Vadodara: નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી, જાણો શું લખ્યું છે મેઈલમાં...
- પાઇપલાઇનમાં બોમ્બ મુક્યા હોવાનો ઇમેલમાં કરાયો દાવો
- BDDS અને પોલીસની ટીમ શાળાએ પહોંચી તપાસ શરૂ કરી
- ક્રાઈમ બ્રાન્ચ, PCBની ટીમે પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી
Vadodara: ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં અનેક સ્થળો અને શાળાઓમાં બોમ્બની ધમકીઓ મળી ચૂકી છે, જોકે, તેમાં તપાસ કરવામાં આવતા કંઈ સામે આવ્યુ નહોતું. ખાસ કરીને વાત કરવામાં આવ તો અત્યારે વડોદરાની શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અજાણ્યા એડ્રેસ પરથી મેઈલ આવ્યો છે, જેમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચ, PCBની ટીમે પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી
ધમકીભર્યો મેઈલ આવ્યો તેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, શાળાની પાઈપલાઈનમાં બોમ્બ રાખ્યો છે, જેનીથી આખી શાળા ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સમગ્ર બાબતને લઈને BDDS અને પોલીસની ટીમ શાળાએ પહોંચી તપાસ શરૂ કરી દીધી છે. આ સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચ અને PCBની ટીમે પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. જ્યારે સ્કૂલ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે.
આ પણ વાંચો: Gondal: હડકાયા શ્વાનોએ મચાવ્યો આતંક, 22 થી વધુ લોકોને બચકા ભર્યા
આખરે કોણ કર્યો આ ધમકી મેઈલ?
સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, આ શાળામાં મોટા મોટા અધિકારીઓ અને રાજકારણીયોના છોકરાઓ અભ્યાસ કરે છે. જો કે, બોમ્બની ધમકીને લઈને અત્યારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. ધમકી ખરેખર મળી હતી કે, પછી કોઈએ મજાક કરી છે. તે તમામ દિશાઓમાં અત્યારે તપાસ થઈ રહીં છે. ધમકીભર્યો મેઈલ કોણે કર્યો? તેને શોધવા માટે પણ પોલીસે તપાસ હાથ ધરી દીધી છે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


