Vadodara : એરપોર્ટ પર એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટને રોકવાની ફરજ પડી, કારણ ચોંકાવનારું!
- Vadodara માં એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટને રોકવામાં આવી
- મુસાફરે બોમ્બ હોવાનો બફાટ કરતા ફલાઇટ રોકવામાં આવી
- બેગ ચેકિંગ દરમિયાન મુસાફરે કહ્યું- 'શું મારી બેગમાં બોમ્બ છે...'
- CISF એ આ વાત સાંભળતા જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો
Vadodara : વડોદરા એરપોર્ટ પર એર ઇન્ડિયાની (Air India) વધુ એક ફ્લાઇટને રોકવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. મુસાફરે બોમ્બ હોવાનો બફાટ કરતા ફલાઇટ રોકવામાં આવી હતી. બેગ ચેકિંગ દરમિયાન મુસાફરે કહ્યું, 'શું મારી બેગમાં બોમ્બ છે...' CISF એ આ વાત સાંભળતા જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. ત્યાર બાદ ઉચ્ચ અધિકારીઓ સહિત ડોગ સ્ક્વોડની ટીમ એરપોર્ટ પહોંચી હતી. તપાસમાં મુસાફર માનસિક રીતે બીમાર હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો - Kutch માંથી સ્ટેટ મોનીંટરીંગ સેલે 1.28 કરોડનો દારૂનો જથ્થો ઝડપ્યો, 16 ઈસમોની કરી અટકાય, 6 ફરાર
મુસાફરે બોમ્બ હોવાનો બફાટ કરતા ફલાઇટ રોકવાની ફરજ પડી
વડોદરામાં (Vadodara) ત્યારે ચકચાર મચી જ્યારે એક મુસાફરે એવું કહ્યું કે, શું મારી બેગમાં બોમ્બ છે...? માહિતી અનુસાર, વડોદરા એરપોર્ટ પર એરઇન્ડિયાની વધુ એક ફલાઇટને રોકવામાં આવી હતી. ફલાઇટમાં જતા એક મુસાફર અકીલ શાહે બોમ્બ હોવાનો બફાટ કરતા ફ્લાઇટને રોકવાની ફરજ પડી હતી. CISF જવાન અકીલ શાહની બેગ ચેક કરતા દરમિયાન તેમણે કહ્યું કે, શું મારી બેગમાં બોમ્બ છે...?
આ પણ વાંચો - Gandhinagar : દહેગામ તાલુકામાં ગોઝારો અકસ્માત, ટ્રકની અડફેટે બે આશાસ્પદ યુવકના મોત
Vadodara_gujrat_first
યાત્રીની તપાસ કરતા માનસિક બીમાર હોવાનું સામે આવ્યું!
આ વાત સાંભળીને CISF એ પોલીસ કંટ્રોલ રૂમમાં (Vadodara Police Control Room) ફોન કર્યો હતો. ત્યાર બાદ ઉચ્ચ અધિકારીઓ સહિત ડોગ સ્ક્વોડની ટીમ તાત્કાલિક એરપોર્ટ પહોંચી હતી અને મુસાફર અકીલ શાહની તપાસ આદરી હતી. પ્રાથમિક તપાસમાં અકીલ શાહ માનસિક રીતે બીમાર હોવાનું જાણવા મળ્યું હતું. યાત્રી અકીલ શાહ પાસે કંઈ વાંધાજનક ન મળતા આખરે એરઇન્ડિયાની ફલાઇટ દિલ્હી માટે રવાના કરાઈ હતી. જો કે, આ ફ્લાઇટ મોડી થતાં અન્ય મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો - Bhavnagar : બાડી ગામે પડવા પાવર પ્લાન્ટમાં વિકરાળ આગ, અનેક પક્ષીઓનાં મોત


