Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : ક્રાઇમ બ્રાન્ચે રીઢો ચોર ઝડપ્યો, iPhone, સોનું-પ્લેટિનમના દાગીના રિકવર

Vadodara : આરોપી વિશાલ જુગાર રમવા તેમજ મોજશોખ કરવાની ટેવના કારણે સરળતાથી રૂપિયા કમાવવા માટે 12 વર્ષથી આ કાર્ય કરી રહ્યો છે
vadodara   ક્રાઇમ બ્રાન્ચે રીઢો ચોર ઝડપ્યો  iphone  સોનું પ્લેટિનમના દાગીના રિકવર
Advertisement
  • વડોદરા ક્રાઇમ બ્રાન્ચના હાથે મુળ આણંદનો રીઢો ચોર લાગ્યો
  • અલકાપુરીમાં થયેલી મોટી ચોરીના ગુનાની તપાસમાં મોટી સફળતા મળી
  • આરોપી વિરૂદ્ધ વિવિધ પોલીસ મથકમાં 10 ગુનાઓ નોંધાયેલા છે

Vadodara : તાજેતરમાં વડોદરાના (Vadodara) અલકાપુરી વિસ્તારમાં આવેલી અરૂણોદય સોસાયટીમાં મોટી ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં તસ્કર રૂ. 15 લાખની મત્તા ચોરી ગયા હતા. આ મામલે 1, ઓક્ટોબરના રોજ સયાજીગંજ પોલીસ મથકમાં (Sayajiganj Police Station) ગુનો નોંધાયો હતો. ત્યાર બાદ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (Vadodara Crime Branch) દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સીસીટીવી, ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારેની તપાસમાં અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી વિશાલ મનુભાઇ પટેલ (રહે. વાંસખીલીયા, આણંદ) શંકાના દાયરામાં આવ્યો હતો. બાદમાં ક્રાઇમ બ્રાન્ચે તે દિશામાં તપાસ હાથ ધરતા વિશાલ તેની સાસરીમાં નંદેસરી ખાતે આવ્યો હોવાની જાણકારી મળી હતી.

Advertisement

કડકાઇ દાખવતા આરોપી ભાંગી પડ્યો

વધુ તપાસમાં સામે આવ્યું કે, વિશાલ તેની બાઇક પર ચોરીનો મુદ્દામાલ વેચવા માટે ફરી રહ્યો છે. તેવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિશાલને દબોચવા માટે રામા કાકાની ડેરી પાસે વોચ ગોઠવી હતી. જેમાં સફળતા મળી હતી. અટકાયત બાદ આરોપીની જડતી કરતા તેના ખિસ્સામાંથી સોના, ચાંદી અને પ્લેટીનીયમના દાગીના અને એપલનો ફોન મળી આવ્યો હતો. આ ઇસમ અગાઉ ચોરીમાં પકડાયેલો હોવાથી ક્રાઇમ બ્રાન્ચે કડકાઇ દાખવીને પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો. અને અરૂણોદય સોસાયટીમાં કરેલી ચોરી અંગેની કબુલાત આપી હતી.

Advertisement

12 વર્ષથી ગુનાખોરીમાં સક્રિય

આરોપી વિશાલ મનુભાઇ પટેલ (રહે. વાંસખીલીયા, સ્વામીનારાયણ મંદિર, આણંદ) પાસેથી રૂ. 60.93 લાખની કિંમતના સોના, ચાંદી અને પ્લેટિનમના દાગીના, બાઇક, આઇફોન વગેરે સફળતા પૂર્વક રિકવર કરવામાં આવ્યા છે. આરોપી વિશાલ જુગાર રમવા તેમજ મોજશોખ કરવાની ટેવના કારણે સરળતાથી રૂપિયા કમાવવા માટે 12 વર્ષથી આ કાર્ય કરી રહ્યો છે. તે શરૂઆતમાં વાહનચોરી કરતો હતો, ત્યારક બાદ તેણે ઘરફોડ ચોરી સહિતકના ગુના આચર્યા હતા. તેના વિરૂદ્ધ, વડોદરા, આણંદ અને વિદ્યાનગરમાં મળીને કુલ 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

આ પણ વાંચો ----  ભ્રષ્ટાચારમાં અવલ્લ મહેસૂલ વિભાગના બે કર્મચારીને ACB Gujarat એ 9 લાખ અને 2.50 લાખની લાંચ લેતા પકડ્યાં

Tags :
Advertisement

.

×