Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : દશેરા પર્વ પર શહેર પોલીસ કમિશનરે શસ્ત્રો, વાહન અને અશ્વની પૂજા કરી

Vadodara : પોલીસ એક એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે, અસામાજીક તત્વો, ગુનેગારો ટેરરિસ્ટ, સહિતના માથાભારે તત્વો વિરૂદ્ધ લડત કરે છે - પોલીસ કમિ.
vadodara   દશેરા પર્વ પર શહેર પોલીસ કમિશનરે શસ્ત્રો  વાહન અને અશ્વની પૂજા કરી
Advertisement
  • વડોદરા શહેર પોલીસ દ્વારા શાસ્ત્રોક્ત રીતે શસ્ત્ર પૂજન કરાયું
  • શહેર પોલીસ કમિશનરના હસ્તે પૂજન, ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા
  • શહેરમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા પોલીસ કટિબદ્ધ - શહેર પોલીસ કમિશનર

Vadodara : આજે દશેરા (Dussehra - 2025) પર્વ છે. આજના દિવસે શસ્ત્ર પૂજનનો મહિમા હોય છે. આ તકે વડોદરામાં કાયદો અને વ્યવસ્થા જાળવતી શહેર પોલીસ (Vadodara City Police) દ્વારા શસ્ત્ર સહિતના પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર (Vadodara City Police Commissioner) દ્વારા અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર, વાહન અને અશ્વની પૂજા કરવામાં આવી છે. સાથે જ શહેરમાં સુખ-શાંતિ બની રહે, અને કોઇ પણ પરિસ્થિતી ઉપસ્થિત થાય અને તેને પહોંચી વળવા માટે આપણને શક્તિ આપે. ગુનાગારો વિરૂદ્ધની લડતમાં આપણને જીત મળે, તેવી પ્રાર્થના કરવામાં આવી છે.

Advertisement

લોકોની સુરક્ષા અને સલામતી માટે મહેનત અને પ્રયાસ

શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, નવરાત્રીના દશેરા પર્વની ઉજવણીના ભાગરૂપે આજે પોલીસ મથક ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે. પોલીસ એક એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે, અસામાજીક તત્વો, ગુનેગારો ટેરરિસ્ટ, સહિતના માથાભારે તત્વો વિરૂદ્ધ લડત કરે છે. અને આ માટે આપણે હથિયારો, સ્પેશિયલાઇઝ્ટ ટુલ કીટ સાથે સુસજ્જ થઇને લોકોની સુરક્ષા અને સલામતી માટે મહેનત અને પ્રયાસ કરી રહ્યા છીએ.

Advertisement

ગુનેગારો વિરૂદ્ધની લડતમાં આપણને જીત મળે

તેમણે વધુમાં જણાવ્યું કે, આજે આપણે માં શક્તિની આરાધના કરીએ છીએ. અને એવું માંગીએ છીએ કે, શહેરમાં સુખ-શાંતિ બની રહે, અને કોઇ પણ પરિસ્થિતી ઉપસ્થિત થાય અને તેને પહોંચી વળવા માટે આપણને શક્તિ આપે. ગુનેગારો વિરૂદ્ધની લડતમાં આપણને જીત મળે, તેવી પ્રાર્થના કરીએ છીએ. આજના કાર્યક્રમમાં દરેક અધિકારી-કર્મચારી સંકલિત થઇને ઉભા છીએ. આવનારા સમયમાં પણ આપણે મહેનત અને પ્રયાસ કરીશું, શહેરમાં શાંતિ અને વ્યવસ્થા બની રહેશે. કોઇ પણ પરિસ્થિતીને પહોંચી વળવા માટે શહેર પોલીસ સુસજ્જીત છે.

આ પણ વાંચો -----  Vadodara : રેન્જ રોવર કારના નશામાં ધૂત ચાલકે બાઇકને ટક્કર માર્યા બાદ પોલીસ જોડે માથાકુટ કરી

Tags :
Advertisement

.

×