઇ જવા માંડ્યા હતા. અને પાલિકા તંત્રની કામગીરી સુચારૂ રૂપે શરૂ થઇ ગઇ હતી. આ લાઠી ચાર્જ દરમિયાન એકલ-દોકલ વ્યક્તિઓના મોબાઇલ ફોનની સ્ક્રિન તુટી જવા પામી હોવાનું પણ સામે આવ્યું છે. જો કે, પોલીસે લાઠી ચાર્જનો સહારો લેતા તંત્રની કામગીરી માટે અડચણરૂપી ભીડ દૂર થઇ ગઇ હતી.

આગળથી એપ્રોચ રોડ ખુલ્લો છે

TDO પીયુષભાઇ ગવલી કહેવું છે કે, ટીપી 44 માં સરકારે ડ્રાફ્ટ મંજુર કરેલ છે. અમે 12 મીટરનો રોડ ખુલ્લો કરી રહ્યા છીએ. પોલીસને સાથે રાખીને કામગીરી ચાલી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે, તમે આખો રોડ ખુલ્લો કરી આપો. અમે અત્યારે એપ્રોચ રોડને ખુલ્લો કરી રહ્યા છીએ. જેથી બાજુની સોસાયટી માટે તે કામ લાગી શકે, આગળથી એપ્રોચ રોડ ખુલ્લો છે. 8 - 10 મીટરનો રોડ ખુલ્લો છે, કોર્ટ કેસ તથા અન્ય વિગતો ચકાસીને જ અમે રસ્તો ખોલી શકીએ છીએ. કારણકે, અહિંયાથી મોટા વાહનો પસાર થઇ રહ્યા છે. જો કે, આ અંગે સ્થાનિકોનું કહેવું છે કે, તમે આગળથી ટીપીના રસ્તા માટેના દબાણો દૂર કરતા હોવ તો, અમે સ્વેચ્છાએ તોડવા માટે તૈયાર છીએ.

આ પણ વાંચો -----  Vadodara : સોસાયટીમાં ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરતી કરજણ પોલીસ

Tags :
Advertisement

.

×