ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 90.90 લાખ પડાવનારા 2 આરોપીની આખરે ધરપકડ

આરોપીઓનાં બેંક ખાતામાં 10 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાયા હોવાની વિગત પણ સામે આવી છે.
10:07 AM Jan 09, 2025 IST | Vipul Sen
આરોપીઓનાં બેંક ખાતામાં 10 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાયા હોવાની વિગત પણ સામે આવી છે.
Vadodara_Gujarat_first
  1. Vadodara માં ડિજિટલ એરેસ્ટ કરનારાઓની ધરપકડ
  2. કારેલીબાગમાં રહેતા વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા
  3. આરોપીઓએ વૃદ્ધા પાસેથી 90.90 લાખ પડાવ્યા હતા

વડોદરામાં (Vadodara) વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવનારા બે આરોપીને સાઇબર ક્રાઈમે (Cyber Crime) આખરે ઝડપી પાડ્યા છે. આરોપીઓનાં બેંક ખાતામાં 10 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાયા હોવાની વિગત પણ સામે આવી છે. સાઇબર ક્રાઇમે આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ આદરી છે. તપાસમાં મસમોટા ખુલાસા થયાં તેવી વકી છે.

આ પણ વાંચો - Winter in Gujarat : કાતિલ ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા, જાણો ક્યાં કેટલું તાપમાન ?

આરોપીઓએ વૃદ્ધા પાસેથી 90.90 લાખ પડાવ્યા હતા

વડોદરામાં (Vadodara) થોડા દિવસ પહેલા કારેલીબાગ વિસ્તારમાં રહેતા બેંકનાં નિવૃત્ત કર્મચારી ભૂપેન્દ્ર શાહને ફોન કરી કેટલાક આરોપીઓએ ડિજિટલ એરેસ્ટ (Digital Arrest) કર્યા હતા અને તમારા નામનું એક પાર્સલ વિદેશ જઈ રહ્યું છે, જેમાંથી ડ્રગ્સ મળ્યું છે તેમ કહી ડરાવ્યા હતા. આરોપીઓએ ભૂપેન્દ્ર શાહ પાસેથી રૂ. 90.90 લાખ પડાવ્યા હતા. આ મામલે ફરિયાદ થતાં સાઇબર ક્રાઈમ (Cyber Crime) પોલીસે તપાસ હાથ ધરી હતી અને અમદાવાદ (Ahmedabad) કુબેરનગરનાં પ્રશાંત સારંગે અને નરોડાનાં હિમાંશુ વાઘેલાની ધરપકડ કરી છે.

આ પણ વાંચો - Rajkot : નવા વર્ષની શરૂઆતમાં SOG ની મોટી કાર્યવાહી! લાખોનાં MD ડ્રગ્સ સાથે 1 ઝડપાયો

અમદાવાદનાં બે આરોપીઓની ધરપકડ કરાઈ

સાઇબર ક્રાઈમ પોલીસની તપાસ અનુસાર આરોપીઓનાં બેંક ખાતામાંથી રૂ. 10 લાખ ટ્રાન્સફર કરાયા હતા. જ્યારે આરોપી પ્રશાંતને કમિશન પેટે રૂ. 20,000 અને આરોપી હિમાંશુને રૂ. 5000 મળ્યા હતા. સાઇબર ક્રાઇમે આ મામલે આરોપીઓની વધુ પુછપરછ આદરી છે અને તપાસમાં મસમોટા ખુલાસા થાય તેવી વકી છે.

આ પણ વાંચો - Rajkot: વીજ તારમાં ફસાયેલ પતંગ લેવા જતા બાળક ભડથું થયો

Tags :
AhmedabadBreaking News In GujaratiCrime Newscyber crimeDigital ArrestGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKarelibaghkubernagarLatest News In GujaratiNews In GujaratiVadodara
Next Article