Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : ફૂટપાથ પર નિંદર માણતા શ્રમજીવી પરિવારને કાર ચાલકે કચડ્યો, બાળકનું મોત

વડોદરામાં રાત્રે નશામાં ધૂત બનીને કાર ચાલકે મોટો અકસ્માત સર્જ્યો છે. નૂતન વર્ષની મોડી રાત્રે નિતિન ઝા નામનો કાર ચાલક નશામાં બેફામ કાર હંકારી રહ્યો હતો. દરમિયાન માંજલપુર અવધૂત ફાટક પાસે ફૂટપાથ પર નિંદર માણતા પરિવાર પર તેણે કાર ચઢાવી દીધી હતી. આ ઘટનામાં પરિવારની ચાર વર્ષની બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. અને તેને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો.
vadodara   ફૂટપાથ પર નિંદર માણતા શ્રમજીવી પરિવારને કાર ચાલકે કચડ્યો  બાળકનું મોત
Advertisement
  • વડોદરામાં ઝડપખોરનો આતંક સામે આવ્યો
  • કાર ચાલકે ફૂટપાથ પર જીવન વિતાવતા પરિવારને કચડ્યો
  • ચાર વર્ષની બાળકાનું મોત, ચાર ઇજાગ્રસ્ત

Vadodara : નૂતન વર્ષની વહેલી સવારે મળસ્કે માંજલપુરમાં (Manjalpur - Accident) આવેલી અવધૂત ફાટક પાસે ફૂટપાથ પર નિંદર માણતા પરિવારને નશામાં ધૂત કાર ચાલકે કચડી કાઢ્યો હતો. ત્યાર બાદ ચાલક પોતાની કાર લઇને ત્યાંથી નાસી છુટ્યો હતો. આ ઘટનામાં સ્થાનિકોએ કાર ચાલકનો પીછો કર્યો હતો. અને પુર ઝડપે ભાગતા કાર ચાલકને અક્ષર ચોક પાસે આંતરીને રોકવામાં આવ્યો હતો. ઘટનાને પગલે ભારે રોષે ભરાયેલા લોક ટોળાએ કાર પર પથ્થર મારીને નુકશાન પહોંચાડ્યું હતું. અને નશામાં ધૂત કાર ચાલકને પોલીસને (Vadodara Police) સોંપવામાં આવ્યો હતો. વડોદરામાં રોજ વાહન અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. જે હવે ચિંતાજનક બન્યું છે.

Advertisement

સારવારા મળે તે પહેલા જ દમ તોડ્યો

વડોદરામાં રાત્રે નશામાં ધૂત બનીને કાર ચાલકે મોટો અકસ્માત સર્જ્યો છે. નૂતન વર્ષની મોડી રાત્રે નિતિન ઝા નામનો કાર ચાલક નશામાં બેફામ કાર હંકારી રહ્યો હતો. દરમિયાન માંજલપુર અવધૂત ફાટક પાસે ફૂટપાથ પર નિંદર માણતા પરિવાર પર તેણે કાર ચઢાવી દીધી હતી. આ ઘટનામાં પરિવારની ચાર વર્ષની બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. અને તેને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. આ ઘટનામાં પરિવારના અન્ય ચાર સભ્યોને પણ નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. જે તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement

કારમાં તોડફોડ કરી

બીજી તરફ આ ઘટના નજરે જોનાર લોકોએ માંજલપુર ખાતે જ કાર ચાલકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલક બેફામ ઝડપે ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. ત્યાર બાદ સ્થાનિક લોકોએ તેનો પીછો કર્યો હતો. આ ઘટનામાં માંજલપુર અવધૂત ફાટકથી લઇને અક્ષર ચોક સુધી કાર ચાલક અને લોકો વચ્ચે પકડદાવ ચાલ્યો હતો. આખરે અકસ્માત સર્જનારને અક્ષર ચોક પાસે પકડી લેવામાં આવ્યો હતો. જ્યાં આ ઘટનાથી ભારે રોષે ભરાયેલા લોકોએ કાર ચાલકની ધૂલાઇ કરી હતી. સાથે જ કારને નુકશાન પહોંચાડ્યું હતું. અંતે કાર ચાલકને પોલીસને સોંપવામાં આવ્યો હતો.

કાર ચાલક ફૂલ નશામાં હતો

સ્થાનિકોના મને કારમાંથી શંકાસ્પદ બોટલ અને ગ્લાસ મળી આવ્યા હતા. અને કાર ચાલક ફૂલ નશામાં હોવાનું સ્થાનિકોનું કહેવું છે. હવે આ મામલે રાવપુરા પોલીસ મથક દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આવા ઝડપખોરો પર લગામ કસવા માટે પોલીસ કયા પ્રકારના પગલાં લે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -----  ફટાકડા ફોડતા છોકરાઓને ઈંટો મારી, સિક્યુરિટી કેબિનમાં તોડફોડ કરનારા કરોડપતિ બંગલા માલિકને Ahmedabad Police એ લૉકઅપમાં નાંખી દીધો

Tags :
Advertisement

.

×