Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : CM ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ મ્યુનિ. કમિશનર એક્શનમાં, બેઠક બોલાવી સૂચનો આપ્યા

કામ અંગે રિવ્યૂ કર્યા બાદ જ કોન્ટ્રાક્ટરને નાણા ચૂકવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.
vadodara   cm ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ મ્યુનિ  કમિશનર એક્શનમાં  બેઠક બોલાવી સૂચનો આપ્યા
Advertisement
  1. મુખ્યમંત્રીની સૂચના બાદ વડોદરાનાં મ્યુનિ. કમિશનર એક્શનમાં (Vadodara)
  2. મ્યુનિ. કમિશનર મહેશ બાબુએ ખાડાઓને લઈને બોલાવી બેઠક
  3. શહેરમાં ખાડાને લઈને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેઠક બોલાવી
  4. બિસ્માર રસ્તા અને ખાડાને લઈને મ્યુ. કમિશનર થયા લાલઘૂમ
  5. કામમાં રિવ્યૂ કર્યા બાદ જ કોન્ટ્રાક્ટરને નાણા ચૂકવવામાં આવશે

Vadodara : રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં જ મોટાભાગનાં શહેર-જિલ્લાઓમાં રોડ-રસ્તા ખખડધજ થયા છે. બિસ્માર માર્ગોનાં કારણે નાગરિકોને પડતી હાલાકીને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) નારાજગી વ્યક્ત કરી હતી અને સંબંધિત વિભાગોને રોડ-રસ્તાને સરખા કરવા આદેશ કર્યા છે. મુખ્યમંત્રીના આદેશ બાદ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર (VMC) એક્શનમાં આવ્યા છે અને ખાડાઓને લઈને બેઠક યોજી સૂચનો આપ્યા છે.

આ પણ વાંચો - Rajkot : MLA જીગ્નેશ મેવાણીએ એનિમલ હોસ્ટેલની લીધી મુલાકાત, BJP-RSS પર સાધ્યું નિશાન

Advertisement

શહેરમાં ખાડાને લઈને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેઠક બોલાવી

પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેના આદેશ બાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુએ (Mahesh Babu) અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં બિસ્માર રોડ અને ખાડાઓ અંગે ચર્ચા કરી રિપેરિંગ કરવા સૂચનો આપ્યા છે. બિસ્માર રસ્તા અને ખાડાને લઈને મ્યુ. કમિશનર અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો પર લાલઘૂમ થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Jamnagar : ક્ષત્રિય આગેવાન PT જાડેજાની ધરપકડનો વિરોધ, રાજપૂત સમાજની બાઇક રેલી

રોડ, પાણી અને ડ્રેનેજ વિભાગના કોન્ટ્રાક્ટરોને બોલાવ્યા, સૂચનો આપ્યા

માહિતી મુજબ, મ્યુ. કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં રોડ, પાણી અને ડ્રેનેજ વિભાગના કોન્ટ્રાક્ટરોને બોલાવ્યા હતા. કામ અંગે રિવ્યૂ કર્યા બાદ જ કોન્ટ્રાક્ટરને નાણા ચૂકવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. સરવે કરવામાં આવેલ તમામ ખાડાઓની જાણ કોન્ટ્રાક્ટરને કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે તો પેનલ્ટીની કાર્યવાહી પણ કરાશે અને એક અઠવાડિયામાં તમામ ખાડાઓ પૂરી દેવા આદેશ કરાયો છે. જો કે, કોન્ટ્રાક્ટરો દ્વારા પણ તાત્કાલિક કામગીરી કરવા બાહેંધરી આપવામાં આવી છે.

આ પણ વાંચો - Gondal : પાટીદાર હિતરક્ષક સમિતિએ ફરી બાંયો ચડાવી! પ્રેસ કોન્ફરન્સ યોજી કરી મોટી જાહેરાત

Tags :
Advertisement

.

×