Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : આંગડિયા પેઢીની કાર રોકી, રૂ. 50 લાખ ચાઉં કરનાર 2 પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી!

બીજી તરફ PI એ રૂપિયા પરત આપી દીધા પરંતુ ગુનો ન નોંધતા અનેક સવાલ પણ ઊભા થયા છે.
vadodara   આંગડિયા પેઢીની કાર રોકી  રૂ  50 લાખ ચાઉં કરનાર 2 પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી
Advertisement
  1. Vadodara માં 50 લાખ ચાઉં કરનાર છાણી પોલીસ સ્ટેશનનાં 2 પોલીસકર્મી સસ્પેન્ડ
  2. આંગડિયા પેઢીની રૂ. 3.50 કરોડ ભરેલી બેગમાંથી રૂ. 50 લાખ કાઢી લીધાનો આરોપ
  3. 9 સપ્ટેમ્બરે બે પોલીસ કર્મીએ કાર રોકી રૂ. 50 લાખ કાઢી લીધાનો આક્ષેપ
  4. ફરજમાં ગેરવર્તણૂક સાબિત થતાં પોલીસ કમિશનરે કર્યા ફરજ મોકૂફ

Vadodara : વડોદરામાં પોલીસને શરમજનક સ્થિતિમાં મૂકતી વધુ એક ઘટના સામે આવી છે. છાણી પોલીસ સ્ટેશનનાં (Chhani Police Station) 2 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પોલીસકર્મીઓ સામે આંગડિયા પેઢીની કાર રોકી રૂ. 3.50 કરોડ ભરેલી બેગમાંથી રૂ.50 લાખ કાઢી લીધા હોવાનો ગંભીર આરોપ છે. ફરજમાં ગેરવર્તણૂક સાબિત થતાં પોલીસ કમિશનરે હેડ કોન્સ્ટેબલ અને LRD જવાનને ફરજ મોકૂફ કર્યા છે. જ્યારે બીજી તરફ PI એ રૂપિયા પરત આપી દીધા પરંતુ ગુનો ન નોંધતા અનેક સવાલ પણ ઊભા થયા છે.

આ પણ વાંચો - Navratri 2025 : આજથી શક્તિ ઉપાસનાના મહાપર્વનો પ્રારંભ

Advertisement

આંગડિયા પેઢીની કાર રોકી રૂ.3.50 કરોડ ભરેલી બેગમાંથી 50 લાખ કાઢ્યાનો આરોપ

વડોદરા પોલીસને (Vadodara Police) શર્મસાર કરતી વધુ એક ઘટના બની છે. છાણી પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ જીણાભાઈ અને LRD (લોકલ રિઝર્વ ડિપાર્ટમેન્ટ) શ્રવણસિંહ પર આંગડિયા પેઢી પાસેથી 50 લાખ રૂપિયા લઈ લીધા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. જો કે, આ અંગે ફરિયાદ થતાં બંને પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસમાં ફરજમાં ગેરવર્તણૂક સાબિત થતા વડોદરા પોલીસ કમિશનરે ફરજ મોકૂફ કરી ખાતાકીય તપાસ શરૂ કરી છે.

Advertisement

આ પણ વાંચો - ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ! સુરત એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત

Vadodara માં PI એ રૂપિયા પરત આપી દીધા પણ ગુનો ન નોંધતા અનેક સવાલ

જણાવી દઈએ કે, ઘટના 9 સપ્ટેમ્બરે બની હતી, જ્યારે આંગડિયા પેઢીની એક કારને રણોલી પાસે રોકવામાં આવી હતી. આ કાર રાખેલી બેગમાંથી કુલ 3.50 કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા હતા, જેમાંથી 50 લાખ રૂપિયા આ બંને પોલીસ કર્મચારીઓએ કરોડી લીધાની શંકા છે. બીજી તરફ પીઆઈએ રૂપિયા પરત આપી દીધા પણ ગુનો ના નોંધાતા અનેક સવાલ ઊભા થયા છે. આ મામલે આગળ શું કાર્યવાહી થશે તેનાં પર સૌની નજર છે.

આ પણ વાંચો - Navratri Pavagadh: આસો નવરાત્રીનો આજથી શુભારંભ, શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર

Tags :
Advertisement

.

×